ભગવાન શ્રીરામે જેમાં પ્રવાસ કર્યો હતો તે પુષ્પક વિમાન મનના વેગથી ઊડતું હતું.

ભગવાન શ્રીરામે જેમાં પ્રવાસ કર્યો હતો તે પુષ્પક વિમાન મનના વેગથી ઊડતું હતું.

Bipinladhava


ભગવાન શ્રીરામે જેમાં પ્રવાસ કર્યો હતો તે પુષ્પક વિમાન મનના વેગથી ઊડતું હતું.

ભારત પ્રાચીનકાળથી જ જ્ઞાાન અને વિજ્ઞાાનનું પ્રકાશક રાષ્ટ્ર રહ્યું છે. જ્ઞાાન-વિજ્ઞાાનની બધી શાખાઓનો પ્રાચીન ભારતના ઋષિ રૂપ વિજ્ઞાાનીઓ દ્વારા ઉપયોગ થતો હતો. વીસમી-એકવીસમી સદીમાં પશ્ચિમના વિજ્ઞાાનીઓએ જે શોધ-સંશોધનો કર્યા છે તેનો ભારતના પ્રાચીન કાળમાં પૂર્ણ વિકાસ થઇ ગયો હતો. તે બધા તત્કાલીન સમય અનુસાર તેનો ઉપયોગ કરતા હતા. મોડર્ન એરોનોટિક્સ હોય કે નેનો ટેકનોલોજી એ બધું પ્રાચીન ભારતમાં તો વિદ્યમાન હતું જ ! વેદ-ઉપનિષદ, રામાયણ, મહાભારત, પુરાણો, યોગવાશિષ્ઠ મહારામાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા ભારતના મહાન ગ્રંથોમાં આ જ્ઞાાન-વિજ્ઞાાનના સંશોધનો ઉલ્લેખાયા છે. તે ઉપરાંત અનેક ઋષિ-વિજ્ઞાાનીઓએ લખેલા એમના ગ્રંથોમાં પણ મહાન જ્ઞાાન પ્રકાશિત થયેલું છે.

સંસ્કૃત સાહિત્યના આદિ કવિ છે-મહર્ષિ વાલ્મીકિ. એમણે રચેલું આદિ કાવ્ય છે - રામાયણ. રામાયણમાં વર્ણન કરાયેલ પુષ્પક વિમાન તત્કાલીન અંતરિક્ષ વિજ્ઞાાનની પ્રગતિનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે. લક્ષ્મણ મૂર્ચ્છાના પ્રસંગમાં સુષેણ વૈદ્ય દ્વારા  લક્ષ્મણને નવજીવન પ્રદાન કરવું એ ચિકિત્સા વિજ્ઞાાનનો પ્રબળ પુરાવો છે. એ ઉપરાંત રામાયણમાં વનસ્પતિ, ધાતુ વિજ્ઞાાન, રસાયણ વિજ્ઞાાન વગેરેના અનેક ઉદાહરણો મળે છે. રામાયણની જેમ મહાભારત પણ જ્ઞાાન-વિજ્ઞાાનનો વિશ્વકોષ જેવો મહાન ગ્રંથ છે. મહર્ષિ વેદવ્યાસે રચેલા મહાભારત વિશે કહેવાયું છે - યદિસ્તિ (યદ્ ઇહ અસ્તિ) તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ કવચિત્ ઃ જે (જ્ઞાાન) અહીં છે તે બીજે છે, જે (જ્ઞાાન) અહીં ન તે બીજે ક્યાંય નથી. ચિકિત્સા વિજ્ઞાાન, ખગોળ વિજ્ઞાાન, અસ્ત્ર-શસ્ત્ર વિજ્ઞાાન, ભૌતિક વિજ્ઞાાન, રસાયણ વિજ્ઞાાન, ઋતુ વિજ્ઞાાન જેવા અનેક વિજ્ઞાાન રામાયણ-મહાભારતમાં વર્ણન કરાયા છે.


પ્રાચીન હિંન્દુ ધર્મગ્રંથોમાં દેવ-શિલ્પી વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવેલા અનેક વિમાનોનું વર્ણન જોવા મળે છે. જેમ કે વાલ્મીકિ રામાયણ અનુસાર શિલ્પ શાસ્ત્રના મહાન આચાર્ય વિશ્વકર્મા દ્વારા પિતામહ બ્રહ્માના ઉપયોગ માટે પુષ્પક વિમાનનું નિર્માણ કરાયું હતું. વિશ્વકર્માની માતા સતી યોગસિદ્ધા હતી. દેવોની સાથે આઠ વસુ પણ દર્શાવવામાં આવે છે જેમાં આઠમાં વસુ પ્રભાસની પત્ની યોગસિદ્ધા હતી. આ એ જ પ્રભાસ હતા જેમને મહાભારતમાં જણાવ્યા પ્રમાણે વશિષ્ટ મુનિએ શાપ આપ્યો હતો  કે તેમણે મૃત્યુલોક (પૃથ્વી) પર ઘણો સમય વીતાવવો પડશે. તે વખતે ગંગાએ તેમની માતા બનવાનો સ્વીકાર કર્યો. ગંગા-શાન્તનુના આઠમાં પુત્રના રૂપમાં તેમણે દેવવ્રત નામથી જન્મ લીધો જે પાઠળથી ભીષણ પ્રતિજ્ઞાા લેવાને કારણે 'ભીષ્મ' તરીકે ઓળખાયા હતા. આમ પ્રભાસ અને યોગસિદ્વાના સંતાન એવા વિશ્વકર્મા દ્વારા દેવતાઓના વિમાન, અસ્ત્રશસ્ત્ર તથા અદ્ભુત રાજમહેલો બનાવવામાં આવતા હતા. વાલ્મીકિ રામાયણમાં પુષ્પક વિમાનનું વિસ્તારથી વર્ણન કરાયેલું છે. તેમાં સુંદરકાંડના સાતમાં સર્ગના ૧ થી ૧૭ સુધીના શ્લોકોમાં આ વર્ણન જોવા મળે છે.

પુષ્પક વિમાન પૂર્વે દેવોના ખજાનચી કુબેર પાસે હતું, પરંતુ તેના સાવકા ભાઈ રાવણે તે વિમાન અને સોનાની લંકા પુરી તેની પાસેથી છિનવી લીધી હતી. તે પછી રાવણ તેમાં આવા ગમન કરતો હતો. પુષ્પક વિમાનનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણના સીતાહરણ પ્રકરણમાં પણ જોવા મળે છે. રામ-રાવણના યુદ્ધ બાદ શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને લંકાના નવા રાજા વિભીષણ, હનુમાનજી તથા અન્ય ઘણા લોકો પુષ્પકમાં બેસીને લંકાથી અયોધ્યા આવ્યા હતા. વાલ્મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ રામના આ વિમાન પ્રવાસની વિગતો ૧૨૧માં સર્ગમાં વર્ણવી છે - 'રામચંદ્રનું આવું વચન સાંભળી વિભીષણે ઘણી જ ત્વરાથી સૂર્ય જેવા તેજવાળું પુષ્પક વિમાન મંગાવ્યું. સુવર્ણથી ઘડવામાં આવેલું, વૈઠુર્ય મણિથી જડેલું, જુદા જુદા કક્ષ વગેરે વિભાગોવાળું, સર્વ તરફથી રૂપેરી શ્વેત કાંતિવાળું, શ્વેત ધ્વજા-પતાકાઓથી અલંકૃત, ઝીણા પડદાઓથી સુશોભિત, મણિ મુક્તાલય ઝરુખાવાળું ચારે બાજુ મધુર અવાજ કરનાર નાની ઘંટડીઓ લટકાવેલું, મેરૂ પર્વતના શિખર સમું, વિશ્વકર્માએ નિર્માણ કરેલું, મોતી તથા ચાંદીથી સુશોભિત મોટા અનેક ગૃહોવાળું, જેની નીચેની ફરસબંધી સ્ફટિકની બનાવેલી હતી એવું, મનના વેગ જેવા વેગવાળું અને પોતાના સિવાય બીજા કોઇથી રોકી ન શકાય તેવું વિમાન આવ્યું. એટલે વિભીષણ રામચંદ્રને નિવેદન કહી હાથ જોડી ઊભો રહ્યો. ઇચ્છા અનુસાર ગતિ પ્રાપ્ત કરાવી શકાય એવું પર્વતના શિખર જેવું તે વિમાન જોઈ ઉદારચરિત રામચંદ્ર લક્ષ્મણ સહિત વિસ્મય પામ્યા. એ રીતે સર્ગ ૧૨૩માં મહર્ષિ વાલ્મીકિએ લખ્યું છે - 'અનુજ્ઞાાતં તુ રામેણ તદ્ વિમાન મનુત્તમમ્ । હંસયુક્ત મહાનાદં ઉત્પાત વિહાયસમ્ ।। શ્રીરામની આજ્ઞાા થતાં તે હંસયુક્ત દિવ્ય વિમાન મહાનાદ કરતું આકાશમાં ઊડયું. વિમાનમાં બેઠા પછી નીચેની ધરતી કેવી દેખાય છે તેનું, પર્વતો, નદીઓ, નગરીઓ વગેરેનું વિસ્મયકારક વર્ણન પણ તેમણે કર્યું છે. સર્ગ ૧૨૪માં વાલ્મીકિએ લખ્યું છે - 'વિમાન આકાશમાં ઊડયું ત્યાર પછી ઋષ્યમૂક પર્વત પાસે આવતાં રામ સીતાને કહેવા લાગ્યા- હે સીતા, આ વીજળી યુક્ત મોટા મેઘ સમાન અને સુવર્ણ વગેરે ધાતુઓથી યુક્ત એવો ઋષ્યમૂક પર્વત દેખાય છે તે તું જો.

વિમાન નિર્માણ, એના પ્રકાર અને એના સંચાલનનું સંપૂર્ણ વિવરણ મહર્ષિ ભારદ્વાજ વિરચિત 'વૈમાનિક શાસ્ત્ર'માં મળે છે. આ ગ્રંથ એના મૂળ મુખ્ય ગ્રંથ 'યંત્ર સર્વસ્વ'નો એક ભાગ છે. એ ઉપરાંત ભારદ્વાજે 'અંશુ-બોધિની' નામનો ગ્રંથ પણ લખ્યો છે જેમાં બ્રહ્માંડ વિજ્ઞાાનનું જ વર્ણન છે. એ સમયના આ જ્ઞાાનથી બનેલા અને સંચાલિત થતા વિમાનો બ્રહ્માંડના વિભિન્ન ગ્રહોમાં વિચરણ કરતા રહેતા હતા. આ ધૈમાનિક શાસ્ત્રમાં આઠ અધ્યાય, એકસો અધિકરણ, પાંચસો સૂત્ર (સિદ્ધાંત) અને ૩૦૦૦ શ્લોકો છે.



આ વિમાનમાં જે ટેકનિક ઉપયોગમાં લેવાઈ છે એની પાછળ આધ્યાત્મિક વિજ્ઞાાન છે. પ્રાચીન કાળમાં વિજ્ઞાાન એટલું વિકસિત હતું કે જેનાથી પદાર્થની ચેતનાને જાગૃત કરી શકાતી હતી. પુષ્પક વિમાનમાં તે પણ વિશેષતા હતી કે તે એ વ્યક્તિથી સંચાલિત થતું હતું જેણે વિમાન સંચાલન મંત્ર સિદ્ધ કર્યો હોય. વાલ્મીકિના વર્ણનમાં 'ઇચ્છા અનુસાર ગતિ કરનારું, મનના વેગ જેવું,' એવા જે શબ્દો આવે છે તે આ જ બાબત પ્રતિપાદિત કરે છે તે સમયે વિમાન ચાલક મંત્ર દ્વારા કે મનની ઇચ્છા અનુસાર વિમાનને ક્રિયાશીલ કરી જરૂર પ્રમાણે ગતિ ઉત્પન્ન કરી, એને જે દિશામાં લઇ જવું હોય તે દિશામાં લઇ જઇ શકતા હતા. એને મનની ગતિથી ઉડાડી શકાતું હતું એટલે જ દેવો કે સિધ્ધ પુરુષો થોડી પળોમાં જ એક લોકમાંથી બીજા લોકમાં પહોંચી જતા હતા. તે વખતના ઋષિ-મુનિઓને જ્ઞાાન હતું કે પદાર્થની અંદ પણ ચેતના છે એટલું જ નહીં, ચેતના જ સ્થૂળ બની પદાર્થરૂપ થયેલી છે. તે અધ્યાત્મ જ્ઞાાનથી, પ્રબળ ઇચ્છા શક્તિથી અને મંત્ર ધ્વનિના નાદથી પદાર્થના આકારનું પરિવર્તન કરી શકતા હતા અને તેને ગતિમાન કરી, ઇચ્છા મુજબ સંચાલિત કરી શકતા હતા!

ગુજરાત સમાચાર રવિપુર્તિ
અગોચર વિશ્વ-દેવેશ મહેતા
To Top