ભડવીર મેર હાથીયો મોઢવાડીયો !

ભડવીર મેર હાથીયો મોઢવાડીયો !

Bipinladhava


ભડવીર મેર હાથીયો મોઢવાડીયો !

મોઢવાડું ગામ, ને એમાં બાવા'વાવની આથમણે મેર હાથીયાનાં ગરાસની જમીન, એક દિવસ મેર હાથીયો પોતાનાં ખેતરમાં સાતીમ હાંકતો હતો અને એવામાં જુનાગઢ નવાબના સૈનિકોને ગરાસ ઉઘરાવવા મોઢવાડા ગામ તરફ ચાલ્યા આવતા જુએ છે.

દુરથી ચાલ્યા આવતાં તલવારધારી અસવારોને જોઈ મેર હાથીયાને શંકા જાગી કે આ લશ્કર મોઢવાડા તરફ આટલી ઉતાવળે કેમ આવે છે ? મેર હાથીયો દોડીને મોઢવાડા તરફ આવતા અસવારોનો રસ્તો રોકી પુછે છે કે તમે કોણ છો અને શા માટે આટલી ઉતાવળે મોઢવાડા જઈ રહ્યા છો ?  

સૈનિકોના સેનાપતિએ કહ્યું કે અમે જુનાગઢ નવાબના સૈનિકો છીએ અને ગામો લૂંટવા નિકળ્યા છીએ... પણ સૌથી પહેલાં તારું મોઢવાડું લૂંટશુ એમ સેનાપતિએ હાથીયા સાથે મજાક કરેલ.



સેનાપતીએ કરેલી મજાકને સાચી માની "હાથીયો બોલ્યો કે અગર તમે જો મોઢવાડું લૂંટો તો.. તો.. મારી જનેતાનું ધાવણ લાજે", એટલું કહી હાથીયાએ દોટ દીધી અને પોતાના ખેતરમા વડના ઝાડ નીચે મૂકેલી સમશેર હાથમાં લઈ લશ્કર પર તૂટી પડ્યો. 

જોતજોતામાં હાથીયે લશ્કર પર કાળો કેર વર્તાવ્યો, પણ કોઈ દગાખોર સૈનિક હાથીયા પર પાછળથી ઘા કરતા તેનું મસ્તક ધડથી નોખું પડી જમીન પર પડ્યું..,, જ્યાંરે દોઢ ગાવ સુધી હાથીયાનું ધડ લશ્કર સાથે ધીંગાણે ચડી ૨૧ સૌનિકોના ઢીમ ઢાળ્યા, અંતે કોઇ સિપાહી હાથીયાના ધડને અભડાવી તેને શાંત કર્યુ. હાથીયા મોઢવાડીયાનું ધડ જે જગ્યાએ પડ્યું તે જગ્યા આજે હાથીયાણી ગામ તરીકે ઓળખાય છે..!!



" નવાબી નેજા તણા આવીને ઓઘા કીયા "
" મોઢા રાખી લાજ આજ ખરેખર હાથીયા " 

સાભાર: કરશનભાઇ દેવશીભાઈ ઓડેદરા

સૌરાષ્ટ્ર ની રસધાર
To Top