આહીર_કચરા_હુદા_નાથાણી_બહારવટીયા_રતનાલ

આહીર_કચરા_હુદા_નાથાણી_બહારવટીયા_રતનાલ

Bipinladhava
આહીર_કચરા_હુદા_નાથાણી_બહારવટીયા_રતનાલ

રાજાશાહી ના સમય માં જમીન અંગે ઝગડા થતા હતા , તેવા સમયે રતનાલ પર ગામ ના મુખ્ય વ્યક્તિ મછોયા આહિર હતા , એ સમય ની વાત છે ,

કચરા ભાઈ ની જમીન પર તેમણે ગેરકાયદેસર કબજો કર્યો હતો , એના માટે કચરા ભાઈ એ એમની પાસે ગયા, તો એમણે કહ્યું કે તારી જમીન ના કાગળિયા લઇ ને આવજે , 

કચરા બાપા જમીન ના કાગળિયા લઇ ને ગયા અને સરપંચે એ કાગળ ફાડી ને કીધું કે થાય એ ઉખેડી લેજે .

ત્યારે તલવાર લઇ કચરા બાપા બહારવટે નીકળી ગયા , બીજી સવારે સરપંચ વહેલી સવારે સુતા હતા , બેનો છાસ- માખણ નું કામ કરતી હતી , તે વખતે કચરા બાપા એ સરપંચ ની બાજુ માં સુતેલા એના નાના છોકરા ને બીજા ખાટલા પર સુવડ્યો અને જગાડ્યા અને એક જાટકે માથું ધડ થી અલગ કરી નાખ્યો ,

ત્યાર બાદ જ્યાં પણ મછોયા આહીરો ના ગાડા દેખાય એને લૂંટી લેતા ,

એ સમય માં આહીરાણીઓ ખૂબ ઘરેણાં પહેરતી ,

એક વખત એક ગાડું આવતા જોયું ને ગાડા થી 60 ફૂટ જેટલું અંતર કચરા હૂદા ને હતું , ત્યાં ગાડા હાંકનાર ભાગ્યો , ભાગવા માટે ગાડા પર થી કૂદવા ગયો ત્યાં પગ માં લાગ્યું , ને લોહીલુહાણ પગ લઇ ને ગામ માં ભાગ્યો ને બીજા લોકો ને કીધું કે જલ્દી હાલો નહિ તો કચરા હુદા બાઇયું ને લૂંટી લેશે , અહીં ઘટના એવી બની કે બધી બેનું ન કચરા હુદા એ  કીધું કે "ઘરેણાં ઉતારી નાખો બધા નહીં તો તલવાર સગી નહિ થાય " 

એમાં સાથે એક નાની છોકરી હતી એના થી ઘરેણાં ઉતારતા ન હતા તો એને કીધું બાપા તમેં જ ઉતારી લો ,

ત્યારે કચરા હુદા એ કીધું તું મારી દીકરી જેવી છો , ઘરેણાં તું જ રાખ .

ત્યાર બાદ બહારવટિયો ડુંગર માં નીકળી ગયા ,

રાજાશાહી પોલીસ દ્વારા તેમના ભયાતું પર દબાણ વધારી ને હાજર થવા જણાવ્યું નહિ તો ભયાતું ને જેલ માં પુરવા કહ્યું , ભયાતુંઓ એ સમાચાર કચરા બાપા ને આપ્યા , 

બહારવટિયા એ કહ્યું મારા સગા ને તકલીફ ન પડે એના માટે હું હાજર થઈ જઈશ ,

તેઓ હાજર થયા પછી હાથકડી પહેરાવવા માં આવી , એ હાથકડી ને એક ઝાટકે તોડી નાખી , પણ ત્યાં થી ભાગ્યા નહિ ,



એમને ફાંસી આપવામાં આવી એના પહેલા ગામલોકો ને હાજર કર્યા , મછોયા આહીર ના લોકો કચરા હુદા ના મોત પર દૂધ પીવું નું વિચાર કરી ત્યાં દૂધ લઈ આવ્યા હતા , 

પ્રથળીયા આહીરો થી એમની મોત ન જોવાતા ત્યાં થી જતા રહ્યા , પણ મછોયા આહીર ત્યાં રોકાઈ ને મેંણા મારતા હતા , ત્યારે કચરા હુદા એ ફાંસીએ લટકતા લટકતા લાત મારી ને બધું દૂધ ઢોળી નાખ્યું ,

આજે પણ કચરા હુદા ની દેરી રતનાલ ગામ માં આવેલ છે , નાના બાળકો માં અટુટિયો નામની બીમારી દૂર કરવા એમની માનતા કરવા માં આવે છે, કોઈ પણ વરણ હોય કચરા દાદા એમની બીમારી દૂર કરે છે ,

વિચારવા જેવી વાત એ છે કે એક બહારવટિયા ની માનતાયુ કરવા માં આવતી હોય તો એમનું જીવન કેવું પવિત્ર હશે , 
હું પોતે રબારી સમાજના દંપતી ને એમના છોકરા ની માનતા પુરી કરવા ત્યાં તેડી ગયેલ ,

સમાજ ગમે તે હોય પણ શૂરવીરતા , અને ક્ષમાપણુ તો લોહી માં જ હોય છે , દાદા ઇચ્છત તો સરપંચ સાથે એના છોકરા ને પણ મારી શકત પણ વેર તો સરપંચ સાથે હતું .

નોંધ : મારો આશય માત્ર વાત સહુ સુધી પહોંચાડવા નું છે , નહિ કે આહીર ભાઈઓ માં ખોટી રીતે વેર ઝેર પહોંચાડવા નું નહિ .

હરિ આહીર ની વોલ પરથી
ગામ: રતનાલ , તા. અંજાર (કચ્છ)

જય મુરલીધર
To Top