શુરવિર ભુપતસિંહ સોલંકી

શુરવિર ભુપતસિંહ સોલંકી

Bipinladhava

શુરવિર ભુપતસિંહ સોલંકી  
            
ચુવાળ ચોરાસી ગઢવાડા સાબરકાંઠા બનાસકાંઠા પંથકમાં એક કહેવત છે કે
"સારી સારી સુંઠ તો ભુપતસિંહ સોલંકી ની માઁ ખાઇ ગયી
  
આવો આ વિર ભુપતસિંહ સોલંકી  વિશે જાણીએ 

     દાદા હરપાળ દેવજીએ બહેન ફુલાંદેને કાપડામાં આપેલ ૫૦૦ ગામ પૈકીના ચુવાળ પ્રદેશ ગણાતા સોલંકીની ઠકરાતના ભંકોડા ગામના વિર ભુપતસિંહ સોલંકી ની આ વાત છે વિર રસ લેખકે  પણ ગુજરાતની રસધારમાં વિગતે વર્ણવેલ છે
    ભંકોડા ના ભડવીર ભુપતસિંહ સોલંકી ની નામના ચારે દિશામાં ફેલાયેલી હતી ઉચો પડછંડ દેહ વિરતા છલોછલ અને તેને મા ભદ્રકાળી હાજરાહજુર વાત કરતા યુધ્ધમાં દેવચકલી બની ભાલે બિરાજતાં તેમની ટેક હતી કે માઁ બાપ અને માઁ ભદ્રકાળી સિવાય કોઇ  સામે આ મસ્તક નહી નમાવુ. વિરોની ટેક જિવન કરતા વધુ કિમતી

     તે સમયે કડીમાં રાવ મલ્હારરાવનુ સામ્રાજ્ય હતુ    એક વખત કડીના રાજ ની કરચોરી કરી કડીનો વાણીયો ગાડા લઇ ભંકાડાના પાદરે નિકળ્યો સૈનીકોએ પકડી ભુપતસિહ જોડે લાવ્યા વાણીયે કહ્યુ આપનો કર લઇ લો કડી રાવને ચોરી કરી તમારી નહી કરુ.. પણ ભુપતસિંહે કરડાકીથી કહ્યુ જે રાજમાં રહો તેનુ અહિત ન કરાય હુ કરવા પણ ન દઉ તેમને કડીનો કર લઇ રાવને પહોચતો કર્યો વાણીયો હતો બુધ્ધીશાળી બદલાની ભાવના મનમાં રાખી ભુપતસિંહની જિવનની ટેક ની માહિતી મેળવી

     એકવાર કડીના રાવનો સૈનિક આ વાણીયાની દુકાને હટાણુ કરવા આવ્યો કહ્યુ રાવ માટે સારી સુંઠ આપો... લાગ જોઇ વાણીયે કહ્યુ ...
"સારી સારી સુંઠ તો ભુપતસિંહની માઁ ખાઇ ગયી " હવે શુ સારી આપુ
      સૈનિકે રાવને વાત પહોચાડી રાવે વાણીયાને બોલાવી આ કહેવાનુ કારણ પુછ્યુ વાણીયા એ કાન ભર્યા ને કહ્યુ નાનકડા બે ચાર ગામનોધણી કોઇની પણ સામે માથુ નહી નમાવાનુ અભિમાન રાખે છે આપને પણ નહી
     રાવ નો અહંકાર જાગ્યો આવો તે કોણ ભુપતસિંહ?  તેણે ભંકોડા કહેણ મોકલ્યુ કે કડીના રાવે ભુંપતસિહને મળવા બોલાવ્યા છે
ભુપતસિંહ ભમરીયાળો ભાલો હાથ ધરી માઁ ભદ્રકાળીને વંદન કરી મારતે ઘોડે કડી પહોચ્યા. રાવ એ કમરામાં બેઠા હતા જ્યાં લાકડાનુ બારણુ એવુ હતુ કે નમીને અંદર પ્રવેશવુ પડે



    જોતાજ રાવે માનભેર કહ્યુ આવો દરબાર ભીતર પધારો ભુપતસિંહ પ્રવેશ કરતા પહેલા બારણુ જોયુ વાતની સમજ આવી કેડમાંથી તલવાર કાઢી વિજવેગે પ્રહાર કર્યો રાવ આશ્ચર્ય પામ્યો બારણુ કપાવી મસ્તક જાય તેવો મારગ કરી સોલંકીવિર ૫૬ની છાતી ફુલાવતો ઉચુ મસ્તક સહિત અંદર પ્રવેશ્યો રાવને ઝાંખપ લાગી તે કહે આ કેવી હરકત કરી તમે મલ્હારરાવના દરબારમાં દરેકે ઝુકીને આવવુ પડે
ભુપતસિંહ કહે હુ આપનુ ખુબ સન્માન કરુ છુ પ્રજાપ્રિય રાજા છો આપ પણ મારી ટેક છેકોઇ સામે નહી નમવાની એટલે આ ટેક માટે કર્યુ 
"શુરવિરની ટેક તેના જિવન કરતા વહાલી હોય છે"

 રાવ સમસમી ગયો કહે તો પછી તૈયાર રહો રાવની દુશ્મની વહોરવા જોવુ છુ તમારી ટેકની રક્ષા કોણ કરે છે? ભુપતસિંહે હસીને રાવને રામરામ કરી જવાબ આપ્યો માઁ ભદ્રકાળી.🚩🚩
આટલા વેણ સાથે દેવચકલી આવી ભુપતના ભાલે બિરાજી...
રાવ બસ જોતો જ રહ્યો વિર ઘોડે ચડી ભંકોડા તરફ ઘુળની ડમરીઓ ઉડાડતા અદ્શ્ય બસ ઘોડાના ડાબલાનો અવાજ સંભળાતાં રહ્યા રાવ...

હવે યુધ્ધના મંડાણ થયા રાવનો ક્રોધ ભભુક્યો ભુપતસિંહને નમાવવા. ભંકોડા જાગીરની ચારે તરફ વિશાળ સેના તોપો  ગોઠવાઇ. ભુપતસિહે પરીવારને કટોસણ રજવાડામાં સલામત ખસેડ્યો હાર નક્કી હતી રાવની આખરી ચેતવણી મળી નમી જા ભુપત.. જિવતદાન આપી દઇશ તને નમાવાની મારી પણ ટેક છે... પણ જવાબમાં ભંકાડા પંથકના વિરો આજુબાજુના સોલંકી જાગીરના વિરોએ મળી કેશરીયા કર્યા યુધ્ધની શરુઆત કરી.. પણ વિશાળ સેના સામે માત્ર ૬૦૦ રાજપુતો ટકી ન શકતાં વિરતા પુર્વક ભુપતસિંહને નજીકના રજવાડા કટોસણ પહોચવુ પડ્યુ ત્યાં શુરવિર રાજવીની આણ ફરતી હતી

  રાવને માહિતી મળતા કટોસણ ફરતે સેના ગોઠવાયી કહેણ મોકલાયુ રાવના દુશ્મને સોપી દો નહિતર ખેદાનમેદાન કરીશુ ..ભુપતસિહના સગા વિર રાજપુતો નમવા માટે કે શરણાગતને સોપવા કેમ તૈયાર થાય જવાબ યુધ્ધમાં આપ્યો રાવને કટોસણ ની સેના પણ રાવની તોપોનો સામનો ન કરી શકી વિરતા પુર્વક લડ્યા રાજપુતો છેવટે  કટોસણના રાજવી ભુપતસિંહને લઇ ભુપતસિંહના સગા વિર વનવિરસિંહ ઝાલાના પરીવાર એવા ઝાલાવાડના ઝીઝુવાડા ગામે સહિસલામત પરીવાર સહિત પહોચાડ્યા ઝીઝુવાડા એક ઝાલાવાડ તાબાનુ સ્વતંત્ર રજવાડુ હતુ રણકાંઠે ચોતરફ મુસ્લિમ સ્ટેટ હોવાથી અને સોમનાથ પરના આક્રમણો સહુ પ્રથમ ત્યાં થતાં હોવાથી ત્યાંના શુરવિર ઝાલા રાજપુતો યુધ્ધથી ટેવાયેલા હતા લશ્કરી થાણુ અભેદ કિલ્લો ગમે તેવા આક્રમણ સહન કરી શકે એકવરસ સુધી લડી શકે તેવુ સિંહસર તળાવ ને સમર વાવ પાણીના સ્તોત હતા.
અનેક ઇતિહાસિક પુસ્તકોમાં આ નોધ છે....
રાવ હાથ મસળતો રહ્યો ઝીઝુવાડા કહેણ મોકલ્યુ મારા આરોપીને પાછો આપો નહીતર વેર નકામુ બંધાશે
      અનેક આક્રમણોનો બહાદુરીથી સામનો કરનાર ઝાલાવાડના ઝીઝુવાડાના વિર રાજવિનો સણસણતો જવાબ મળ્યો રાવને
ભુપતસિંહ અમારા સગા છે અને અમારે તમારી સાથે કોઇ લેવાદેવા નહી

ઝાલાવાડની શરણાગત ભાવનાથી તમે વાકેફ છો ઝાલાવાડ નુ આ સ્વતંત્ર રજવાડુ યુધ્ધ માટે સદા તૈયાર છે ગમે ત્યારે યુધ્ધ માટે રાવનુ સ્વાગત છે
અને એટલુ જ નહી કટોસણથી સેના હટાવી લો એમણે શરણાગત ધર્મ બજાવ્યો છેતેમનો અમને ગર્વ છે તમને પણ હોવોજોઇએ
ઝીઝુવાડા સામે યુધ્ધ કરતા ઝાલાવાડની વિશાળ સેનાના ભયથી યુધ્ધ યોગ્ય ન લાગતા 
    રાવે તરત કટોસણથી સેના હટાવી લીધી ભંકોડા કબજેકર્યુ ગિરાસ પડાવી લિધો આ બાજુ ભુપતસિંહે ગિરાસ માટે બહારવટે ચડ્યા.



ઇતિહાસ નોધ કરેલ છે કે ભડવીર ભુપતસિંહના બહારવટાએ રાવની ઊઘ ઉડાડી દિધી. રાવના સૈનીકોને મસળી નાખી ધોળે દિ ગામાે ભાંગવા માંડ્યા..
ભુપતસિંહના નામની હાઁક વાગવા લાગી ચારે કોર એકવાર ગામ ભાગવા જતાં રસ્તામાં રાવના સેનિકો કોઇ ઘોડેસ્વાર નો પીછો કરતા જોયા તે ઘોડેશ્વાર પર વાર કરે તે પહેલા જ ભુપતે ભાલો ચલાવી દુશ્મનને ભોયમાં ગાળી દીધો બીજા ડરથી ભાગી ગયા
ઘોડેશ્વાર પોતે કાલરીના દરબાર ટીકાજી સોલંકી હતા જેમનો ઘોડો રાવે માંગણી કરતા ના પાડતા નાની ફોજ ટીકાજીની પાછળ પડી હતી બહુ જગ્યાએ ઘુમ્યા પણ રાવ સામે દુશ્મની માંડી આશરો ક્યાંય મળ્યો નહતો આ ટાકાજી ખુબ શુરવીર હતા ભુપતસિહે ટીકાજી ને પોતાના મીત્ર બનાવી પોતાની નાની ફોજમાં જવાબદારી આપી બહારવટુ બમણા વેગે હવે ચાલવા માંડ્યુ રાવના સૈનીકો પણ ભુપતસિંહના ડરથી હવે ધ્રુજવા લાગેલા

         આવા સમયે જ રાવ માટે હવે નવી મુશ્કેલી શરુ થઇ અંગ્રેજ ફોજે તેના બે દુશ્મનો કડીમાં છુપાવ્યા હોવાથી વિશાળ સેના બબાજી તોપો અને ખાન ને લઇ સાથે કેપ્ટન વિલિયમ્સે  કડીના રાવ પર ચડાઇ કરી સામસામે તોપ મંડાળી રાવને હાર નિશ્ચીત લાગી પરીવારની ચિંતા થવા લાગી. પણ કોઇ મદદ કરી શકે તેમ નહોતુ અંગ્રેજ સેના સામે.. આઁખ બંધ ભગવાનને અને તેના ગઢમાં બેસેલ મેલડી માતાને પરીવારની રક્ષા માટે વિનંતી કરી..
ત્યાં જ દુશ્મન બહારવટીયો ભડવિર ભુપતસિંહ યાદ આવ્યો તુરંત ધોડેશ્વાર ઝીઝુવાડા સંદેશો પહોચાડ્યો ભુપતસિંહ પુત્રજન્મની ખુશી મનાવતા હતા રાવના સમાચાર મળતાં જ ભાલો ધરી મારતે ઘોડે કડી તરફ...  
  કડીનો રાવ વિમાસણમાં કે વિશ્વાસ છે મને પણ ભુપતઆવશે કે કેમ? કપરા  સમયમાં એક દુશ્મન મદદ કરે ખરો? ત્યાં જ છુપા મારગે ભુપતસિંહ કડી પ્રવેશી રાવ સમક્ષ હાજર થયા ને કહ્યુ માફ કરશો રાવ માથુ નમાવી નહી શક્યો પણ તમારા માટે માથુ આપી શકુ હો...
રાવ વેર ભુલી હરખથી ભેટી પડ્યા.. બે વિરો મળતા ભુપતસિંહનો ડર દુર થતાં રાવ કડીની સેનાના ઉત્સાહમાં વધારો થયો

     ભુપતસિંહે રાવના પરીવારની રક્ષાનુ વચન આપી ઝીઝુવાડા પહોચાડ્યા રાજમાં પહોચાડી  ફરી તુરંન્ત પોતાના પાંચસો રાજપુતો સાથે બહારથી અચાનક હુમલો કરી ભાલા ના જોરે
યુધ્ધમાં ધૂળની ડમરીઓ વચ્ચે જઇ ભુપતસિંહે કેપ્ટન વિલિયમ્સને ઉપાડી લીધો ને મહેલમાં પહોચાડી દીધો.. પોતાના કેપ્ટનને ઉપાડી ગયેલ સાઁભળી કર્નલ વોકર સ્તબ્ધ થઇ ગયો. અને સુલેહ માટે કહેણ મોકલ્યુ રાવને રાવે તેના બે દુશ્મનોને છોડી દિધા ને સુલેહ થતાં યુધ્ધ ટળી ગયુ.

  અંગેજ સેના એ સુલેહ કરવો પડ્યા કડી રા નો દબદબો કાયમ રહ્યો તેનો જશ રાવે વીર ભુપતસિહને આપતાં કહ્યુ કે આપનો ભંકાડાનો ગિરાસ માનભેર પાછો છોપુ છુ મિત્ર બનાવી ખરેખર હે વિર ભુપત
 સારી સારી સુંઠ તો ભુપતસિંહની માઁ જ ખાઇ ગઇ
🏇🏇🚩🚩💪🚩
ભુપત પલાણે ઘોડલા બિરાજે ભદ્રકાળી ભાલે
રાજપુત ટેક ની રક્ષા કાજે જિવવુ સાચુ જાણે



🚩🚩🚩🚩🏇💪
----અનિરુધ્ધસિંહ ઝીઝુવાડા 
 
સંદર્ભ- કડી મલ્હારરાવ વુતાંત 
જમીન જાગીરનો ભોમીયો 
ભંકોડાની વહી બારોટ ચોપડે
ગુજરાતની રસધાર..

કર્નલ વોકર. કેપ્ટન વિલિયમ્સની નોધ.
બીજા અનેક વિર રસ પુસ્તકો
-- ભંકોડા ગામનો ઇતિહાસ લોકકથા

- ઝીઝુવાડા ઝાલાવંશનો ઇતિહાસ ભાગ ૧-2
નોધ- ભંકોડાના આ વિર ભુપતસિંહ સોલંકી વીશે બહુ ઓછુ લખાયુ છે કેમ કે તે ફક્ત પોતાના ગામ ગિરાસ ને ટેક માટે બહારવટે ચડ્યા હતા કડી અને ભંકોડાનો જ અણબનાવ હતો કોઇ પ્રજાને રંજાડી ન હતી પણ આજે પણ આ પંથકના ગામોમાં એક અમર કહાની બની રહી છે તે ગામમાં આજ પણ ભદ્રકાળી માતા બિરાજે છે ચૈત્ર નવરાત્રી ધામધુમથી ઉજવાય છે..તેમના પરીવાર રહ્યો નહી પણ તેમના ભાઇઓના વંશજો સોલંકી રાજપુતો આજ પણ આ ગામમાં સન્માનભેર જીવી ગિરાસ ભોગવતા રહ્યા છે
To Top