ગૌરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર આહીર નાયાદાદા

ગૌરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર આહીર નાયાદાદા

Bipinladhava

ગૌરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર આહીર નાયાદાદા 

જન્મ વૈશાખ સુદ ત્રીજ વિક્રમ સંવત ૧૯૧૫ 

વરસો પહેલાની વાત છે કુંદનપુર ગામના રહેવાસી શ્રી લખમણ ભગત આહિર નેહડુ બાંધીને રહે છે, લખમણ ભગત, કરણાભાઈ અને વાલાભાઈ આ ત્રણ ભાઈઓ નો પરિવાર અને તેમની પાસે સાત જાતવાન ભેસો હતી, તેમજ ત્રણેય ભાઈઓ પશુપાલન અને ખેતી કરી પરિવાર નું ગુજરાન ચલાવતા હતા 

લખમણ ભગત પાસે રેવળ નામની ઘોડી પણ હતી જે જાતવાન ઘોડી હતી, આહિર તણો આશરો એમની ખાનદાની હતી સમય જતા લખમણ ભગતના ઘરે દીકરાનો જન્મ થયો જેનું નામ દોહો રાખેલ, દોહો સમજવા લાયક થયો ત્યારે એમની માતા માલીબેન ને આપણે ચોટીલા ચામુંડા માતાના શરણે પગે લગાડી આવીએ આમ લખમણ ભગત, દેહો અને માલીમા ચોટીલા દર્શન કરવા પગ પાળા નીકળી ગયા,  ઘણા દિવસે ચાલતા ચાલતા ચોટીલા પહોચ્યા ત્યાં માતાજીના દર્શન કરી દીકરા ને પગે લગાડ્યો ત્યાં પુજારીએ પૂછ્યું ક્યાંથી આવો છો.? લખમણ ભગતે ખુલાસો કર્યો મહંત અમે કુંદનપુર થી આવીએ છે અને શાખે બલદાણીયા અને પાંચાળી આહિર છીએ, મહંતે પૂછ્યું ભગત તમારા કુળદેવી કોણ છે એ જાણો છો.


ભગતે કહ્યું ના મહંત અમેતો માઁ ચામુંડા ચોટીલાવાળી ને માનીએ મહંતે કહ્યું તો સાંભળો અહીથી ૧૨ ગાવ પૂર્વ દિશા બાજુ જાહો ત્યાં બલદાણા નામે ગામ છે ત્યાં શ્રી હોલમાતાજી છે જે તમારા કુળદેવી છે ત્યાં દર્શને જાજો,

લખમણ ભગત પરિવાર સાથે બલદાણા ગામ માં પહોચ્યા બંને જણાએ માતાજી ને પ્રણામ કર્યો અને દેહાને પગે લગાડ્યો ભગત એક ચિત થઇ ને માતાજીનાં ગુણગાન ગાવા લાગ્યા અને કરગરવા લાગ્યા કે હે માતાજી તમારી કૃપા હોઈ તોજ અમે અહી સુધી પહોચ્યા હોઈએ આ દરમિયાન માતાજી ની મૂર્તિ નીચે થી ગેબી અવાજ થયો, હે લખમણ દીકરા સાંભળ હું તારી કુળદેવી હોલમાં તું જરાય અચરજ પામતો નહિ કે ડરતો નહિ તારી ભક્તિ અને શ્રધ્ધા જોઈ તને આશીર્વાદ અપૂ છુ કે હજી તારા ઘરે એક દીકરા નો જન્મ થશે ઈ દીકરો જેવો તેવો નહિ હોઈ પુજનીય અને શુરવીર બનશે ભગત તારો દીકરો દેહો એનાથી નાનો એટલે એનું નામ નાયો રાખજે આમ કહી માતાજી નો ગેબી અવાજ શાંત થયો.

સમય જતા માલીમાં ની કુખે વિક્રમ સંવત ૧૯૧૫ શુક્લ પક્ષ વૈશાખ સુદ ત્રીજ ને શુક્રવાર ના દિવસે એક સ્વરૂપવાન દીકરા નો જન્મ થયો લખમણ ભગત ની ખુશી નો પાર ના રહ્યો અને આખા ગામ માં મીઠાઈ વહેચી અને માતાજીના આદેશ પ્રમાણે દીકરા નું નામ નાયો રાખ્યું,

સમય વીતવા લાગ્યો અને સમય જતા નાયો અઠ્યાવીસ વરસ નો ખમતીધર જોબનવંતો સ્વરૂપવાન યુવાન બન્યો છે, કહેવાઈ છે કે કેરીના ફાડા જેવડી આખો અને પૂળો પૂળો મૂછો અને એમનું તેજ સૂર્યનારાયણના કિરણો બરાબર ચમકતુ હતુ.


એક દિવસ એવું બન્યું કે કુંદનપુર ગામના ગોંદરાની પાછળ એક ગોર મહારાજ નું ઘર હતું રાતના સમયે ગાયોનું ધણ ગોંદરે ભેગું થયું પાપી મલેચો ત્યાં રાત વાસો કરવા રોકાયા હતા પણ એમને ઊંઘ આવે ખરી જે ગોર મહારાજ ની દીકરી કે આપના ઘર ની પાછળ કોઈ અવાજો આવે છે દીકરીએ મલેછો ની બધીજ વાત આખી રાત સાંભળી પણ દીકરી ની જાત રાતે એકલી ઘર બહાર કેમ નીકળવું,

વહેલી પરોઢિયે આ મલેચો ગાયો નું ધણ વાળીને જાય છે, તરત કમળાએ એના બાપુજી ને બધી હકીકત કહી ગોર મહારાજે કહ્યું કે આપના ગામમાં ગાયોનું રક્ષણ કરે અને મલેછો પાસેથી ધણ પાછુ વાળે એવો એકજ શુરવીર છે નાયો, કહેતા જ કમળા એ દોટ મૂકી સીધી લખમણ ભગતને નેહડે પોગી બુમો પાડતા કીધું  હે મારાવીર નાયા આપણા ગામના ગોંદરેથી મલેચો ગાયોનું ધણ વાળી જાય છે, મારા વીરા લોકો લખમણ ભગતને દુનિયા મેણું મારશે વીર સાબદો થા, કમળા નું  આવું કરુણ આક્રંદ સાંભળી નાયા ની રોમે રોમ માં અંગારા જરવા લાગ્યા, આંખો લાલ ઘૂમ બની કમળા ને કહ્યું બેન હજુ આહીરો માંથી હીર નથી ગયું એમ કહેતાની સાથે તલવાર કમરે કસી લખમણ ભગત અને માલીમાં ને પગે લાગ્યા,  માતાએ કહ્યું હે દીકરા તારે રજા નાં લેવાની હોઈ તું મારા ઘરે દીકરો નહિ પણ શુરવીર બની ને અવતર્યો છે જે કુળદેવી ની ભવિષ્યવાણી હતી માટે હું તારી ગમે તેમ કરીને જનેતા બીજું તો શું કહું મારે કુખે જનમ્યો એટલે હું તને આશીર્વાદ આપું છું કે ગામ નું ધણ ગામ તરફ વાળી દેજે અને દુશ્મનો ને ખતમ કરી ને આવજે બેટા નહિતર તારી જનેતાનું ધાવણ લાજશે..

નાયા એ તરતજ રેવળ ઘોડી ઉપર પલાણ વાળીને સાબદો થયો છે, કુંદનપુરથી મલેછોને કુંડલીયાળાના પાદરમાં પકડી લીધા, નાયા એ હાકલો માર્યો એ હરામખોરો માટી થાજો !

કહેતાની સાથેજ ધમાસાણ ધીંગાણું ખેલાયું છે, અને કહેવાય છે કે કુંડલીયાળાનો ડુંગરો હાલ દેવનો ડુંગર તરીકે ઓળખાય છે ત્યાં અનેક મલેછોનો દાટ વાળી દીધો હતો, ગાયોનું ધણ દાદા એ કુંદનપુર વગુ સાબદું કરી દીધું પાછળ થી એક દુશ્મને બરછીનો ઘા કરતાની સાથેજ દાદાનું ધડથી મસ્તક જુદું થયું પછી દાદાનું ધડ લડ્યું, બધાજ દુશ્મોનો નો નાશ કરી નાખ્યો..

આજથી લગભગ ૮૦ વર્ષ જૂની વાત છે કડીયાળી ગામે દેવાયતભાઈ ના સ્વપ્ને દાદા આવ્યા અને બધી વાત કરી હે દેવત હું તારા કુળનો શુરવીર શૂરોપૂરો છું અને મારી ખાંભી કુંડલીયાળા ગામે કોટીલા દરબાર શ્રી લખુભાઈના ગઢમાં ઘોડાની ગમાણની અંદર ચણાયેલી છે તું મને બહાર કાઢ તું જઈશ એટલે હું તારી સાથેજ છુ આમ કહી દાદાનું સ્વપ્ન અંતર ધ્યાન થયું. સવાર પડતાજ દેવાયત ભાઈએ બધા ભાઈઓ ને ભેગા કરીને દાદાના સ્વપ્નની વાત કરી, બધા કુંડલીયાળા પહોચતાજ દાદાની કૃપા થી સીધા જ લાખુબાપુના ગઢમાં પહોચ્યા, લાખુબાપુએ આવકાર આપ્યા અને પૂછ્યું ક્યાંથી આવો છો..?  બાપુ કડીયાળી થી આવીએ છીએ અને દેવાયતભાઈ છે મારું નામ અને તમારા ઘોડાની ગમાણ માં અમારા દાદાની ખાંભી ચણાયેલી છે, આ સાંભળી બાપુએ દાદા અહી છે તેનું પ્રમાણ શું .? આમ પૂછતા દેવાતભાઈ ને દાદાનો પવન આવ્યો અને કહેવા લાગ્યા કે હે દરબાર કોરી ગાગર માં પાણી ભરી કોઈ કુવારીકા ને ગમાણ પર રેડે પછી તમેજ ગમાણ ખોદો જો ગમાણ માંથી આખી સિંદોરથી તરબોળ ખાંભી નીકળે તે મારી ખાંભી, દરબારે દાદાએ કીધું એમજ કરતાજ બોલ્યા તેજ પ્રમાણે થયું દરબારે દાદા ની જય બોલાવી. દરબાર કહે હે દાદા તમારે વચને બંધાયેલો છુ. દાદા તમે જે કહો તેમ કરવા તૈયાર છુ, દાદા એ કહ્યું જ્યાં મારી ખાંભી છે ત્યાજ મારું બેસણું, લાખુબાપુએ સૌ પ્રથમ નાયાદાદાની ખાંભી ઓટલો બનાવીને બેસાડ્યા.



ત્યાર પછી સમય જતા ભાદ્રોડ ના રહીશ બાલદાણીયા ખોડાભાઈ આણંદભાઈ એ પરિવાર ના ભાઈઓ ના સાથ સહકાર અને યોગદાનથી ઓટલા પર લાદી લગાવી અને ચારે બાજુ દીવાલ બનાવી લોખંડના દરવાજાની ગ્રીલ બનાવી,

અત્યારે નાયા દાદા હાજરા હાજુર છે લગ્ન થયેલા વરઘોડિયા દાદાને શરણે આશીર્વાદ લેવા આવે છે અને દાદા ના શરણે મીંઢોળ ઉતારી દાદા ના આશીર્વાદ લ્યે છે.

કોટિ વંદન  જય મુરલીધર જય માતાજી
To Top