રંગ છે હાદા ખુમાણને

રંગ છે હાદા ખુમાણને

Bipinladhava

રંગ છે હાદા ખુમાણને 

બાબરા તાલુકાનુ ઘુઘરાળા ગામ પંચાળ વિસ્તાર ગણાય 
તેમાં જેઠાભાઈ દેહાભાઈ જેબલિયા કરીને કાઠી જ્ઞાતિના એક ગૃહસ્થ વસે ઘરનો અને વ્યક્તિનો બન્નેનો મોભો સારો તે જેઠાભાઈ જેબલિયા ના જમાઇ હાદો ખુમાણ ઘરજમાઇ તરીકે રહેતા આ હાદો ખુમાણ એ સાવર કુંડલા પાસેની આંબરડીના જોગીદાસ ખુમાણના બાપ જે જોગીદાસે પોતાના ગરાસના ગામો ભાવનગર દરબાર વજેસિંહજીએ આંચકી લેતાં તે ગરાસ પાછો મેળવવા બહારવટું ખેડયુ પરંતુ સાવજ જેવાં બળુકા આદમીએ પુરો સંયમ જાળવી ખાનદાની ની ટોચ કાઢી સામે વજેસિંહે સર્વસપંન્ન હોવાં છતાં પુરો આદર કર્યો એવા પવિત્ર તેમજ મન વિચાર અને કર્મથી શ્રેષ્ઠતાને શરમાવે તેવો બહારવટીયો જેની નાડી ધોઇને પાણી પાયતો પ્રસુતિની પિંડ છુટે એવો જોગીદાસ ખુમાણનો બાપ હાદો ખુમાણ જેની શુરવીરતા મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર મા બિરદાવી છે તેની સ્મૃતિ રૂપ ખાંભીની વિશેષતા જણાવી આવશ્કય છે......

 એમાં બનેલું એવું કે વજેસિંહ ને જોગીદાસનો ગરાસ ગળી જવાનો પ્રસંગ બન્યો અને રજુઆતો નિષ્ફળ નીવડી બહારવટાનો એક અને આખરી વિકલ્પ સ્વીકારવામાં આવ્યો ત્યારે હાદા ખુમાણની ઉમર આશરે  ૧૧૨ વર્ષની આસપાસ જોગીદાસ ના આઇ અગાઉ દેવલોક પામેલાં તેનાં કાઠી ડાયરાએ વિચાર કર્યો બહારવટે ચડ્યા પછી હાદા ખુમાણની સલામતી માટે તેની વ્યવસ્થા ગોઠવવી વિચારના અંતે એમ નક્કી થયું તેમનું નવું ઘર કરાવી ઘરજમાઇ તરીકે ત્યાં રહેવાની ગોઠવણ કરવી ટુંકમાં જેઠાભાઈ જેબલિયા ના ત્યાં જમાઇ થયાં વુદ્ધવસથા એ હાદા ખુમાણનુ ઘર બંધાતા જોગીદાસ નિશ્ચિત બન્યા હાદા ખુમાણ ઘુઘરાળામા બેસી પ્રભુ ભજન આદર્યુ  

જ્યારે જોગીદાસે તેનાં બહારવટામાં તરખાટ મંચાવ્યો ત્યારે વજેસિંહે તેનું નાક દબાવવા તેનાં પિતાશ્રીને પકડી લાવવા તેનાં માણસોને દોડાવ્યા સૈનિકોએ તપાસ આદરી આબરડી પર છાપો માર્યો તેમને ખ્યાલ આવ્યો હાદા ખુમાણ આબરડી નહીં પણ ઘુઘરાળા મા છે સૈનિકોએ મો ફેરવ્યું ઘુઘરાળા આવ્યા રાજના સમચાર આપ્યાં ભાવનગર નો હુકમ થયો છે તમારે ભાવનગર આવવાનું છે  લેવા આવ્યા છીએ તૈયાર થાઓ મહેમાન ભુપતભાઈ ગઢવીની હાજરીમાં  હાદા ખુમાણને કળતા વાર ન લાગી જોગીદાસ ને મજબુર કરવાનો રાજનો પ્રયત્ન હતો. પરંતુ જોગીદાસે જે વ્યવસ્થા કરી હતી તેમાં કંઈ ફેરફાર કરવાની ઇચ્છા ન થઇ.ભાવનગર મહારાજાએ તેડવા મોકલ્યા તે સારું કર્યું પણ મારે ભાવનગર આવવાની ઇચ્છા નથીં જોગીદાસની વિરુદ્ધ મારાથી એક ડગલું ન ચલાય. સૈનિકોએ કહ્યું તમને લઇને પાછા ભાવનગર આવવાનું કહ્યું છે તમારે આવવું જ પડશે ત્યાં સુધી અમે જવાના નથીં. 


સાંભળતા જ હાદા ખુમાણના સફેદ પુણી જેવાં નેણ ફરકવા માંડયા ભુજાઓ કંપવા લાગી ને શિથિલ ગાત્રોમા ચેતન સળવળ્યુ તેણે સૈનિકોને કહ્યું હું તમારાં મહારાજની રૈયત નથી જોગીદાસ ખુમાણનો બાપ છું તમે મારી ઈચ્છા વિરૂદ્ધ મને જીવતો ભાવનગર નહીં લઇ જઇ શકો તમારામા ત્રેવડ હોય તો સંગ્રામ કરો મને મારીને મારું શબ ભાવનગર લઇ જજો  અને શમશેરો ખેંચાઈ.સૈનિકો હાદા ખુમાણને લઇ જવા ઈચ્છતા હતાં પરંતુ હવે મુકાબલો થયો છે જીતીને લઇ જવા કટીબધ્ધ બન્યા ઘુઘરાળા મા સંગ્રામ ની વાત વાયુ વેગે ફેલાણી 

ઘરેઘરમાથી ખાંચા ગલીઓમાથી ખેતર વાડીએથી બાકડબંધ જુવાનો હાથમાં આવ્યું હથિયાર લઇ કુદી પડ્યા મરો અને મારો નું મોજું ફરી વળ્યું પરંતુ હાદા ખુમાણે દરેક ને શાંતીથી કહ્યું મહેરબાની કરીને તમારે કોઈએ સંગ્રામ કરવાનો નથી આબરડી ના ગરાસની વાત છે તેનો હિસાબ મહારાજ અને જોગીદાસ સમજી લેશે તમારે જોખમ ઉઠાવવાનુ નથીં આ સૈનિકોની મારે કે દિની રાહ હતીં તેનો મુકાબલો હું એકલો કરીશ પરંતુ જુવાનોએ  તેમની વાતને અવગણીને એક ટોળું સઘર્ષ કરવા તૈયાર થયુ બન્ને જુથો સામસામે આવી ગયા ગામનાં પાદરમાં આવેલાં ખેતરમાં ધીંગણુ થયું .આખરે સાધન સમ્પન્ન સૈનિકોએ બધાંને મહાત કર્યા સૌથી વધુ કમનશીબી ઘટના એ બની કે આપો હાદો ખુમાણ આ ધીંગાણા મા કામ આવ્યાં 



પોતાના સ્વાર્થમાં અંધ સૈનિકો હાદા ખુમાણનુ માથું લઇ ભાવનગર તરફ પ્રયાણ કર્યું  ભાવનગર પહોંચી મહારાજની તહેનાતમાં કપડામાં ઢાકેલુ માથું મુકીને  મહારાજ અમે મનગમતી ભેટ લાવ્યાં છીએ કપડું ઉંચુ કરતાં મહારાજ તરત ઓળખી ગયાં હાદો ખુમાણ તે આંખો મીંચી ગયાં.

તમને મહારાજે કહ્યું તમને ખબર નથી હાદો ખુમાણ એકલાં જોગીદાસનો નહીં મારો પણ બાપ હતો અક્ષમ્ય ગુન્હો બાપનો મારતલ દિકરો બન્યો જગત કાલે શુ કેહશે અને મહારાજ આંખો બંધ કરી ગયા રાજદરબાર મા શોક જાહેર થયો હાદા ખુમાણની કાણ દરબારગઢમા મંડાણી બારમાં ના દિવસે સરવણું નક્કી થયું  જોગીદાસ ને તેડું મોકલ્યું બાપના બારમામાં હાજર રહેજો બારમાના દિવસે વજેસિંહ મુંછો મુંડાવીને જોગીદાસની હાજરીમાં હાદા ખુમાણનુ  સરવણું કર્યુ. ઘુઘરાળામા સૈનિકો સાથે જ્યાં ધીંગાણું થયું હતું હાદા ખુમાણનો દેહ પડેલો ત્યાં હાદા ખુમાણનો પાળીયો મોજુદ છે. 

જ્યાં સુધી સ્મૃતિચિહ્ન જળવાઈ રહે છે ત્યાં સુધી તેની યાદ જીવંત રેહશે. ધીંગાણા ના દિવસે હાદા ખુમાણના ઘરે જે ભુપતભાઈ ગઢવી મહેમાન હતાં તે પણ ધીંગાણા મા કામ આવેલા તેમનો પાળીયો પણ હાદા ખુમાણના પાળીયા પાસે મોજુદ છે..


વળી દર માસની દરેક બીજના દિવસે લોકો આ પાળીયાને કસુંબો પાવા આવે છે કસુંબો પાળીયા પર રેડવાથી પાળીયામા ઉતરી જાય છે પ્રકિયા હાલમાં પણ ચાલું છે


To Top