સિદ્ધ રામદેવજી મહારાજ

સિદ્ધ રામદેવજી મહારાજ

Bipinladhava
સિદ્ધ રામદેવજી મહારાજ 

બાબા રામદેવ ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમને રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે. એમનું સમાધી સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે. એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ ત્યાં દર્શનાર્થે ઉમટે છે. એમનાં મેળામાં તો લોકો બહુ દુરથી ચાલતાં એટલે કે પગપાળા ત્યાં નેક, બાધા, આખડીઓ કરીને અનેક નવાં નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રધ્ધા બાબા રામદેવ પીરમાં વ્યક્ત કરે છે.



બાબા રામદેવજી રાજસ્થાનના પ્રસિદ્ધ લોક દેવતા છે. એ સાંપ્રદાયિક સદભાવ તથા અમનના પ્રતિક છે. બાબાનું અવતરણ વિક્રમ સંવત ૧૪૦૯માં ભાદરવા સુદ બીજ ના દિવસે તોમર વંશીય રાજપૂત તથા રુણીચા નાં શાસક અજમલજીના ઘરમાં થયો હતો.એમની માતાનું નામ મીનલદે હતું. એમણે આખું જીવન શીષિત , ગરીબ અને પિછડેલાં લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રૂઢિઓ એવં છુત અછૂતનો વિરોધ કર્યો હતો. ભક્ત એમને પ્રેમથી રામપીર અથવા રામનાં પીર (રામાપીર) પણ કહેતાં હતાં. બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. એમણે હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતિક પણ માનવામાં આવે છે. હિંદુ જ નહીં મુસ્લિમ સમુદાયનાં લોકો પણ પીરોનાં પીર બાબા રામદેવ પીરનાં સજદેમાં માથું ઝુકાવે છે. મુસ્લિમ દર્શનાર્થી એમને “બાબા રામ સા પીર” કહીને બોલાવે છે.



રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ ૧૨ કિલોમીટર દૂર રામદેવરા (રુણીચા)માં બાબાનું વિશાળ મંદિર છે. સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ લોક દેવતા પ્રતિ ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્તાન થી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવાં ભારત આવે છે. બહુજ બધાં શ્રદ્ધાળુ ભાદ્ર માહની દશમી એટલે કે રામદેવ જયંતી પર રામદેવરામાં લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે. આ મેળો એક મહિનો કરતાં પણ વધારે ચાલે છે !

કહેવાય છે કે જ્યારે રામદેવજીનાં ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવાંલાગી તો મક્કા (સાઉદી અરેબિયા)થી પાંચ પીર એમની પરીક્ષા લેવાં આવ્યાં. એ એમની પરખ કરવાં માંગતા હતાં કે રામદેવ વિષે જે પણ કહેવાય છે એ સાચું છે કે જુઠ્ઠું !! બાબાએ એમનો આદર સત્કાર કર્યો !!! જયારે ભોજનનાં સમય માટે જાજમ બીછાવવામાં આવી તો એક પીરે કહ્યું અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યાં છીએ એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતાં. એના પછી બધાં જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે !

રામદેવજીએ કહ્યુ ” આતિથ્ય અમારી પરંપરા છે !!! અમે તમને નિરાશ નહીં જ કરીએ પોતાનાં જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. આટલું કહીને બાબાએ એ બધાં જ કટોરા રુણીચામાં જ પ્રગટ કરી દીધાંજે એ પંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતાં હતાં. આ જોઇને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને “પીરોના પીર“ની ઉપાધિ પણ આપી.



રામદેવ પીરનો જન્મ

પિછમ ધરા રા પીર, ધોરા રી ધરતી રા પાલનહાર શ્રી બાબા રામદેવજીનાં આ કળયુગમાં અવતાર પાછળ એક પ્રસંગ જોડાયેલો છે. કહેવાય છે કે જયારે જયારે ધરતી પર પાપનો ભાર વધે છે, માનવતા પર ખતરો વધે છે ત્યરે ત્યારે આ ધરતી પર ભગવાને અવતાર લીધો છે. આવું જ કૈંક ૧૫મી સદીમાં થયું હતું !

રાજા અજમલજીએ પોતાનાં રાજ્યમાં પોતાની પ્રજા સાથે સુખ શાંતિપૂર્વક રાજ્ય કરી રહ્યાં હતાં એમને માત્ર એક જ વાતની ઓછપ હતી એ હતી પુત્રરત્ન. એ સર્વસંપન્ન હોવા છતાં પણ પોતાની નિ:સંતાનતાને કારણે ચિંતિત રહેતાં હતાં. એ જગન્નાથજી પરમ ભક્ત હતાં કહેવાય છે કે ૧૨ વર્ષ પૂરી જઈ ચુક્યા હતાં અને એ જ્યારે પણ જતાં ત્યારે પોતાનાં રાજ્યની સુખ-શાંતિની મનોકામના કરતાં હતાં !

એક વાર સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાનાં રાજ્યમાં પ્રસ્થાન કર્યું. એ સમયે કેટલાક ખેડૂતો અજમલજીને જોઇને એને અપશુકન માનીને પાછાં પોતાનાં ઘરોની તરફ જવાં લાગ્યાં (એક અંધ વિશ્વાસ છે કે જો કોઈ શુભ કાર્ય હેતુ માટે જાય અને સામેથી જો કોઈ નિ:સંતાન આવે તો અપશુકન થાય છે !

ત્યારે અજમલજીએ એમણે એમ પૂછ્યું કે આટલી સરસ બારીશ થઇ છે તો તમે પાછાં કેમ જાઓ છો ?

ત્યારે ખેડૂતોએ એમણે બતાવ્યું કે તમારું નિ;સંતાન હોવું જ અમારે માટે અપશુકન છે !!! અત: ખેતરોમાં જવાનો કોઈ જ મતલબ નથી !!! આ સાંભળીને અજમલજીને મનોમન બહુજ દુખ થયું પરંતુ દયાળુ પ્રકૃતિનાં હોવાનાં કારણે એમણે ખેડૂતોને સજા ના કરીને એમની હાથ જોડીને ક્ષમા માંગીને વિદાય લીધી !



અજમલજી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યાંરે મંદિરમાં મૂર્તિ સમક્ષ પોતાનું દુખ પ્રગટ કર્યું. પરંતુ એ મૂર્તિ પાસેથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતાં અજમલજી ક્રોધિત થઇ ગયાં અને એ મૂર્તિ પર પ્રસાદનાં લાડુનો પ્રહાર કર્યો. આ બધું જોઇને પૂજારીજી ત્યાં આવ્યાં અને અજમલજીને પાગલ સમજીને એમ આખી દીધું કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી !!! ભગવાન તો ક્ષીરસાગરની કોખમાં શેષનાગની શય્યા પર વિશ્રામ કરી રહ્યાં છે !!! અજમલજી એ પુજારીની વાતોમાં આવી ગયાં અને ક્ષીર સાગરમાં ભગવાનનાં દર્શન કરવાં માટે ડૂબકી લગાવી દીધી !

પરંતુ ભગવાનનો ચમત્કાર તો જુઓ વિષ્ણુ ભગવાને એ પુજારીના કહ્યા અનુસાર જ શેષનાગની શય્યા પર અજમલજીને દર્શન આપ્યાં આ જોઈને અજમલજી પ્રસન્ન થયાં. પરંતુ ભગવાન વિષ્ણુજીનાં માથાં પર બંધાયેલી પટ્ટી જોઇને ચિંતિત તહીને બોલ્યાં
” હે પ્રભુ તમારાં માથા પર આ પટ્ટી કેમ બંધાયેલી છે ?
ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યાં 
“આ તો મારાં ભક્તનો  પ્રસાદ છે !!!”
આટલું સાંભળીને અજમલજી પ્રભુની સામે ભાવુક થઇ ગયાં અને પોતાની અશ્રુધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ સામે વર્ણન કરવાં લાગ્યાં !

અજમલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમણે વચન આપ્યું કે ‘તમે નિશ્ચિંત થઈને પોતાનાં ગૃહનગર તરફ પ્રસ્થાન કરો હું સ્વયં ભાદરવા સુદ બીજે આપના ઘરમાં અવતાર લઈશ !!!”

આ સાંભળીને અજમલજી આશ્વાસિત તો થઇ ગયાં પણ એમણે પૂછ્યું કે
” હે પ્રભુ !!! મારાં જેવાં અજ્ઞાનીને એ ખબર કેવી રીતે પડશે કે તમે પધાર્યા છો ?”
ત્યારે પ્રભુ બોલ્યાં

ભાદુડા રી બીજ રો જદ ચંદો કરે પ્રકાશ ।
રામદેવ બણ આવસું રાખીજે વિશ્વાસ ।।

અર્થાત જ્યારે ભાદરવા સુદી બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારાં રાજમહેલમાં હું કુમકુમનાં પગલાંથી મારું આગમન થશે !!!



આ આશ્વાસન પામીને અજમલજીએ પ્રભુ વિષ્ણુજીની વિદાય લીધી અને પાછાં પોતાનાં રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું. એક મહિના પછી ભાદરવા સૂદ બીજનો એ દિવસ પણ આવી ગયો કે જેનો અજમલજી બહુજ ઉત્સુકતાથી ઈન્તેજાર કરી રહ્યાં હતાં. ભગવાન વિષ્ણુજીએ પોતાનાં વચનાનુસાર ચન્દ્ર દર્શન થતાં જ રાજ મહેલમાં કુમકુમનાં પગલાં સાથે અવતાર લીધો !!! કુમકુમના પગલાં અને પારણામાં નાનાં રામદેવને જોઇને અજમલજી અત્યંત પ્રસન્ન થયાં અને આ શુભ સમાચાર રાણી મીનલદેને સંભળાવવા દોડી ગયાં. રાણી મીનલદે હર્ષથી ભાગતી દોડતી પારણા તરફ આવી ત્યારે બાળક રામદેવે ઉકળતા દુધને શાંત કરાવીને માતા મીનલદેને પ્રથમ પરચો આપ્યો.. આ જોઇને માતા મનોમન જ પ્રભુની લીલાને સમજી ગઈ અને બાળક રામદેવને ગોદમાં લઇ લીધો !!!

રામદેવરામાં મુખ્ય સ્થાનક છે બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ. અહી એની જ પૂજા થાય છે અને લાખો લોકો શ્રદ્ધા પૂર્વક નમન કરીને પોતાની મન્નતો પૂરી કરે છે. આ વિશાળ મંદિર પરિસર અને તેની આજુ બાજુના અનેક સ્થળો આસ્થાથી ભરપુર અને દર્શનીય છે.. એમાં મુખ્ય સ્થળ છે  રામદેવ પીરની સમાધિ !

રામદેવ પીરની સમાધિ

અવતારી પુરુષ એવં જન-જનની આસ્થાનાં પ્રતિક બાબા રામદેવજીએ પોતાની સમાધીનું સ્થળ, પોતાની કર્મસ્થળી રામદેવરા (રૂણીચા)ને જ પસંદ કર્યું. બાબા એ અહીંયા ભાદરવા સુદ અગિયારસ વિક્રમ સંવત ૧૪૪૨ ના દિવસે જીવિત સમાધિ લીધી !!! સમાધિ લેતાં સમયે બાબાએ ભક્તોનાં મનમાં શાંતિ એવં અમનથી રહેવાની સલાહ આપતાં જીવનનાં ઉચ્ચ આદર્શોને અવગત કરાવ્યા …. બાબાએ જે સ્થળ પર સમાધિ લીધી હતી એ સ્થળ પર બીકાનેરના રાજા ગંગાસિંહે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિરમાં બાબાની સમાધિ સિવાય એમનાં પરિવારવાળાની સમાધિઓ પણ સ્થિત છે. મંદિર પરિસરમાં બાબાની મુંહ બોલી બહેન ડાલીબાઈની સમાધિ , ડાલીબાઈનું કંગન એવં રામ ઝરોખા પણ સ્થિત છે.



ડાલીબાઈનુ કંગન

રામદેવ મંદિરમાં સ્થિત પથ્થરનું બનેલું ડાલીબાઈનું કંગન આસ્થાનું પ્રતિક છે. ડાલીબાઈનું કંગન ડાલીબાઈની સમાધિની પાસેજ સ્થિત છે. માન્યતા અનુસાર આ કંગનની અંદરથી નીકળવાથી બધાં લોકોનાં બધાં જ રોગકષ્ટ દૂર થઇ જાય છે. મંદિરે આવવાંવાળાં બધાં જ શ્રદ્ધાળુઓ આ કંગનની અંદરથી અવશ્ય જ નીકળે છે  આ કંગનની અંદરથી નીકળવા પશ્ચાત જ બધાં લોકો પોતાની યાત્રાને સંપૂર્ણ માને છે !

રામ સરોવર

રામ સરોવર બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે.  આ લગભગ ૧૫૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એવં ૨૫ ફૂટ ઊંડું છે !!! વરસાદમાં પૂરું ભરાઈ જવાનાં કારણે આ સરોવર બહુજ રમણીય સ્થાન બની જાય છે !!! માન્યતા છે કે બાબાએ ગુંદલી જાતીનાં બેલદારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખાં રામદેવરા જલાપૂર્તિનું સ્રોત છે. કહેવાય છે કે —-જાંભોજીનાં શ્રાપને કારણે આ સરોવર માત્ર ૬ માસ જ ભરાયેલું રહે છે…… ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે. એવં એનું જલ પોતાની સાથે લઇ જાય છે અને નિત્ય એનું આચમન કરે છે !

પરચા બાવડી

પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાનાં મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીનાં આદેશ અનુસાર વાણિયા બોય્તાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં પહોંચે છે. માન્યતાનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાંવાળું આ જળ આ ત્રણ પવિત્ર  નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે !

રૂણીચા કુવો

રૂણીચાકુવો રામદેવરા ગામથી ૨ કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવજી નિર્મિત એક એક કુવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વુક્ષો અને નવીનતમ છોડોનાં વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાત: ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે. માન્યતાઓ અનુસાર રાણી નેતલદેને તરસ લાગવાંને કારણે બાબા રામદેવજીએ પોતાનાં ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢયું હતું. ત્યારથી જ આ સ્થળ “રાણી સા નો કુવો”નાં રૂપમાં ઓળખાવા માંડ્યું પરંતુ ઘણી સદીઓથી અપભ્રંશ થઇ થઇને એ “રુણીચા કુવા”માં પરિવર્તિત થઇ ગયું. આ દર્શનીય સ્થળ સુધી પહોંચવા માટે પાકી સડકનાં માર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે. એવં રાત્રિ વિશ્રામ હેતુ વિશ્રામગૃહ પણ બનેલું છે . મેળાના દિવસોમાં અહીંયા બાબાનાં ભક્તજનો રાત્રીમાં જમવાનું આયોજન પણ કરતાં હોય છે

ડાલીબાઈની જાળ અર્થાત એ ઝાડ કે જેની નીચે બાબા રામદેવજીને ડાલીબાઈ મળી હતી. એ સ્થળ મંદિરથી ૩ કિલોમીટર દૂર NH-15 પર સ્થિત છે. કહેવાય છે કે રામદેવજી જ્યારે નાનાં હતાં ત્યારે તેમને એ ઝાડ નીચે એક નવજાત શિશુ મળ્યું હતું …… બાબાએ એનું નામ ડાલીબાઈ રાખીને એને પોતાની ધર્મની બહેન બનાવી દીધી હતી !!! ડાલીએ પોતાનું સંપૂર્ણ જીવન દલિતોનાં ઉદ્ધાર કરવાં એવં બાબાની ભક્તિને સમર્પિત કરી દીધું હતું. આજ કારણે જ એને બાબા રામદેવજીની પહેલાં સમાધિ ગ્રહણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું હતું !

પંચ પીપળી 

પંચ પીપળી એ સ્થાન છે જ્યાં પર બાબાએ મક્કાથી આવેલાં પાંચ પીરોને એમનાં કટોરા, કે જે તેઓ મક્કા ભૂલી આવ્યાં હતાં એમાં ભોજન કરાવ્યું હતું. એજ પાંચ પિરોને કારણે પાંચ પીપળાનાં ઝાડ ઊગ્યાં હતાં અને બાબા રામદેવજી ને “પીરોના પીર રામસાપીર”ની ઉપાધિ પણ પ્રાપ્ત થઇ હતી. આ સ્થળ મંદિરથી ૧૨ કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે અહીંયા બાબા રામદેવનું એક નાનું મંદિર એવં સરોવર પણ છે !

બાલીનાથજી 

રામદેવજીનાં ગુરુ બાલીનાથજીના ધુણા અથવા આશ્રમ પોખરણમાં સ્થિત છે. બાબાએ બાલ્યકાળમાં અહીંયા ગુરુ બાલીનાથજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી !!! આ એજ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવાં હેતુ છુપાવાનું કહ્યું હતું !

શહેરની પશ્ચિમ તરફ સાલસાગર એવં રામદેવસર તળાવની વચમાં સ્થિત ગુરુ બાલીનાથનાં આશ્રમ પર મેળા દરમિયાન આજે પણ લાખો યાત્રીઓ અહીંયા ધુણા પ્રતિ પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે બાલીનાથજીનાં ધુણાની પાસે જ એક પ્રાચીન બાવડી પણ સ્થિત છે રામદેવરા આવવાંવાળાં લાખો શ્રદ્ધાળુઓ બાબાનાં ગુરુ મહારાજનાં દર્શન કરવાં અવશ્ય જાય છે.

ભૈરવ ગુફા 

બાળપણમાં બાબા રામદેવે બધાં જનમાનસમાંથી ભૈરવ નામનાં રાક્ષસનાં આતંકમાંથી મુક્ત કરાવ્યાં હતાં. એ ભૈરવને બાબાએ એક ગુફામાં આજીવન બંદી બનાવી દીધો હતો આ ગુફા મંદિર થી ૧૨ કિલોમીટર દૂર પોખરણની પાસે સ્થિત છે પહાડી પર સ્થિત આ ગુફા ભૈરવ રાક્ષસની શરણાસ્થળી છે. અહી સુધી જવાનો પાકો સડક માર્ગ છે !

રામદેવારમાં પ્રતિવર્ષ ભાદરવા સૂદ બીજ થી ભાદરવા સૂદ એકાદશી સુધી એક અતિવિશાળ મેળો ભરાય છે. આ મેળો બીજની મંગળા આરતીની સાથે શરુ થાય છે સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ મેળામાં શામિલ થવાં અને મન્નતો માંગવા માટે રાજસ્થાન જ નહીં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો પહોંચે છે !

કોઈ પગપાળા તો કોઈ યાતાયાતનાં વાહનોનાં માધ્યમથી રામદેવરા પહોંચે છે. રુણિચા પહોંચતાં જ ત્યાની છટા અનુપમ લાગે છે મેળાના દિવસોમાં ” રુણિચા” નવી નગરી બની જાય છે. મેળાના અવસર પર જાગરણ આયોજિત થાય છે તથા ભંડારોની પણ વ્યવસ્થા હોય છે

જય રામદેવ પીર જય માતાજી જય દ્વારકાધીશ
To Top