આજ નાવલી નદીમાં સ્નાન કરી ને હાદા બાપુ બહાર આવી ને પોતાના બેવ દીકરા જોગીદાસ તથા ભાણ અને પોતાના સાગરીત કાઠી ડાયરા ને કહ્યું કે
આજ ભાવનગર બાપુ વજેસિંહ ના દીકરા ને એરૂ આભડીયુ એટલે દેવલોક પામ્યા છે તેથી હુ બાપુ ના માઢા લગણ થાતો આવુ
જ્યારે આ શબ્દો હાદા બાપુ બોલ્યા એટલે જોગીદાસે કહ્યું કે બાપુ તમારે બદલે હુ જાઉ અને જોગીદાસ ખુમાણ ઘોડા પર સવાર થઈ ને ભાવનગર જવા ઉપડ્યા
ગામોગામથી વજેસિંહ બાપુ ના મોઢા લગણ થવા માટે કાઠીઓ આવતા હતા અને તે વખતે રીવાજ હતો કે જે લોકો ખરખરો કરવા આવે તે માથે ફાળીયુ ઓઢી ને ઝાપે થી લોકી કરતા કરતા જાય
એમા કાઠી ડાયરા ભેગા જોગીદાસ ખુમાણ પણ માથે ફાળયુ ઓઢી ને જવા લાગ્યા
વજેસિંહ બાપુ દીકરા ના વીયોગમા સુનમુન બેઠા હતા બાપુ ને એવો ઘા લાગ્યો હતો કે ત્રણ દિવસ થી અન્ન નો એક દાણો પણ નોતો લીધો હતો
આમ બધા લોકી કરતા દરબાર ગઢ માં દાખલ થયા જોગીદાસ ની લોકી સાંભળી ને બાપુ ના કાન ચમક્યા કે આતો જોગો એટલે તરત જ ઊચો હાથ કરીને બોલ્યા બસ જોગા બસ બાપ જે થવાનું હતું તે થઇ ગયુ બાપ છાનો રે
જોગીદાસ નુ નામ સાંભળતા સૈનિકો નો હાથ તલવાર પર ગયો અને રીડીયો પડી પકડો પકડો આતો બહારવટિયો જોગીદાસ ખુમાણ
વજેસિંહ બાપુ એ સાદ દીધો કે ખબરદાર જો કોઈ એ પણ હથીયાર ઉપાડીયુ તો.
આજ જોગીદાસ બહારવટે નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવીયો અને વજેસિંહ બાપુ ને જોગીદાસ ભેટીયા અને
બાપુ ને દીકરા ના વીયોગ મા ત્રણ દિવસ ના ઉપવાસ હતા પણ આજ જોગીદાસ ખુમાણ ની હારે બેસીને શીરામણ કરીયુ અને
સાંજ ને સમય જોગીદાસ ખુમાણ બાપુ ની રજા લઈ ને જ્યારે ભાવનગર ની બજારમાં થી નીકળ્યા ત્યારે આખુ ભાવનગર જોવા ઉમટ્યું
જાણે આકાશમાં થી સુરજ ધરતી પર આવ્યાં હોય એવું લાગ્યું જાણે લખમણ જતી નો અવતાર
સોરઠી બહારવટિયા
લેખક ઝવેરચંદ મેઘાણી