આહિર રામ ડાંગરે પોતાના માથાંનું દાન કર્યું
કૃષ્ણ ભગવાનના પ્રપૌત્ર વ્રજનાભના વંશજોના માથાનુ દાન દેનાર ડાંગર ગોત્રના આહીર ક્ષત્રિય રામબાપુ ડાંગર ઉમરાળી તા.જી .રાજકોટ. ઇસ. 1879નો ઇતિહાસ છે.
શિરોહી રાજસ્થાનના રાજા કેસરીસીહ અને તેના દસોન્દી ચારણકવિ સુરજમલ ચોપાટ રમતા હોય છે.ચારણકવિ સૌરાષ્ટ્રના આહીર ક્ષત્રિયોમા દાતારી શુરવીરતા અને ભકિતના નામે પાસા ફેન્કે છે.
તેથિ ચારણકવિના પાસા પોબારા પડે છે.તેથી રાજા સાથે વડછડ થાયછે.અને રાજા સૌરાષ્ટ્રમાથી માથાનુ દાન આપનાર આહીરને શોધી લાવવા ચારણ કવિને કહેછે અને પોતાના વિસ્વાસુ માણસ સાથે સુરજમલને સૌરાષ્ટ્રમા મોકલે છે.કયાય માથાનો દાન દેનાર મલતો નથી.ફરતા ફરતા ઉમરાલી ગામ આવે છે.રામબાપુ ડાગરની ડેલીએ.રામબાપુ ડાયરો કરીને બેઠા છે.
ચારણ કવિ પોતાની ઓલખાણ આપે છે.અને આહીર ક્ષત્રિયોની બિરદાવલી ગાય છે.જમવાનો સમય થતા રામ બાપુ ચારણ કવિને જમવા માટે કહે છે.ચારણ કવિ કહે મને વચન આપો તો જમુ.રામબાપુ કવિને માગવાનુ કહે છે.ચારણકવિ શિરોહીના રાડા સાથે થયેલી વાત કહે છે અને રામબાપુનુ માથુ માન્ગે છે.
રામબાપુ સ્વામીનારાયણ ના ભકત હતા તેથી પોતાનુ અંગ વિચ્છેદ ન કરી શકે એટલે ચારણ કવિને માથુ ઉતરવા રાજી કરે છે ધર્મસંકટ ટિરવા.નકકી કરેલા દિવસે રામબાપુ સગા સંબંધી અને આજુબાજુના આગેવાનો અને રાજકોટના રાજા મહેરામણજી ને બોલાવે છે.ડેલીમા ડાયરો જામે છે.ચારણ કવિ માથુ ઉતરવા તલવાર ઉગામે છે રામબાપુ માથુ ધરે છે.પરંતુ ચારણકવિ તલવારથી રામબાપુની પાધડી ઉતારે છે.
માથુ ઉતારતા નથી કારણ કે શિરોહીના રાજાએ માથાનુ દાન દેનાર વ્યકિતનુ માથુ ઉતારવાની ચારણ સાથે મોકલેલ પોતાના વિસ્વાસુ માણસને ના પાડી હતી.પછી ચારણ અને શિરોહીના રાજાનો વિસ્વાસુ માણસ શિરોહી જાય છે અને આ ધટનાક્રમ રાજાને કહે છે.રાજા રામબાપુને બિરદાવે છે.અને ચારણ સાથે ચોપાટ રમતા રમતા પાસા નાખીને કહે છે કે સૌરાષ્ટ્રના આહીર ક્ષત્રિયોમા જો શુરવીરતા.દાતારી હોય તો પડ પોબારા.પાસા પોબારા પડે છે.નીચે રાજભા ગઢવીનો આ પ્રસંગનો વીડીયો અને રામબાપુ ડાગરના પૌત્ર કાનાબાપુ ડાગરનો ફોટો છેજે ઇતિહાસના બહુ જ મોટા જાણકાર છે..
જય યદુવંશી નંદવંશી કૃષ્ણવંશી આહીર ક્ષત્રિયો.