રાજાએ તેના ચતુર પ્રધાનને કહ્યું -મને એક એવું વાક્ય લખી આપો કે જે સુખમાં વાંચીએ તો દુઃખમય લાગે અને જે દુઃખમાં વાંચીએ તો સુખમય લાગે.પ્રધાને લખી આપ્યું -

રાજાએ તેના ચતુર પ્રધાનને કહ્યું -મને એક એવું વાક્ય લખી આપો કે જે સુખમાં વાંચીએ તો દુઃખમય લાગે અને જે દુઃખમાં વાંચીએ તો સુખમય લાગે.પ્રધાને લખી આપ્યું -

Bipinladhava


 રાજાએ તેના ચતુર પ્રધાનને કહ્યું -
મને એક એવું વાક્ય લખી આપો કે જે સુખમાં વાંચીએ તો દુઃખમય લાગે અને જે દુઃખમાં વાંચીએ તો સુખમય લાગે.
પ્રધાને લખી આપ્યું - 
*આ સમય પણ ચાલ્યો જશે*.
*This too shall pass*.
આ ખૂબ જ સત્ય વાત છે. માણસ સુખમાં છકી જાય અને દુઃખમાં ડૂબી જાય. સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે ત્યારે મગજનો પારો આસમાને ચડી જાય. મન ઉપર કંટ્રોલ રહે નહિ. કહેવાય છે કે - *સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ*. આવું આપણા સૌનું મન છે.
પણ જ્યારે  વિપરીત સ્થિતિ - દુઃખ આવે ત્યારે ભાંગી પડીએ, નિરાશ અને હતાશ થઇ જઇએ. 
તત્વજ્ઞાન કહે છે કે જીવનમાં સુખ અને દુઃખ બન્ને આવવાં એ સર્વ સામાન્ય છે. તે બંનેનો હિંમત અને ધીરજથી સામનો કરવાની કલા ( *Art of Living* ) શીખવી જોઈએ તો જ જીવન સારી રીતે જીવી શકાય. જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી આવતાં જ રહે છે. તે નિવારી જ ન શકાય.
*चक्रवत् परिवर्तन्ते*
*दुःखानि च सुखानि च ।*
તેથી ગીતા કહે છે - સુખ અને દુઃખમાં સમતા રાખી જીવતાં શીખો.
*सुखदुःखे समे कृत्वा*
*लाभालाभौ जयाजयौ ।*
( ગીતા ૨/૩૮ )
આગળ વધતા માણસને,- સાધકને ભગવાન પાસે લેતાં પહેલાં ચકાસી જુએ છે. એરણ પર હથોડી મારવાથી નકલી મોતી તૂટી જાય, અને સાચાં મોતી અકબંધ રહે.
*That's the Test of Life*.

To Top