સંઘાર વીર ભમો ભાલારો

સંઘાર વીર ભમો ભાલારો

Bipinladhava

🚩 સંઘાર વીર ભમો ભાલારો 🚩

> વાગડ નો વીર સંઘાર ભમો ભાલારો <

સંઘાર ક્ષત્રિય સમાજ આજ થી હજારેક વર્ષ પહેલાં કરછ નાં મૂળ સમા વંશ નાં જાડેજા રાજવીઓ નાં વડિલો મિસર થી સિંધ મા આવ્યાં અને સિંધ માંથી કરછ માં ઊતરી આવ્યાં, તથાં જાડેજા શાખ નાં પુર્વજો ની સાથે ઈતિહાસ ની દ્રષ્ટિએ સંઘાર ક્ષત્રિય સમાજે ખભેખભા મિલાવી ને ઊભા હતાં.

સંઘાર ક્ષત્રિયોનાં વંશજો એ પણ કરછ વાગડ ના અમુક  પ્રદેશમાં જમીન ગરાસો ભોગવ્યાં તેનો પણ ઈતિહાસ આજ જોવાં મળે છે,  

સંઘાર ક્ષત્રિય સમાજ નો ઈતિહાસ ખુબ સુંદર અને ખુમારી શૂરવીરતા પરાક્રમ દર્શાવતો ઈતિહાસ છે, સંઘાર ક્ષત્રિય સમાજ નાં ધણા કરછ વાગડ પ્રદેશમાં ધર્મ માટે લડેલા શુરવીરો ના પાળિયા ખાંભી પણ મોજુદ છે, 

તેથી ટુંક માં વાગડ ના વીર સંઘાર ભમો ભાલારો નાં ઈતિહાસ ને અનુલક્ષી પોસ્ટ મોકલવી છે,

આજથી એક સૌ વર્ષ પહેલાં કંથકોટ માં છુછીઆ નુખના સંઘારો નું જોર હતું, 



એ વખતે છુછીઆ કુટુંબના સાત સંઘાર ભાઈઓ હતા, સાતે ભાઈઓ બળવાન હતાં, તેમાં ભમો સંઘાર સૌ થી ચડી જાય તેવો બળવાન અને બહાદૂર હતો, 

આ સાત ભાઈઓ માં એક વાર જમીન બાબતે તકરાર જાગી, ત્યારે ભમો સંઘાર તેમનાથી છૂટો થયો અને કંથકોટ ની દક્ષિણે દશેક માઈલ પર તેણે એક ગામ વસાવ્યું, આ ગામ ભમા ની વાઢ તરીકે ઓળખવા લાગ્યું, ભાલાનો ઘા કરવાની ક્ષમતાને લીધે લોકો તેને ભમો ભાલારો એ નામથી ઓળખતાં, 

એ જ અરસામાં કરછ અને મોરબી રાજ્ય વચ્ચે ઝઘડો ચાલું હતો, લાંબા સમયથી સંઘર્ષ પેઢી-ઉતાર ચાલ્યો આવતો હતો,કરછ વાગડ મા મોરબીના પાંચ ગામ હતાં, સૌથી મોટું ગામ આધોઈ હતું,  આધોઈ ના લોકો કરછ ની ઠેકડી ઉડાવતાં કહેતાં, 

ચૌદ ચારો કરછ ડો, 
પાંચ નાં પાણી ભરે. 

ચૌદ સો અને ચાર ગામની માલિકી ધરાવનાર કરછ-મોરબી નાં પાંચ ગામ પાસે પાણી ભરે એવો એ શબ્દો આશય હતો, 

મોરબી તાંબાના અને કચ્છના ગામો વચ્ચે ખુન-ખરાબી અને ચોરી લૂંટફાટ ચાલ્યા જ કરતા, એક રાજ્યનો  ગુનેગાર બીજા રાજ્યમાંથી પકડી શકાતો નહીં.

પરિણામે ધાડ અને લૂંટના તોફાનો વધતા જતા હતા, મોરબીની આ સતા કરછ રાજ્ય માટે માથાના દુઃખાવા જેવી થઈ પડી હતી.

ભમા ની વાંઢ થી આધોઈ બહું દુર ન હતું, ભમા ની વીરતા ની વાતો આધોઈ સુધી પહોંચી ગઈ હતી,

આધોઈ ના મોરબી રાજ્યના અધિકારીઓએ ભમા ને સાધી લીધો, આધોઈ અને મોરબી તાંબાના બીજા ગામોના રક્ષણ નું કામ ભમા સંઘાર ને  સોંપવામાં આવ્યું.

પરિણામ એ આવ્યું કે મોરબી રાજયનો માનીતો બની ગયો અને કચ્છ રાજ્યનો  દુશ્મન બની બેઠો, કચ્છ રાજ્યના ગામમાં ચોરી અને લૂંટફાટ કરનારા આધોઈ માં દાખલ થઈ જાય એટલે સલામત બની જાય, એમનો વાળ પણ વાંકો કોઈ કરી શકે નહીં, આ પ્રકારની લૂંટ પાછળ ભમા સંઘાર નો હાથ છે એવી બાતમી પોલીસને મળતા ભમા પ્રત્યે  કચ્છ રાજ્યની નજર કરડી બની ગઈ.

ભમા ની વાંઢ અને વામકા ગામ વચ્ચે એક પિયાવો હતો, આ પિયાવા પર ભમો એક દિવસ પોતાની આથને પાણી પાઇ રહ્યો હતો, એ વખતે કચ્છની પોલીસના હાસમ જમાદારે તેને એકાએક ઝડપી લીધો, રાજદ્રોહ  તરીકે તેના પર કેસ ચલાવી તેને  બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી.

 બે વર્ષની મુદત પૂરી થતાં ભમા સંધાર ને  જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો,અને જેલમાંથી છૂટીને ભમો હવે કચ્છ રાજ્યનો ખુલ્લો દુશ્મન બની ગયો.


 એના જેલવાસ દરમિયાન રાજા ખૂદ પ્રાગમલજી બાવા  એ પોતે ભમા ને  સમજાવવામાં કંઈ બાકી રાખ્યું ન હતું,  પણ ભમા એ તો કચ્છના રા ને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે મોરબી ને સલામ ભરી છે, 
હવે કચ્છ ને સલામ કરવાનો નથી, 

ભમા નાં જવાબથી કચ્છની પોલીસ ફરીથી ઝડપી લેવાની તક શોધતી હતી, 

જેલમાંથી મુક્ત થઈ પોતાની વાઢ આવી ને ભમા સંઘારે  એક મોટું અટકચાળું કર્યું, આ  અટકચાળું કરછના રાજા ના સીધા અપમાન  જેવું હતું.

તેને પોતાના ગામનું નામ બદલી નાખ્યું, ભમા ની વાંઢ એ નામને બદલે તેણે એનું નવું નામ જ નક્કી કર્યું. 

નામ રાખ્યું હલરા. 

હલરા એટલે રા તું ચાલતો થા. 

આ નામમા કચ્છના મહારાઓનું ચોખ્ખે  ચોખ્ખું અપમાન હતું, કચ્છના રાઓશ્રીની બધી સમજાવટ ને ભમા એ ઠુકરાવી દીધી એ વાત ની યાદગાર માટે હલરા નામ રાખવામાં આવ્યું હતું.

આ હલરા ગામ આજે પણ કંથકોટ અને આધોઈ વચ્ચે ભમા સંધાર ની ખુમારી ની યાદ આપતું મોજુદ છે.

ભમા સંધાર ની આ ઉચ્છંખલતા કરછ રાજ્ય ને ખટકવા લાગી, એને હવે કોઇપણ પ્રકારે ટૂંકો કરવા પોલીસ અધિકારીઓ નક્કી કરી લીધું, ભમા ના રક્ષક તરીકે હંમેશા તેની સાથે રહેતા તેના ભાણેજ દેવણ કોરંગા ને મોટી આશા આપીને કચ્છ પોલીસે તેને સાધી લીધો, કોરંગો ખુટી પડ્યો.  

એકવાર ભમો સંઘાર વરલી  ગામનો પોતાનો ગરાસ નો વહીવટ સંભાળવા હલરા થી વરલી જતો હતો, તેની સાથે તેની પત્ની તથા તેનો પુત્ર હમીર હતો.

 ભમો  પોતાના ઊંટ પર સવાર હતો, ઊંટ ના કાંઠા પર પાછલી બાજુએ તેની પત્ની પોતાના પુત્રને ખોળા માં લઇ બેઠી હતી, 

 પાછળ તેનો ભાણેજ દેવણ કોરંગો ભરેલી બંદૂક સાથે ઘોડી પર સવાર હતો, આ રીતે નાની મંડળી હલરા થી વરલી જવા માટે કૂચ કદમ કરતી આગળ વધી રહી હતી,

ભમા સંઘાર ના રક્ષણ માટે તેની સાથે આવવાં આધોઈ નાં ઘોડેસવારોની ટુકડી તૈયાર હતી, પણ ભમો  લાપરવા હતો, એ તો પોતાના બાહુબળ પર મુસ્તાક હતો, એટલે મોરબી રાજની કોઈ સહાય લીધા વિના જ તે વરલી જવાં તૈયાર થયો હતો.

 તેનો ભાણેજ કોરંગો તેની સાથે હતો, અને કોરંગા પર તેને સંપૂર્ણ વિશ્વાસ હતો.

ભમો સંઘાર વરલી જાય છે એવી બાતમી કચ્છ પોલીસને મળી ગઈ હતી, પોલીસે  આજ ભમા નો ઘાટ ધડવાનો નિશ્ચય કરી લીધો હતો.


ભમા ના દુશ્મન ભારમલ સંધાર અને ગાંગા છુછીઆ ને પણ પોતાની સાથે લઈ લીધા હતા, દુશ્મન મંડળીના હથિયારબંધ માણસો વરલીના રસ્તા પર ચાદ્રાણી કોટડા ગામ વચ્ચે એક મોરા પાછળ છૂપાઇને  ભમા ની વાટ જોતા બેઠા હતા.

ભમો જ્યારે પોતાના ઊંટ અને ઘોડા સાથે મોરા પાસે આવ્યો ત્યારે છુપાઈને બેઠેલા દુશ્મનો પર તેની નજર પડી, ચાલાક ભમો તરત ચેતી ગયો, પળવાર માટે સાવધ થઈ ગયો, પોતાના ભાણેજ કોરંગા પાસે પોતાની જોટાણી બંદૂક હાથ કરવાં તેણે કોરંગા ને હાકલ કરી, દેવણ તરત જ ધોડી ને દોડાવી ને ભમા ના ઊંટ પાસે આવી પહોંચ્યો અને બંદૂક તેનાં હાથ માં આપી દિધી.

ભમા ની બંદૂક નિષ્ફળ બનાવવા તેનાં ભાણેજ દેવણ કોરંગા એ એક જુદો જ કારસો કર્યો હતો, મામા ની જોટાણી બંદૂક ના બન્ને નેપલ માં તેણે બાવળ ની શુળો દાબી દીધી હતી, જોટાણી બંદૂક હવે બેકાર બની ગઈ હતી.

ભમા એ બંદૂક હાથમાં લઈ ને તરત તેના ઘોડો ચડાવ્યો, પણ જુએ છે તો બંને નાલમાં શુળો  ખોસેલી હતી, 
ભમા એ હાથ પછાડયા અણધારી  આ દગાખોરીની જાણ થતાં જ ચમકી ગયો, 

મુંઝાઈ પડ્યો આ કટોકટીના વખતે હવે શું કરવું તે સુઝતું ન હતું, બંદૂક તેણે જમીન પર ફેંકી દીધી, તેના એક હાથમાં ઊઠ ની રાસ હતી, બીજો હાથ તરત  કમર ની તલવાર ઉપર આવી પડ્યો, 

પણ અફસોસ, આ પ્રસંગે કમર ની તલવાર પર કઈ કામ આવે તેમ ન હતું, ભમો વિહ્વળ બની ગયો વ્યગ્ર બની ગયો,

એટલામાં તેના દુશ્મન માર માર કરતા બાજુમાં જ આવી પહોંચ્યા, ભારમલ સંધાર ની બંદૂકની ગોળી ભમાને વિધિને આરપાર નીકળી ગઈ, ભમો તે જ વખતે તેના ઊંટ  ઉપરથી ઊથલી  પડયો, ધરતી પર ઢળી પડ્યો, પલક વારમાં જ આ બનાવ બની ગયો,

ભમો સંઘાર ઠાર થતાં તેનાં શત્રુઓની મંડળી સરકવા લાગી, પણ ગાંગો છુછીઓ રહી ગયો. 

આ ગાંગો છુછીઓ તેનાં વંશ નો હતો, રકત ઠીકરામાં પણ તપી ઊઠે  એ કહેવત અનુસાર ભમાને પટકાઈ પડેલો જોઈને એનું અનુવંશીય લોહી ઊકળી આવ્યું.

 પોતાના સાથીઓને છોડી દઈને તે ભમા પાસે દોડી આવ્યો હતો.



 ઊટ પરથી નીચે પડેલો ભમો હજું વીરરસ માં મસ્ત હતો, વીર આશન માંડી ને તે બેસી ગયો હતો, એનાં અંતર માં વૈરાગ્નિ પ્રજળી રહ્યો હતો વીરત્વ ઉછાળા મારતું હતું તેનાં શરીર માથી વહેતાં રકત વડે ધરતી પર ની ધૂળ રંગાઈ ગઈ હતી, એ લોહીયાળ ધૂળ ને મુઠ્ઠીમાં દાબતો ભમો આકુળ વ્યાકુળ બની ગયો હતો, એનાં એક હાથ માં ખુલ્લી તલવાર હતી, બીજા હાથમાં લોહી થી લાલ બનેલી ધૂળ નાં લાડુ ને મસળી રહ્યો હતો, આંખો માંથી જાણે ખુન ઝરતું હતું.

તેની ધરવાણી નાના પુત્ર હમીર ને છાતી માં દાબી ને બેબાકળી અને બહાવરી બની ને ઊભી ઊભી રોતી હતી.

ગાંગો છૂછીઓ ભમાની બાજુમાં આવીને ઉભો, ભમાને પગે પડીને એકવાર તો તે પોતાની ભૂલની માફી માંગવા લાગ્યો, 

ગાંગો  સમજી ગયો કે ભમાના અંતરમાં ઉછાળતા શૌર્ય ના  ઉછાળાનો બહાર નીકળવાની તક ન મળતાં ભમાનો  જીવ અકળાય છે, અટકાય છે, ગાંગા એ પોતાની બંદૂક નો કૂંદો જમીન પર મૂકી ભમાને  પડકાર કર્યો, તલવાર તો  તારા હાથમાં છે ઘા કર અને તારો જીવ ઘતે કર. 

ગાંગા નાં  પડકારથી ભમો  તેજમાં આવ્યો,  તેણે ગાંગા ની  બંદૂકના કુંદા પર તલવાર નો ઘા કર્યો અને તેની સાથે તેના પ્રાણ પરવારી ગયા.

લોકવાણી કહે છે કે ભમાની તલવારના ઘા થી ગાંગા છુછીઆ ની  બંદૂકના કુંદા ના બે કટકા થઈ ગયા હતા.આ વખતે ભમાની  ઉંમર સાઠ વર્ષની હતી. 

બાજુના ખેતરમાં જાટાવાડીયા બ્રાહ્મણ  ખેડ કરતા હતા,  ધડાકા-ભડાકા સાંભળી એ  લોકો દોડી આવ્યા,  અહીં ભમાની પત્ની બેફાટ કલ્પાંત  કરી રહી હતી, સૌએ  મળીને ભમા ની પત્નીને સાંત્વન આપ્યું,

 કોરંગો તો ક્યાં ચાલ્યો ગયો તેની ખબર ન પડી, 

બ્રાહ્મણ ખેડૂત-ખેતીનું કામ પડતું મૂકીને ગાડું  લઇ આવ્યા, ભમાની લાશને ગાડામાં નાખી તેને હલરા ગામે લઇ જવામાં આવી, અહીં તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.

હાલારી સંવત  ૧૯૧૮ ના શ્રાવણ વદ બીજના દિવસે સંઘારર ભમા છુછીઆ નું ખુન કરવામાં આવ્યું, અને શ્રાવણ સુદ છઠના રોજે હલરા ને ઝાંપે તેની ખાંભી ખોડવામાં આવી. 



આ ખાંભી આજે પણ ભડવીર ભમા ની વીરતા ની યાદ આપતી હલરા ગામની ભાગોળે ખડી છે. અક્ષરો કાળબળે ધસાઈ ગયેલાં હોવાં છતાં ભમાનું નામ અને હાલારી સાલ વગેરે વાંચી શકાય છે, 

જયા ભમો મરાણો ત્યાં વરલી ના રસ્તા પર તેની બીજી ખાંભી પણ ખોડવામાં આવી છે, 

મોરબી રાજ્ય ની દરમિયાનગીરી ભમા સંધાર ના ખુન નો મુકદમો રાજકોટ અદાલતમાં ચલાવવામાં આવ્યો હતો, અને આરોપી ઓને યોગ્ય સજા કરવામાં આવી હતી, તારીખ ૪,૦૧,૧૮૬૨. નાં રોજે આ કેસ નો ખુલાસો રાજકોટ કોર્ટના ન્યાયધીશ તરફથી બહાર પાડવામાં આવ્યો હતો, 

હલરા ગામ ના ભમા સંઘાર નાં વંશજો ને ત્યાં આ કેસ ના કાગળો ની નકલોઆજે પણ મોજુદ છે. 

સર્દભ: કરછ કલાધર 
લેખક: દુલેરાય કારાણી

ઈતિહાસ ની દ્રષ્ટિએ ધર્મ ખાતર એક સંધ ની રચના કરવામાં આવી, તે સંધ માં અમુક શાખ નાં રજપૂત ક્ષત્રિય સમાજ જોડાયાં અને પાછળ જતાં આ સંધ ને સંઘાર ક્ષત્રિય સમાજ થી ઓળખ થઈ. 

સંઘાર ક્ષત્રિય સમાજ નાં પણ ગણાં એવાં ઈતિહાસ શૂરવીરતા અને પ્રરાક્રમ નાં ઈતિહાસ જોવાં મળે છે. 

✍ ટાઈપ પોસ્ટ 
રાજરાજોજી ડી સિંધલ સોઢા 
રાજુભા
To Top