સરસ છે" "અવશ્ય વાંચશો"

સરસ છે" "અવશ્ય વાંચશો"

Bipinladhava
"સરસ છે" 👌🏻 🙏🏻                            
"અવશ્ય વાંચશો"

એક મોટા ગામમાં એક ગરીબ વાણિયાનું ઘર હતું, વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર  હતો એ ગામમાં એક સાધુ આવ્યા, તે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવી ને બેઠા. ગામના લોકોને જાણ થઈ કે, આપણા ગામનની બહાર એક મહાન સાધું આવ્યા છે. ગામવાળા તે સાધુંના દર્શન તથા સાધુમહારાજનાં પ્રવચન સાભંળવા આવવા લાગ્યા, મહારાજની વાણીથી લોકોમાં આંનદ થયો સવાર સાંજ ભીડ થવા લાગી. પેલા ગરીબ વાણિયાને થયું હું પણ તે સાધુનાં દર્શન માટે જાઉં.
તે ગયો મહારાજ ને નમન કરી દુર જઈ બેઠો. સમય થતાં ગામજનો સહું સૌ પોતપોતાના ઘેર ગયા પરંતુ વાણિયો બેસી રહ્યો. બપોરની વેળા થઇ મહારાજની નજર દુર બેઠેલા વાણિયા ઉપર પડી તેમણે ઇશારો કરી પાસે બોલાવ્યો. વાણિયો નજીક આવી નમન કરી હાથ જોડી ને બેઠો. સાધું બોલ્યા ભાઇ સૌ ઘેર ગયા તમે કેમ બેસી રહ્યા છો.
વાણિયો બોલ્યો મહારાજ મારા જીવનમાં દુઃખ, દુઃખ ને દુઃખ છે, સુખ કોને કહેવાય તે મને ખબર નથી. ઘેર કોઈ કામનાં હોવાથી બેઠો છું. મહારાજને દયા આવી તેમણે પોતાના તપના બળે સમાધિ ચઢાવીને વાણિયાનું દુ:ખ જોયું. સમાધિમાંથી ઉતરીને મહારાજ બોલ્યા, બેટા, ખરેખર તારા જીવનમાં દુ:ખ છે, પરંતુ બેટા હું તને મારા તપના બળે તારા જીવનમાં પાંચ વરસ સુખનાં આપવા માંગુ છું. બોલ તારે અત્યારે  સુખ લેવુ છે કે ઘડપણમાં. વાણિયો બોલ્યો મહારાજ જો આપ દયા કરતા હોય તો પાંચ વરસ સુખ અત્યારે જ આપો, કારણ દુ:ખ તો મે બહુ વેઠયું, હવે સુખ આપો. પાછળ તો દુ:ખ વેઠી લઇશ. સાધુ બોલ્યા જા આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ. આ સાંભળી વાણિયાની હોશ વધી. ઘેર આવી વધીઘટી ઘર વખરી બજારમાં વેચી તે પૈસાથી સામાન લઇ બજારમાં વેપાર કરવા બેઠો. થોડી વારમાં લાવેલ સામાન વેચાઇ ગયો. તે પૈસાથી બીજો સામાન લાવ્યો તે પણ વેચાઇ ગયો. આમ કરતા કરતા તેનો ધંધો જામી ગયો ટુંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી. તેનો ધંધો અને શાખ વધવા લાગી. નવું ઘર બનાવ્યુ, લગ્ન કર્યા. એક રાત્રે વાણિયાએ વિચાર કર્યો મહારાજનાં આશીર્વાદથી મારા જીવનમાં દુ:ખ જેવુ રહ્યું નથી. સવારે પેઢી ઉપર બેસતાની સાથે  પોતાના મુનીમને જણાવ્યું કે આપણા ગામમાં ગૌશાળા, ચબુતરો, પરબ, ઢોરોને પાણી પીવા માટે હવાડો, અને ધર્મશાળા બંધાવો, તેમજ આજુબાજુનાં ગામડાઓમાં પણ આ કાર્યો ચાલું કરાવો. તેમજ આજુબાજુના ગામડાઓમાં અન્નક્ષેત્ર ચાલું કર્યા. આમ વાણિયાએ ધર્મકાર્ય ચાલું કરી દીધા. વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય ખુટવાનાં નથી.
સમય ચાલ્યો જાય છે, વાણિયાનાં ઘેર દિકરાનો જન્મ થાય છે. આમ સુખમાં પાંચ વરસ પુરા થવા આવે છે. એટલામા ત્યાં ફરતા ફરતા પાંચ વરસ પહેલા આવેલ સાધુ ફરી થી એ ગામમાં આવ્યા. લોકોને આ જાણ થવાથી તે સાધુના દર્શને આવવા લાગ્યા. આ વાત જાણતા વાણિયો પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો. આવી મહારાજના ચરણોમાં માથુ નમાવી પગે લાગ્યો, મહારાજે વાણિયાને ઓળખયો, બોલ્યા કેમ ભાઈ મજામાં ને?
વાણિયો બોલ્યો આપની કૃપાથી કોઇ ખોટ નથી અને હવે સુખનાં મારા પાંચ વરસ પુરા થવા આવ્યા છે, આપની કૃપાથી મે જીવનનાં બધા સુખ ભોગવ્યા છે, હવે દુ:ખ આવે તેની મને ચિંતા નથી. સાધુ બોલ્યા તમારી વાત સાચી છે હવે તમારા જીવનમાં દુ:ખની શરૂઆત થશે આટલું બોલી મહારાજ શાંત થઇ વિચાર કરવા લાગ્યા કે આ વાણિયા એ પાંચ વર્ષ શું કર્યું લાવ સમાધિમાં જોઇ લઉં. આમ વિચારી સમાધિ ચડાવી જોઈ લીધું. ત્યાં વાણિયો બોલ્યો ભગવંત હવે હું દુ:ખ વેઠવા તૈયાર છું, મહારાજ બોલ્યા અરે ગાંડાભાઈ તે આ પાંચ વરસોમાં એટલા બધા પુણ્યકાર્યો કર્યા છે કે આ જીવનમાં તો દુ:ખ નહીં આવે પણ તારી સાત પેઢીમાં પણ દુ:ખ નહીં આવે તારા સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યુ છે.
           "જીવન સાર"
'તેરા જીવન સે હૈ
કર્મો સે નાતા,
તુ હી અપના ભાગ્યવિધાતા.

(કરેલા કર્મો ની જીત થાય છે કર્મો સારા હશે તો પેઢીઑ તરી જાશે ).
To Top