આહિર રાહા આપા ડેર

આહિર રાહા આપા ડેર

Bipinladhava
આહિર રાહા આપા ડેર 

અમરેલી ના ચાવંડ ગામ ની વાત છે. જે ચામુંડા માઁ ના નામ પરથી ચાવંડ નામ પડ્યું ! 

આ ગામમાં 350 વરસ પેલા ડેર શાખ ના આહીર અને દરબાર રહે છે. જેમાં રાહો ડેર માતા ચામુંડા નો ભુવો ! 



એકવાર રાહા ડેરે ચામુંડા ને કીધું માડી મને રસ્તો બતાવ. ત્યારે ચામુંડાએ પડદે વાત કરી કે મારા રાહા સૌરાષ્ટ્ર ના ગોહિલવાડમાં જા અને જ્યાં તને ગુગળ ના ધૂપ ની સુંગધ આવે ત્યાં મારુ દેરુ બનાવી મારુ નાળિયેર મુકજે અને ઈ ગામ નું નામ મારા નામ પર રાખજે. આમ રાહો ડેર પોતાની ગાયું ભેસું લઈ હાલી નિકળ્યો અને હાલના ચાવંડ ગામ માં આવ્યો. અને ધૂપ ની સુગંધ આવી અને દેવી ની સ્થાપના કરી.અને ચાવંડ નામ પડ્યું. આમ 18 વરણ આવ્યું આખું ચાવંડ ગામ બન્યું ! 



સમય ગયો અને 40 વર્ષ પછી ગામ માં બહારવટિયા આવ્યા રાહા ડેર ની ઉંમર 75 ની થઇ. ગામ આખું લગ્ન માં બીજા ગામ ગયું હતું અને બહારવટિયા ને ખબર પડી ગામ ના સીમાડે આવ્યા અને ભડાકા થયા. રાહા ડેર ને ખબર પડી કે બહારવટિયા આવ્યા ગામ માં એકલો રાહો ડેર અને એક રુખી ઢોલ વગાડનાર. ઢોલ વાગ્યો કે હાલો મરદ હોય ઈ બહારવટિયા આવ્યા છે. પણ રાહો ડેર તો ખાટલા માં પડ્યો હાલવા નો વેંત નહી પોતાનું કામ ન થાય પણ આજ રાહો ડેર બોલ્યો મારી દેવી ચામુંડા આ તારા નામ નું ગામ અને તું લૂંટાવા દઈશ હું તો ડોહો થઈ ગયો છુ મારાથી ઉભું નથી થવાતું પણ તું તો ડોહી નથી થઇ ગઈ ને હાલ ઉપડ દેવી ઉભી થા ! 

રાહા ડેરે તલવાર ઉપાડી અને માથે મૂકી હાલ ઉપડ નહિતર હું માથું આપી દવ. આ બાજુ ચામુંડાએ આવી કીધું મારા રાહા ઉભો થઈ જા તલવાર લઇ હાલી નીકળ હું આગળ અને તું પાછળ. રાહો ઉભો થયો અને એક ખોંખારો ખાધો ત્યાં 3 ઘર ના નળીયા ખખડી ગયા અને ગામ નાં નાકે 151 બહારવટિયા છે ત્યાં ઉભો રેજે અને એક ડોસી સામેથી આવતી હોય તો માનજે કે તારી દેવી ચામુંડા આવી હતી. રાહા ડેરે દોટ મૂકી અને નાકે ઊભો રહ્યો અને જોયું તો એક ડોશી સાંબેલુ લઈ હાલી આવે અને રાહો ડેર બોલ્યો માડી તલવાર લીધી નથી અને સામેલું ત્યારે ચામુંડા એ કીધું મારા રાહા તલવાર તો બહુ લીધી પણ આવે સાંબેલાએ નો ઉડાડુ તો હું ચામુંડા નહી ! 


રાહો ડેર અને ડોશી જાટકા મારે અને એક હારે 5-6 ને રોળતા જાય અને આમ બધા બહારવટિયા ને માર્યાં પણ એક બાહારવટિયા એ રાહા ડેર ને ઘા કાર્યો અને ચામુંડા એ રાહા ડેર ને ખોળે લઈ લીધો અને આજે રાહા ડેર ની ખાંભી ચાવંડ ગામ માં છે અને આ ચામુંડા દેવી પણ છે ! 

શત શત નમન જય માતાજી જય મુરલીધર
To Top