દાસી જીવણ સાહેબ અને આપા ગીગાની મિત્રતા

દાસી જીવણ સાહેબ અને આપા ગીગાની મિત્રતા

Bipinladhava


દાસી જીવણ સાહેબ અને આપા ગીગાની મિત્રતા
 
દાસી જીવણ અને ગીગા બાપુની મિત્રતા આમતો પાળિયાદના રામદેવપીરના અવતાર સ્વરૂપ વિસામણ બાપુ.. આ બધા સંતો સમકાલીન હતા અને એક વચન નું રહસ્ય જાણતા હતા માટે પરસ્પર એવી પરમ મિત્રતા હતી કે આજે પણ એમને યાદ કરવાનું મન થાય છે...

સતાધાર જગ્યાના ગીગાબાપાએ જીવણ સાહેબ વિષયમા ધણુ સાંભળેલુ.તેમની ભક્તિ,તેમની કસોટીઓનો મહિમા ચારેય દિશામા ફેલાયેલો હતો.



આથી ગીગાબાપુને ઘોઘાવદર જઈ જીવણ સાહેબ સાથે સતસંગ કરવાનું મન થયું અને પૂજ્ય ગીગાબાપુ ખાસ સતાધારથી ઘોઘાવદર આવેલા ઘોઘાવદર તેમને ખુબ ગમ્યું. 

બે જ્ઞાનીઓ ભેગા થાયતો એક બીજાને કેવો અનેરો આનંદ આવે. આ સંતોના મેળાપથી વાતાવરણ શુધ્ધ બનીજાય સાથે તેમની શબ્દોની અમૃત ધારથી બીજા મુમુક્ષોને શબ્દ રસનું રસપાન કરવા મળે. ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ 
આ વખતે બંને સંતો ખુબ હેતે મળ્યા એક વાર ગીગાબાપુ એ જીવણ સાહેબને કહ્યું જીવણ એક વચન આપો. 

જીવણ સાહેબ કહેછે પ્રભુ મારા પાસે નારાયણના નામ સિવાય બીજું કઈજ નથી. ચતાય આપ માંગો ઈશ્વર લાજ રાખશે ગીગાબાપુ કહે છેકે આપ જયારે ધામમાં સિધાવો,અને ઘોઘાવદરમાં તમારી સમાધિ રચાય. અને તમારિ મૂર્તિ સ્થપાય ત્યારે હુપણ તમારી પડખે હોઉ. જીવણ સાહેબ કહેછે આતો મારા હાથની વાતનથી. ચતાય અખિલ બ્રહ્માંડનો માલિક લાજ રાખશે અને તમારી ઈચ્છા પૂરી કરશે. આમ બંને સંતોએ આનંદ કર્યો,સાથે રહ્યા અને બંને સંતો દુનયા થી વિદાય લીધી. હાલમાં જીવણ સાહેબની સમાધિ સ્થાને ધોધાવદરમાં સંત ગીગાબાપુની પણ મૂર્તિ છે. અને સતાધારમા તેમની ચરણ પાદુકા છે. આ જગ્યામાં જીવણ સાહેબની આરતી સાથે સાથે ગીગાબાપુની પણ આરતી થાય છે. 

સતાધારમા જેપણ મહંત તરીકે સ્થપાયતે સતગુરુ જીવણ સાહેબની સમાધીએ આવે છે ગીગાબાપુ અને જીવણ સાહેબની પવિત્ર સંતોની જગ્યાએ આવે છે.

 જીવણ સાહેબે પદમાં બોલ્યા.

“અવસર બોત ભલો આવ્યો,
તુને રચના દઈને રમાયોરે. 
કાં તે પુર્વની પ્રીતે પાયો.
સેવાને સમ્રણ બંદગી બહુ કીધી,
જીભ્યાયે રામ જપાયો,
તીરથ વ્રત દાન દીધા રે 
કાં તું નીર ગંગાજીમાં નાયો.
અવસર”

“મારા રામ  રસડાની વાતું,
સાધુ ભેદુુ વિના કે,ને રે કઈયે.
ભેદુ હોય તેને ભેદ જ દીસે,
ઈ તો અગમનિગમની વાતું લઈયે.
સાધુ ભેદ ના હોય તેને ભેદ જો દીસે 
ઈ તો સાથે લાજું ગુમઈયે. સાધુ....... 



બોલો ગીગાબાપુની જય હો...
જીવણ સાહેબ નો જય હોય.....
સંતોનો જય હોય...

To Top