વિહા આપા ડેર

વિહા આપા ડેર

Bipinladhava

વિહા આપા ડેર  

જ્યાં ગોહિલોએ ચિતલ છોડ્યુ ત્યાં જ ભાવનગરના વિફરેલ ૨૦૦ જેટલા આરબોએ ચિતલની બેન-દિકરીઓની આબરુ લુંટી, 

ધોળે દિ’ ચિતલની બજારૂને લુંટતા જાય છે ને જ્યા જુઓ ત્યા સ્ત્રીઓનો કલ્પાંતના દેકારા અને આરબોના રિડીયા રમણ થાય છે.
    
આ બાજુ વિહો ઘણા દા’ડાથી બહાર ગામ ગયો હતો. પોતે રોઝી ઘોડી ઉપર સવાર છે. કાખમા તલવાર છે.અને દુરથી એને જોતા કોઈ બીજો સુરજ વયો આવતો હોય એવુ મોઢા પર તેજ છે. એણે એની જનમભોમકા ચિતલ ઉપર મિટ માંડી તો એને દેકારા, કલ્પાંત,શોર સંભળાણા…

    વિહાએ ખેડુતને પુછ્યુ કે આ બધુ છે શુ? મારુ પંખીના માળા જેવુ ચિતલ આજ ઉજ્જડ કેમ છે? ત્યારે રાંપ હાકતા ખેડુએ બળદ ઉભા રાખીને માંડીને વાત કરી…

આ વાત સાંભળતા એક બાજુ ચિતલની હારનુ દુ:ખ થાય છે તો બિજી બાજુ આરબોએ કરેલ કાળા કરમોથી શરીરના એકે એક રૂંવાડા કંપી ગયા અને પોતાના મિત્ર કુંપાવાળા ની ગેરહાજરી મા વિહો ચેતલ નો બદલો લેવા નિકળી પડ્યા.

વિહાએ ખેડુને પુછ્યુ કે આરબનુ લશ્કર કઈ બાજુ ગયુ? પણ ખેડુએ કઈ જવાબ ન દિધો. 

વિહાએ કહ્યુ કે મારે ને મોતને છેટૂં પડી જાશે… ત્યારે ખેડુએ કહ્યુ કે, ભાઈ ઉતાવળો ન થા, એ ૨૦૦ ની બેરક છે ને તુ એક જ. વળી તારી પાસે તો ઢાલ ય નથી…’    
 વિહાએ ખેડુ પાસેથી રાંપ લિધી ને કહ્યુ કે,’ ભાઈ  જે રાપડી ચિતલની ધરા ખેડી શકે એ રાપ ઢાલથી ઓછી નથી!’ ત્યારે મને-કમને એણે જ્યા આરબોના ઉતારા હતા ત્યાનો કેડો પકડાવ્યો….

      વિહાએ આરબોનો પિછો કર્યો. આરબોની પાસે જઈને યુદ્ધનુ આમંત્રણ આપ્યુ. પણ ઉલટાના આરબો એની મશ્કરી કરવા લાગ્યા… ત્યારે વિહાએ એને કહ્યુ કે, 

   ‘ બાકર બચ્ચા લાખ, લાખેય બિચારા..

    સાવજ બચ્ચો એક, એકે હજારા…’     આરબે એને પાછા વળવા કહ્યુ, પણ મા ભોમની રક્ષા કરવા આવેલ વિહો એમ શાનો પાછો જાય? અંતે બસો આરબોએ એકલવીર વિહા ડેર ઉપર હુમલો કર્યો. વિહો પર તલવાર અને રાંપથી દુશ્મનોના માથા વાઢતો જાય છે…

અચાનક એક આરબે વિહાના માથે ઘા કર્યો. વિહાનુ માથુ પડ્યુ, પણ…

      ‘એવુ માથુ પડ્યુને ધડ લડ્યુ રે લોલ..

       એણે વાળી દિધા દુશ્મનોના દાટ જો..

       વિહળ રોકાણો ગળીના તાંતણે રે લોલ..

      વિહાનુ માથુ પડ્યુ, તલવાર પડી પણ વિહાનુ ધડ રાપ લઈને આરબોને જમપુરીએ વળાવે છે. વળી રાંપ પણ કાળી નાગણ સમાન બની છે…

       ચિતલથી 8 કિ.મી જેટલુ વિહાનુ ધડ માથા વગર ચાલ્યુ. અને ભિલાને સિમાડે આરબે ચામડા રંગવાની અપવિત્ર કુંડની અંદર ગળીનો તાંતણો બોળીને વિહાના ધણ ઉપર ફેક્યો. વિહાનો પવિત્ર દેહ અભડાણો.( જો પવિત્ર પુરૂષના દેહને તાંતણો અડવાથી આભડછેટ લાગતી હોય તો અપવિત્ર માંસ મદિરા ખાર કેટલો અપવિત્ર હશે!!!!)

     આમ વિર વિહા ડેરે ગામની, ગામની બેન-દિકરીની રક્ષા કરવા બલીદાન આપ્યુ…જે જ્યાએ એમનુ મસ્તક પડ્યુ ત્યા અને જ્યા તેમનુ ધડ પડ્યુ ત્યા એમની ખાંભી આજ પણ એની વીરગતિ ની સાક્ષી પુરે છે..



  આજે પણ ચિતલની બેન દિકરી વિહાનો રાહડો ગાય છે..

     રોવે નર ને રોવે નારીયુ રે લોલ..

      અને રોઈ ઉઠી છે ચિતલ તણી ભોમ જો..

     વિહળ રોકાણો ગળીના તાતણે રે લોલ

 

     માથુ પડ્યુ ને ધડ લડીયુ રે લોલ 

     જેણે વાળી દિધો દુશ્મનોનો દાટ જો..

     વિહળ રોકાણો…
     ધરમના ધિંગાણે ઈ તો ચડીયો રે લોલ

     જેને જોઈ ધ્રુજી ગ્યો ભાવેણાનો ભુપ જો..

      વિહળ રોકાણો ગળીના તાંતણે રે લોલ..
     ગળીના તાતણે આહીરડો પડ્યો રે લોલ

     એનો જગમા ગવાશે ઈતીહાસ જો

     વિહળ રોકાણો ગળીના તાતણે રે લોલ…



આમ આઈ વિજબાઈ અને દાદા ધારેશ્વરના આશીર્વાદથી વિહો નવખંડમા ના રાખી ગયા 

જય મુરલીધર જય માતાજી
To Top