કચ્છનો કેસરી શરણાગત વત્સલ જામ અબડો અડભંગ

કચ્છનો કેસરી શરણાગત વત્સલ જામ અબડો અડભંગ

Bipinladhava
કચ્છનો કેસરી શરણાગત વત્સલ જામ અબડો અડભંગ

જન્મ ફાગણ વદ એકમ ધુળેટી બલિદાન શ્રાવણ સુદ દ્વાદશી 

અબડાસા જેના નામ પર  ઓળખાય છે તે અબડો અડભંગ શરણે આવેલ સુમરીઓના શીલરક્ષણ માટે 72 દિવસ ધડ લડ્યુ અને વિરગતી પામ્યો ! 

વડસર ગામના ગરાસિયા અબડા અડભંગ સિંધના અલાઉદીન બાદશાહના શીલભંગથી બચવા 140 સુમરીઓ રણ વાટે કચ્છ આવી અમુક સુમરી રોહા ગામે નાના અબડા નામે એક ગાબોડિયા પાસે રક્ષણ માંગે છે, ત્યારે રોહા ગામનો અબડો કહે છે બહેનો હું તો નાનો ગોવોળિયો છું તમો વડસર જાડેજા અબડા જામ પાસે જાવ " તે તમને રક્ષણ આપશે ! 


અલાઉદીનથી બચવા અમુક સુમરીઓ રોહા ડુંગરમાં સમાઇ જાય છે. રોહા ડુંગર ઉપર આજે સુમરીઓનો યાદગાર સ્થાન છે. બાકીની સુમરીઓ વડસર ગામે જઇ અબડા અડભંગ પાસે શરણાગતિ માંગી પોતાની પાસેના ઝરઝવેરાત અબડાના ચરણે ધરી રક્ષણ માટે માંગણી કરી ત્યારે જામ અબડો દાગીનાનો પ્રલોભન સ્વીકાર્યા વગર સુમરીઓના રક્ષણ કરી આપેલ ! 

જામ અબડાએ સુમરી "ના રક્ષણ માટે 72 દિવસ અલાઉદીન સામે લડાઇ લડી શીર ઉડી ગયા છતાં તેનું ધડ લડતું રહ્યું અંતે અબડો વિરગતિ પામતા અબડાનું આપેલ પ્રતિક દૂધનો પ્યાલો લાલ રંગનો દેખાતા સુમરી " શિયળ રક્ષણ બચાવવા વડસર નદીમાં સમાઇ ગઇ. આજે પણ વડસર ગામની બાજુમાં અબડાના સ્થાનકે પાખિયા, યુદ્ધ મેદાનના દૃશયો નજરે પડે છે. વડસર નદીની સામે પાર સુમરીઓની સમાધિ છે ! 

ફાગણ અને શ્રાવણ માસમા અબડાના વંશજો અબડાના સ્થાને જન્મ, નિર્વાણ તિથિની ઉજવણી કરે છે. નલિયાના ત્રિભેટે ઘોડેસવાર અબડાની પ્રતિમા મોજુદ છે ! 



ન્યાય પ્રિય રાજા અબડાના કુંવર ધીરુભાથી તિર કામઠાની રમત રમતાં તીર એક વિધવા બાઇના સંતાનને વાગતા બાળક નુ મૃત્યુ થાય છે. વિધવા બાઇ પોતાના બાળકનું શબ લઇ કલ્પાંત કરતી અબડા જામ પાસે ન્યાય માંગવા આવે છે. નિરાધાર વિધવા બહેનના કરુણ આક્રંદ સાંભળી ન્યાય આપવા પોતાના કુંવર ધીરુભાનું તલવારથી શિર છેદ કરે છે, ત્યાં આશાપુરામાં પ્રગટ થઇ અબડા જામને આશીર્વાદ આપે છે અને કહે છે હે રાજા જામ અબડા હું તારા પર પ્રસન્ન થઇ છુ મરેલા બન્ને બાળકોને સજીવન કરું છું અને આશિષ આપું છું કે કચ્છના ઇતિહાસમાં અમર તારું નામ હો યુગે યુગ પૂજાય એવા તુજ હાથે કામ હો ! 

અબડા જામના ગામમાં  "રસિયા નામનો ગરીબ મેઘવાળ પણ પોતાના વતન માટે પોતાના જાગીરદાર માટે કુતરાની છાલ ઓઢી સુમરીઓનાના રક્ષણ વચ્ચે છાવણીમાં જઇ અલાઉદીનની સોનાની કટારૂ કાઢી તેના બદલે નિશાન રાખી જાય છે.

કચ્છી સુતેલા પર ધા કરતા નથી, જેનું અલાઉદીન ને ભાન કરાવવા સોનાની કટાર લઇ જાય છે. 

યુદ્ધ મેદાને જતાં પહેલા અબડા જામ સુમરી બહેનોને દૂધનો કટોરો આપી સંદેશ આપી જાય છે, જ્યારે દૂધનો રંગ લાલ થઇ જાય ત્યારે તમારે માનવુ કે તમારો ધર્મનો ભાઇ વિરગતિ પામ્યો છે ! 



અલાઉદીનની છાવણીમાં મોહબતખાન તેનો વફાદાર સૈનિક હતો મોહબતખાન ઈસ્લામ ધર્મ ને વફાદાર જનુની સેનાપતિ હતો, જ્યારે મહદમશાહ નેકદિલ ઇન્સાન હતો ભાઇ ની રાજગાદી ના ઝઘડામાં સિંધ નો ચનેશ્વર અલાઉદીનના શરણે જઇ પોતાના ભાઇ પર ચડાઇ કરવાની સલાહ આપે છે, ત્યારે નેકદિલ મહમદશાહ અફસોસ વ્યકત કરે છે. ઘર ફૂટે ઘર જાય જગતમાં કહેવત થાય ! ભાઇ ભાઇનું ભલું ઇચ્છે પારકા પોતાના થાય. 

અંતે અલાઉદીનને પોતાના પાપ નો પસ્તાવો થાય છે. સુમરી ની, અબડાની મહમદશાહની સમાધી પાસે પાપનો પસ્તાવો કરી તોબા પોકારે છે. અબડાના કુંવર ધીરુભાને ગાદી સોંપી વિર અબડાની યાદમાં પ્રદેશનું નામ અબડાસા આપે છે ! 

નલિયાથી માતાના મઢ જતાં વચ્ચે ટેકરી ઉપર વિર અબડાસા અડભંગે 72 દિવસ સુમરીઓના રક્ષણ માટે ધર્મ યુદ્ધ ખેલી અધર્મ પર ધર્મનો વિજય થાય એવી પ્રતિતિ કરાવી વિરગતિ પામ્યા ! 

શ્રાવણ સુદ દ્વાદશી ના અબડા અડભંગ દાદાએ વીરગતિ વરી ! 

સ્ત્રી આશ્રિતોની રક્ષા કરવી એવી અબડાની ટેક હતી 40 વર્ષની ટૂંકી આયુધા કચ્છ પર ધર્મની ધજા ફરકાવી !


અબડા જામ ના દુહા 

કુંવર સુઝે તો કચ્છ મેં ,ઉ અબડો અડભંગ,
માન કરે કો બંગ , શરણ સખે સુમરિયુ

ભાવાર્થ -કોઈ ઈલાજ કરીને સુમાંરીઓને શરણ માં રાખે એવો કચ્છ માં અબડો અડબંગ સુઝે છે..

કુંવર સુઝે કચ્છ્મે ,ઉ અબળાની આય
નોધારે આધાર ડે ,વંકે જા વાર લાય

ભાવાર્થ -એવો વીર અબડો અબડાણી તો કચ્છ માં છે. તે શરણાગત ને રક્ષણ આપનાર અને અભિમાની ઓના ગર્વ નું ખંડન કરનાર છે. 

ભલે આવયું ભેનરું, અબડો ચયતો ઈય 

અણડેથી આડો ફીરાં, સે ડેઠે ડિયા કીય ? 

ભાવાર્થ -અબડો જામ કહે છે હે બહેનો તમે ભલે આવી. હું અણ દીઠે ને અડો ફરું તેમ છું, તો હવે દેખ્યા છતાં શી રીતે જવા દઉ ? આ સિંહ સમાન સમા વીરના સરણ માં તમે મારી આંખો ઉપર છો.

અબડે ગડા મોકલ્યા, હિકડો સો ને સઠ
ભલે આવયું ભેનરું, પેર મ ડિજા પટ્ટ

ભાવાર્થ- જામ અબડાએ સુમરીઓને એકસો ને સાંઠ ગાડા મોકલ્યા અને કહાવ્યું કે હે બહેનો તમે ભલે આવી. હવે જમીન પર એક પણ પગલું મુકશો નહી. 

બારો ભાર કપા, ઓઇસ કેઆ અબડે
રખે ધીલ્લી શા, વાટદીઉ વિસરી વીન્ને

ભાવાર્થ – જામ અબડાએ બાર ભાર અર્થાત એકસો ને સાંઠ મણ કપાસ અલાઉદીન રસ્તો ચુકી ન જાય તે માટે સળગાવી દીધો ! 

સેણીજે સુખ લા, સાંગ ખઈ સરદાર
ઈ અબડે આધાર, સે ન ડીયા સુમરિયુ 

ભાવાર્થ – જામ અબડો શરણાગતના સુખ માટે સાંગ ઉપાડી તૈયાર થયો. અને કહ્યું કે મારે આધારે આવેલી એ સુમરી સતીઓ ને હું કદી પણ સોપવાનો નથી.

અઠ મૂઠું જે જયું મુછડીઉ, સોરો હાથ ધડો
સરણ રખધાલ સુમરિઉ, અભંગ ભડ અબડો

ભાવાર્થ- જેની મૂછો આઠ મૂઠ લાંબી છે, અને સોળ હાથ જેનું શરીર છે, એ અણભંગ જામ અબડોજ સુમરીઓને શરણ આપી સકે.

જખરા તું જસ ખરો બ્યા મિડે ઐ ખાન
મીટ્ટી ઉન મકાન, અસલ હુઈ ઇતરી

ભાવાર્થ – હે જામ જખરા, ( અબડા નું બીજું નામ ) ખરેખરો યશસ્વી તો તું જ છે. બીજા તો માત્ર કહેવાના જ મોટા છે. જે માટી માંથી તું ઘડાયો તે તો એટલીજ હતી. 

જખરા તું જીયે તોજો, મંચો કેની મ સુણા
અખિયે ને હિયે, નાલો તોજે નેહ્જા

ભાવાર્થ – હે જખરા જામ, તું સદા જીવતો રહેજે . તારું માઠું કદી થાય નહિ. અમારી આંખો માં અને અંતર માં તારા નેહનું નામ જ અંકિત થયેલું છે.

જખરા તું જસ ખરો, બ્યા મીડે ઐ મીર
જિડા પડેઓ જખરો, તીડા ન પડેઆ પીર

મીટ્ટી ઉન ખમીર, અસલ હુઈ ઇતરી.

ભાવાર્થ – હે જખરા જામ, ખરેખરો યશ તો તારો જ છે, બીજા તો કહેવાના જ મીર છે. જે ભણતર તું ભણ્યો, તે ભણતર બીજુ કોઈ પણ ભણી શકયા નથી. તારા ખમીર વાળી માટી તો એટલી જ હતી

ઘર જાતાં ધરમ પલટતાં, ત્રિયા પડંતા તાપ
ભીનો અવસર મરણરા, કોણ રા કોણ રંક

શત શત નમન જય માતાજી જય હિંદ
To Top