કાઠી રાજગોર ના રાજવટ્ટઃ

કાઠી રાજગોર ના રાજવટ્ટઃ

Bipinladhava



કાઠી રાજગોર ના રાજવટ્ટઃ
                                                                                                                                                                                                                                    સાંગા દાદા ગોર
ભાવનગર રાજ ના અઢારસેં પાદરમાં જોગીદાસના બહારવટાનાં ઘોડાં ના ડાબલા તોપ જેવા વસમાં બની ને ગાજે છે,ખુમાણ જોગીદાસને જબ્બે કરવા ભાવેણા નુ તોપખાનુ બહારવટીયા નુ સગડ શોધતું રગડ રગડ ફર્યા કરે છે,પણ જંજાડ્ય નાગ જેવો જોગીદાસ કરંડિયે આવતા નથી.
જોગીદાસ ખુમાણ ના બહારવટા ના પડકાર સામે ભાવનગર રાજ્યે પણ સબળ સૈન્ય પ્રશાસન હોવા છતા  બહારવટીયા ને ઝેર કરવા ના મનસુબા સાથે સામ, દામ, દંડ,ભેદ ના ઉપચારો લગાડ્યા હતા.



   ચારણો ને કનડતા તેમના માલ ઢોર ને પુરી દેતા ભાવેણા ના  જમાદાર બચ્ચાને  હાદા ખુમાણ ઠાર કરી ચુક્યા હતા. 

તેમ આ વખતે વળી પ્રયાસ થયો ગીસત જોગીદાસ ને પકડી ના શકી તો કુંડલા ના ધણ નુ હરણ કર્યુ જેથી તેમને નબળા પુરવાર કરી શકે, સૈનીકો એ ગાયો ની લાવી ને પલાણીયા ડુંગર મા પુરી, આ ડુંગર ની રચના કુદરતી ગઢ જેવી છે, ડુંગર માં જવા માટે ફક્ત એક જ રસ્તો છે અને આજુબાજુ કોતરો છે,વચ્ચે મેદાન મા ગાયો ને રાખી રસ્તા આડે કાંટા ના ખણીયા નાખી દિધા,
 જોગીદાસ ખુમાણ અને સાથીદારો હવે વળતા હુમલા ની તૈયારી મા અને ગાયો ને છોડાવવા સાબદા થયા,
અને પલાણીયા ડુંગર જવા નો મારગ લીધો, એ વાટ મા ગામ ચરખા આવ્યા, ત્યા સાંગા ગોર કરી ને કાઠી રાજગોરે આવકાર્યા, આસન અને ભોજન ના આગ્રહ કર્યા, પણ જોગીદાસે પોતાનુ પ્રયોજન જણાવ્યુ અને કહ્યુ કે ગાયો ભુખ તરસ થી ભાંભરડા નાખતી હશે, ગાયો માટે વારે જાવુ પડે એમ છે એટલે હમણા રોકાવાય તેમ નથી, 

   ગાયો ના હરણ થયા ના સમાચાર સાંભળી સાંગા ગોર તીખા ધમેલ ત્રાંબા જેવા તપી ગયા, તેમણે આ કાર્યુ પોતે ઉપાડવા નિર્ણય કર્યો અને ખુમાણો ને મતિયાળા ના ડુંગરો મા જવા સમ દઇ રવાના કર્યા, અને જે નારયણ કરી પોતે હાલ ના ગામ વિજ્યાનગર પાસે ના પલાણીયા ડુંગર મા અચાનક ચડી આવી કાળો બોકાસો બોલાવી દિધો અને કંઇક સૈનીકો ને ઠાર કર્યા અને પોતે વિરોચીત મૃત્યુ ને ધારણ કર્યુ. આ સ્થળે તેમની દેરી આવેલી છે.
                                                                                                                                                                                                                                        

                                                                                                                                                                                                                                                               *સંકલનઃ*  *કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન*
*સાભારઃ* બારોટ મનસુખભાઇ
🔰 *જય કાઠીયાવાડ* 🔰  🚩🚩🚩
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
To Top