આહીર જસા બાપા ચાડ
યદુવંશી આહીર
ઈ. સ. 1760 ની આસપાસ નો સમય .
એક રાજપૂત બેનો નો સમુહ , મેકણદાદા નાં દર્શન કરવા માટે ધ્રંગ ગામે જતો હતો , રસ્તા મા હાલ નું ભુજ તાલુકા નું નાડાપા ગામ આવ્યુ ,
નાડાપા ગામ મા આહીરો ની વસ્તી હતી , એમા જશા ચાડ નામે મર્દ આહીર. ભક્તિ થી પણ રંગાઈ ગયેલ જીવ .
રાજપુતાણીઓ નો સમૂહ નાડાપા ની સિમ માથી નીકળ્યો ત્યારે જશો ચાડ ખેતર મા હળ હકતા હતાં , સાથે તલવાર પણ હતી . એક હાથ મા માળા નો બેરખૉ હતો .
ખેતી કામ સાથે તલવાર જોઇ કોઈ બાઈએ મશ્કરી કરી કે ' આયર ને તલવાર ક્યાં અને ક્યારે વપરાય એની ખબર નથી લાગતી'
ત્યારે જશાએ કીધું ' બેન આ તલવાર મે એમજ નથી રાખી , મનેય ખબર છે કે તલવાર ક્યાં અને ક્યારે વપરાય , પણ હવે તલવાર નું કામ પડવા નું છે એટ્લે એને રેઢી નથી રાખતો '
રાજપૂત બાઈ : ' ભગત અમે સમજ્યા નહીં '
જશો : ' બેન કચ્છ ની ધરતી પર હવે યુદ્ધ થવાનો છે અને એ યુદ્ધ નાનો નથી , સ્ત્રી ની લાજ , ધરતી નું ખમીર , અને કચ્છ નાં લોકો ની પરીક્ષા થાશે ,
અને ત્યારે આ તલવાર થી જ કામ લેવું પડશે ,
બેન મારુ માથું પડશે અને ધડ લડશે , ત્યારે મારા શરીર પર ગળી નો સ્પર્શ કરાવી મારા દેહ ને શાંત કરજો . '
આ યુદ્ધ એટ્લે લખપત તાલુકા મા આવેલ ઝારા ડુંગર પર ખેલાયેલ ઝારા નું યુદ્ધ ,જેમાં જતા પહેલા જશા ચાડે માથું ઉતારી ને ખાલી ધડ થી આખું યુદ્ધ માથે લીધુ ,
આ યુદ્ધ સિંધ નાં બાદશાહ ગુલામશા કલોરા અને કચ્છ નાં મહારાવ ગોડજી બીજા તથા વીંજાઁણ ના સરસેનાપતિ ઠાકોર લાખોજી ની આગેવાની હેઠળ ખેલાયો હતો .
એ વખતે કચ્છ ની જેટલી પણ લડાયક કોમો હતી એને મહારાવ દ્રારા યુદ્ધ મા આમંત્રણ આપ્યું હતુ .
જેમા આહીરો એ પણ ભાગ લીધો હતો ,
જશા આહીર દ્રારા યુદ્ધ મા ખૂબ સહાયતા કચ્છ ને મળી પણ અંતે એમનો દેહ પડ્યો.