ભદ્રા સૂર્યની દીકરી સાચી વાત છે. પરંતુ ભદ્રા નો વાસ 3 જગ્યાએ હોય છે. સ્વર્ગમાં, ભૂમિ ઉપર, અને પાતાળમાં ભદ્રા સ્વર્ગમાં હોય તો સુખ દાયિની
ભૂમિ ઉપર હોય તો 3 ભાગ ખરાબ પરંતુ પાછળ નાં બે ભાગ થી શુભ
પાતાળમાં હોય તો ધન દાયીની
ભદ્રા પાતાળ માં હોય તો ધન દાયીની છે.
19/8/2024 સોમવારે તારીખે ચંદ્ર મકર રાશિ માં હોવાથી રક્ષા બંધન નાં દિવસે ભદ્રા પાતાળમાં છે. જે ધન દાયિની છે. (પ્રમાણ મુહુર્ત ચિંતામણી) બધાજ શુભ કાર્યમાં ભદ્રા નડતી નથી. મુહુર્ત ચિંતામણી, મુહુર્ત ભાસ્કર જેવા કોઈ પણ ગ્રંથ માં લખ્યું નથી કે ભદ્રા મુહુર્ત માં રાખડી બંધાય નહી.
અને વાલ્મિકી રામાયણ કે તુલસિકૃત રામાયણ માં ક્યાંય ભદ્રાનો રાવણ ની બહેને રાખડી બાંધી હોય એનો ઉલ્લેખ હોય તો ફોટો પાડી મૂકશો લોકોની વાતને વાયરા નાં આપો.
ભદ્રા રાખડી બાંધવામાં નડતીજ નથી. 5 વરસથી સોશિયલ મીડિયાનાં માધ્યમ થી આપડાજ ધર્મના તહેવારો નું મહત્વ ઘટે તે માટે વિધર્મી લોકો દ્વારા આવા ટૂચકા કાઢવામાં આવે છે અને આપડે સાચું શું છે. તે જાણવા વિના વિદ્વત્તા બતાવા માટે કોપી પેસ્ટ કરીને ફેલાવો કરીએ છીએ.
રાખડી અખો દિવસ બાંધી શકાય છે. રાખડી બાંધવાનું કોઈ મુહુર્ત હોતું નથી.