વરૂડી માતા અને રા'નવઘણ
સિંધનો રાજા હમીર સુમરો ખૂબ લંપટ હતો. રા'નવઘણની બેન જાહલને તેણે સિંધમાં નજર કેદ કર્યા છે. બેન જાહલ ધર્મપરાયણ અને પતિવ્રતા નારી છે. માઁ ખોડલ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે. છ મહિનાનું શિયળ વ્રત છે તેમ કહી હમીર સુમરાને છ મહિના સુધી અટકાવી રાખ્યો છે. ગુપ્ત સંદેશો પોતાના ભાઈ રા'નવઘણને પોતાને બચાવવા માટે લખી મોકલે છે.
જાહલ ચીઠ્ઠી મોકલે,
વાંચે નવઘણ વીર;
સિંધમાં રોકી સૂમરે,
હલવા ન દે હમીર
બેન જાહલનો સંદેશો મળતા જ તે સૈન્ય લઈ સિંધ તરફ રવાના થાય છે.
નવ લાખ ઘોડે ચડયો નવઘણ
સુમરા ધડ સલ્લડે
સર સાત ખળભળ, i
શેષ સળવળ
ચાર ચકધર ચળવળે
જ્યારે કચ્છમાં પોતાના સૈન્ય સાથે પ્રવેશે છે ત્યારે રસ્તામાં એક ચારણ નાની બાળકીના સ્વરૂપમાં તેને ઉભો રાખે છે અને પરિચય આપે છે
"નવલાખ લોબડીયાળુનાં તમે રખેવાળ અને હું ચારણ,
પધારો મારાં વીરા, આમ મારાં નેસડેથી ભૂખ્યું થોડું જવાય"
રા' માતાજીનો ઇશારો સમજે છે તેને ભાન થાય છે કે સાક્ષાત આઈ વરૂડી એટલે હિંગળાજ માતા મને માર્ગ બતાવવા આવ્યા છે બધા જ જીવ માઁને નેસડે શિરામણ કરી ધન્યતા અનુભવે છે
આઈ રા' નવઘણને સીધા રસ્તે જવાનો આદેશ આપે છે. જેથી રા' મંઝિલ સુધી જલ્દી પહોંચે. પરંતુ રા' નવઘણ મૂંઝાય છે કચ્છમાં સીધા રસ્તે જઈએ તો દરિયાદેવ આવે છે. પછી કેવી રીતે આગળ વધાશે?
રા' ની મૂંઝવણ જોઈ માઁ વરૂડી આગળનો માર્ગ પ્રશસ્ત કરે છે
માઁ વરૂડી રા'ને કહે છે કે સીધે રસ્તે જજે અને જ્યાં દેવચકલી તારા ભાલા ઉપર બેસે ત્યાંથી તું આગળ વધજે પરંતુ રા' ની મૂંઝવણ પાછી વધે છે અને કહે છે કે માઁ આગળ સીધા રસ્તે જતા દરિયાદેવ આવે છે અને તેને પાર થતાં સિંધમાં પઠ્ઠા પીર ભમરાના સ્વરૂપમાં ફરે છે અને તે સિંધમાં પ્રવેશનાર ઉપર હુમલા કરે છે. આજ લગી કોઈ ત્યાંથી આગળ નથી વધી શક્યું. તેનો ભેદ કેવી રીતે ઉકેલુ તે બાબતે હું મૂંઝવણમાં છું મારી મૂંઝવણ દૂર કરો આઈ માઁ 🙏
વરૂડી માઁ આ મુશ્કેલી દૂર કરવા રા'નવઘણને પીઠળ માતા જેઓ પોતાની નવ બહેનો સાથે જ્યાં નિવાસ કરતાં હોય છે ત્યાં તેમની પાસે જવાનું કહે છે.
રા' કહે છે કે હું નવ બહેનોમાંથી માઁ ને કેવી રીતે ઓળખીશ?
માતાજી જવાબ આપે છે કે
કે ઇ હાથ કછોડો , સર ઘડો , (અન )
જેની ઉપર આંબા ની દાળ ,
એ....આજી કાઠે ગંગ વહતી
માઁ પીઠળ પાણીની હાર
નવધણ ત્યાથી આજી કાઠે પહોંચે છે જેમ આઈ વરવડી યે કહેલુ એજ દ્રશ્ય દેખાતુ હાથ કછોડો (હાથમા ઓઢણુ.કામળો.) સર ધડો અને એ પણ વેત એક અધ્ધર અને એની ઉપર આંબાની ડાળ છાયો કરતાં ચાલતાં આવે છે
આ દ્રશ્ય જોઈ નવધણ આઈ પીઠળ ને ચરણે પડી જાય છે અને આખી વાત કરે છે
તેમના આશીર્વાદ લે છે અને ધન્યતા અનુભવે છે.
માઁ તેમને આશીર્વાદ સ્વરૂપે ભાલો અને ધાબળો આપે છે
"નવ લખાય લોબડિયાળુ ભેળિયું,
માડીયુ મઢડે રાસ રમે
ઓઢી કાળી કામળીયુ, લાલ ધાબળીયું,
ફૂલ છાબડિયું શેર કરે"
પીઠડ માઁના આશીર્વાદ લઇ વરૂડી માતાએ બતાવેલ માર્ગ ઉપર આગળ વધતા સામે દરિયાદેવ દેખાવા લાગ્યા પણ આગળ કેમ વધવું રા' મુજવણમાં છે અંતઃકરણ થી માઁ વરૂડીને યાદ કરે છે, પ્રાર્થના કરે છે હે માઁ મને માર્ગ બતાવ જેથી બેન જાહલ સુધી વહેલો પહોંચી શકું.
રણ એકદમ સુમસામ છે દૂર દૂર સુધી કોઈ જનાવર કે પક્ષી ક્યાંય દેખાતું નથી તેવામાં અચાનક રા' ની પ્રાર્થના સાંભળી વરૂડી માઁ દેવ ચકલી સ્વરૂપે પ્રગટ થાય છે અને રા' ના ભાલા ઉપર બેસી આગળ નો માર્ગ પ્રશસ્ત કરે છે.
રા'ને માઁ ની અનુકંપાથી દરિયાદેવ માર્ગ આપે છે.
રા' પોતાના સૈન્યને લઈ સિંધમાં પ્રવેશે છે સિંધમાં પ્રવેશતા જ પઠ્ઠાપીર નો ભેટો થાય છે. પીઠળ માતા ના કહ્યા મુજબ પઠ્ઠાપીર સામેથી તલવારની ભેટ લંપટ મલેચ્છ એવાં હમીર સુમરાનો વધ કરવાં રા' નવઘણને ભેટ આપે છે અને વિજય થાઓ તેવી શુભેચ્છાઓ આપે છે.
સાંજ પડી. તારા ઊગવા લાગ્યા. આખો નેસ નજીવા નગર જેવો સૂમસામ બન્યો. આહીરોએ માન્યું કે આજ રાતે આપણો જણેજણ ખપી જશે. તે જ વખતે ઉત્તર અને દક્ષિણ બેય બાજુના સીમાડા ઉપર આભ અને ધરતી એકાકાર બની રહ્યાં હતાં. દુર દુર ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી. ડમરીઓ ઢૂંકડી આવી. ઘોડાના ડાબલા બોલ્યા. ધરતી થરથરી.મશાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિયાણીનાં શિયળ લૂંટનારો સુમરો આવે છે,
ને સામી દિશામાંથી બહેનને દેવાનું કપડું ફરુકી ઊઠ્યું.
સૂમરાને નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા.
આવી પહોંચ્યો..!
આવી પહોંચ્યો..!
ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો.
નવઘણ ઘોડાં ફેરવે,
(એને) ભાલે વરૂડી આઈ....
માર બાણું લાખ સંધવો,
(મને) વીસરે વાહણ ભાઈ.....
[એને ભાલે આઈ વરૂડી કાળીદેવ્ય બનીને બેઠી છે. એ જ મારો ભાઈ.! શાબાશ વીરા..! આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ, એટલે મને મારો સગો ભાઈ વાહણ વિસારે પડી જાય.]
રા' નવઘણે સુમરો મારીયો....
ને સુખના વાયા સમીર....
આગળ વધી સિંધના લંપટ હમીર સુમરાનો વધ કરે છે. પોતાની બેન જાહલને મુક્ત કરાવી જુનાગઢ પરત ફરે છે.