*વીર ક્ષત્રિય આહીર પરોપકારી યોદધા સેંધાઆપા મહીડા*
*તથા જીણાઆપા મહીડા*
આશરે ચારસો વર્ષ(૧૭મી સદી) પહેલા ની આ વાત છે
ઘોઘાબારા પંથક ના દરિયા કિનારે આવેલ ગામ ખદડપર ની ધીંગીધરા છે.જ્યાં મહીડા શાખાના આયર(આહીર) શુરવીર સેંઘાઆપા અને તેના ભાઈ જીણાઆપા નો પરિવાર ત્યા વસવાટ કરતો હતો.તે સમયે બારવટીયાઓ ના પાળ ગામમાં ગામ લુટવા કે ગૌધણ લુટવા આવતા. તે વખતે આવુ બારવટીયાઓ નુ એક પાળ આ ગામ લુટવા માટે આ ખદડપર ગામ ને સીમાડે આવેલું.આવા સમાસાર ગામમાં મળતા ગામના માણસો માં રિડિયા રમણ થાવા મડી કે ભાગો ગામમાં પાળ આવ્યું છે. તે વખતે બરોબર આહીર સેંઘાઆપા અને તેના ભાઈ જીણાંઆપા ને ખબર પડી .ત્યાં તો ગામમાં બુંગિયો ઢોલ વાગવા મડીયો.
તે સાંભળતા તો આ બન્ને આયર(આહીર) શુરવીરો ના રુવાડા અવળા થવા મડિયા અને પોતાના હથિયારો ધારણ કરી ઘોડાની માથે અસવાર થઈ ભેટ વાળીને નિકળિયા.
ત્યારે ત્યાં ગઢ કહેવાય છે. કે તે ગઢમાં જગદમ્બા માં ખોડીયાર ની સ્થાપના છે. તે વખતે કોઈ ગેબી અવાજ થયો એમ કહેવાય છે. કે માં ખોડીયાર આયરોને ચેતાવે છે. કે યુવાનો ધીરા રહો ઉતાવળા થાવ મા પાળ અહીંયા નહિ આવે. આવો માં કારો થયો. પણ તે વખતે આયર યુવાનો સાંભળતા નથી અને મરદાનગીના આવેશ મા આવીને બારવટીયાઓ ના પાળની સામે ગયા. અને ત્યાંજ ધીંગાણું જામી ગયું વીર રસ ની મૂર્તિ એવા આહીર સેંઘાઆપા અને જીણાઆપા તલવારના જાટકે કઈક દુશ્મનોના માથા વઢવા લાગ્યા.
અને આ લુટારાઓ ના પાળ ની લોથું પડવા મડી અને પાળ ભાગવા લાગ્યુ. પણ તોય આ આયરો પાછા વળતા નથી. અને ખદડપર ગામથી પાંચ કિલોમીટર આગળ કુકડ ગામના સીમાડા સુધી લડતા લડતા ગયા છે. અને પોતાના દેહ માથે પણ ઘણા ઘા પડયા છે. લોહી પ્રનાળી વસુટે છે. આંતરડાની વરમાળા થઈ ગઈ છે. પણ પોતાના છેલ્લા શ્વાસ સુધી આ બંને આહીર વીરો લડયા અને ગામની ઓતરાદી દિશા નદીને કાંઠે આહીર શુરવીર જીણાઆપા મહીડા વિરગતિ પામ્યા. તેની ખાંભી હાલમાં ત્યાં હૈયાત છે. અને પછી આહીર સેંઘાઆપા મહીડા પણ વિરગતિ પામ્યા. તેની ખાંભી કોઠાવાળી વાડી કહેવાય છે. ત્યાં તેની ખાંભી હૈયાત છે. અને ત્યાં આજપણ નદીના કાંઠે પચાસેક પાળિયાઓ ઉભા છે.આવા વીર પુરુષો જે ખદડપર ગામની ધરામાં થયા છે. ધન્ય છે.
મહીડા આયરોને તેની વીરતા ને જેના પાળિયા આજ પણ પૂંજાય છે. અને આખા મહીડા શાખાના વણાર આયરોનું જે ગૌરવ છે અને સદાય રહેશે. તેની કીર્તિ વણાંર આહીર સમાજના ઇતિહાસ ને પાને લખાણી છે.
ધન્ય છે આવા આયરો(આહીરો) ની મરદાનગી ને.
......જય મોરલીધર