મહિયા રાજપૂત બલિદાન
૨૮ જાન્યુઆરી ૧૮૮૩ પોષ વદ પાંચમ વિક્રમ સંવત ૧૯૩૯ રવિવાર
જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર પોષ વદ પાંચમ વિક્રમ સંવત 1939 ને 28 જાન્યુઆરી 1883 ના દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80 થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના ? એ શીશ હતા મહિયા રાજપૂત શૂરવીરોના. જુનાગઢના મહિયા રાજપૂતોએ અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરના વિરોધમાં મહિયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા. આ રાજપૂતોને અંગ્રેજ હકુમતના શાસન દરમિયાન જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી બધા શૂરવીરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને માથા વાઢી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા !
સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસુલી કર વસૂલવાના નિયમ સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહિયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ હત્યાકાંડ જુનાગઢના પાદર સમા ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરીની 1883 પોષ વદ પાંચમ વિક્રમ સંવત 1939 ના રવિવાર ની વહેલી સવારે થયો હતો !
ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે, કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં બલિદાનીઓની ખાંભીઓ જોવા મળે છે. કનડા ડુંગરની ટોચે 80થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ એ મહિયા રાજપૂતોના બલિદાન અને તેમની વિરતાની
નિશાની છે !
શત શત નમન બધા બલિદાનીઓને વંદન વંદે માતરમ્ જય માતાજી જય હિંદ