#વીર_આહીર_માંડણઆતા_ડોલર*
#વીર_આહીર_અરજણઆતા_ડોલર*
#વીર_આહીર_કુંભાઆતા_મોર*
#વીર_આહીર_ધનાઆતા_કાતરીયા*
#વીર_આહીર_ઉકાઆતા_વાણીયા*
આ વાત ૧૭મી સદી ની શરૂઆત ની છે.
આશરે ચારસો વર્ષ પહેલાં અમરેલી જીલ્લા ના ધારી તાલુકા ના ચલાળા પાસે કોઈ જ્ઞાતિ ની જાન વરરાજા ને પરણાવી ને પરત જઈ રહી હતી.
તે જાન માં જાનૈયાઓ માં અમુક આહીરો હતા
તો કોઈ કુંભાર હતા તો કોઈ કાઠી(દરબાર) હતા અને કોઈ વેપારી વાણીયા(વણિક) સમાજ ના લોકો પણ હતા.
આ જાન ચલાળા પાસે ધારી રોડ ઉપર પહોંચી.જ્યાં
આ જગ્યા થી નજીક આજ થી લગભગ ચારસો વર્ષ પહેલાં જુના રાજકોટ ગામ હતુ.અત્યારે આ ગામ ત્યા રહ્યું નથી.એટલે આ જગ્યા જુના રાજકોટ ના ટીમ્બા તરીકે પણ ઓળખાય છે.અહીંયા જાન પહોચતા બારવટીયાઓ નુ એક જુથ પણ ત્યાં પહોંચી ગયું અને આ બારવટીયાઓ એ આ જાન લુટવા નો પ્રયાસ કર્યો તેથી મોટુ ધીંગાણુ થયુ અને આ જાન બચાવવા માટે જાન માં આવેલા કુંભાર,વણીક (વાણીયા),કાઠીઓ તેમજ કેટલાય આહીરો પણ લડ્યા. બારવટીયાઓ સામે લડતા આહીરો માં વીર માંડણઆતા ડોલર, વીર અરજણઆતા ડોલર, વીર કુંભાઆતા મોર, વીર ધનાઆતા કાતરીયા તથા વીર ઉકાઆતા વાણીયા(આહીર) વીરગતિ પામ્યા અને તેમની સાથે એક કુંભાર,એક વેપારી વાણીયા(વણિક) અને અમુક કાઠી સમાજ ના લોકો પણ વિરગતિ પામ્યા હતા.તથા એક અન્ય આહીર પણ વિરગતિ પામ્યા હતા. પણ તે આહીર ના નામ અને અટક ની વિગત જાણવા મળેલ નથી.
આ આહીરો માં વીર માંડણઆતા ડોલર, વીર ઉકાઆતા વાણીયા(આહીર) તથા વીર ધનાઆતા કાતરીયા ત્યા જ લડતા લડતા વિરગતિ પામ્યા. તેમાં વીર ધનાઆતા કાતરીયા નુ માથું કપાઈ જતા તેનુ ધડ લડતા બારવટીયાઓ ની પાછળ પડ્યુ. તે ધડ લગભગ બે અઢી કિ.મી. જેટલું બારવટીયાઓ ની પાછળ ગયુ ત્યાં કોઈ સ્ત્રીએ તે ધડ ઉપર ગળી નો દોરો નાખ્યો પછી તે ધડ શાંત પડ્યુ અને ત્યાં પડી ગયુ.જ્યાં વીર ધનાઆતા નુ માથુ કપાયુ હતુ તે જગ્યા અત્યારે એક પટેલ ના ખેતર માં છે ત્યાં વીર ધનાઆતા કાતરીયા ના મસ્તક ની ખાંભી છે અને તેમના ધડ ની ખાંભી પણ ત્યાં (ચલાળા થી ધારી રોડ ઉપર આવેલી છે.) અને હાલમાં તેઓ (ધનાઆતા) આહીર રાંદલીયા કાતરીયા પરિવાર માં સુરાપુરા તરીકે પુજાય છે. અને તેમની સાથે વીર માંડણઆતા ડોલર ની ખાંભી તથા વીર ઉકાઆતા વાણીયા (આહીર) ની ખાંભી અને આહીર વીર કુંભાઆતા મોર ની ખાંભી(ધડ ની ખાંભી) પણ છે.
જે ચલાળા થી ધારી રોડ બાજુ આવેલી છે.
વીર કુંભાઆતા મોર અમુક બારવટીયા સાથે લડતા સાવરકુંડલા પાસે ના પિયાવા ગામ સુધી ગયા અને ત્યાં તેમનુ ધીંગાણુ થયુ અને ધીંગાણુ ચાલુ હતુ ત્યારે કોઈ બ્રાહ્મણ ત્યાં થી નીકળ્યા અને તે બ્રાહ્મણ આહીર કુંભાઆતા મોર ને બચાવવા માટે તે બારવટીયાઓ ની વચ્ચે ગયા તથા તે બ્રાહ્મણ ને પણ આ બારવટીયાઓ સાથે ધીંગાણુ થયુ.આ ધીંગાણા માં વીર કુંભાઆતા મોર નુ પણ માથુ કપાઈ ગયુ અને તે લડતા લડતા વિરગતિ પામ્યા અને સાથે તે બ્રાહ્મણવીર પણ આહીર વીર કુંભાઆતા ને બચાવવા જતા વિરગતિ પામ્યા. આજે સાવરકુંડલા પાસે ના પિયાવા ગામ ના એક પટેલ ના ખેતર માં આ ભુદેવ બ્રાહ્મણવીર ની ખાંભી તથા તેની બાજુ માં વીર કુંભાઆતા મોર ના મસ્તક ની ખાંભી છે.પણ વીર કુંભાઆતા મોર ના ધડ ની ખાંભી ની સ્થાપના ચલાળા પાસે ધારી રોડ બાજુ કરેલી છે.
તેવી જ રીતે બારવટીયાઓ સામે લડતા આહીર વીર અરજણઆતા ડોલર ચલાળા પાસે ના પરબડી ગામ સુધી પહોંચી ગયા હતા અને વીર અરજણઆતા ડોલર ને ધીંગાણુ ચાલુ હતુ ત્યારે કોઈ બારવટીયાએ પાછળ થી તલવાર નો ઘા કરી ને વીર અરજણઆતા ડોલર નુ માથુ કાપી નાખ્યું અને તેમનુ ધડ તે બારવટીયા ની પાછળ પડ્યુ.
તે ધડ પણ થોડી વાર લડી ને શાંત થઈ ગયુ.આજે વીર અરજણઆતા ડોલર ની મસ્તક ની ખાંભી અને તેમના ધડ ની ખાંભી પણ ચલાળા પાસે ના પરબડી ગામે આવેલી છે.
આજે આ બધા શુરવીરો તેમના પરિવારો માં સુરાપુરા થઈ ને પુજાય છે.
*જય હો આહીર શુરવીરો ની*