શૂરવિર શ્રી તેજાજી દાદા અને રાજાજી દાદા ભોળાદ ભાલ

શૂરવિર શ્રી તેજાજી દાદા અને રાજાજી દાદા ભોળાદ ભાલ

Bipinladhava

શૂરવિર શ્રી તેજાજી દાદા અને રાજાજી દાદા ભોળાદ ભાલ

  ભાલના ભોળાદ ગામે વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદાની ખાંભી પુજાય છે આજથી 900 વર્ષ પહેલાં ચારણ સમાજની દીકરીની વ્હારે ચડ્યા પોતાનો ક્ષાત્રધર્મ બજાવતા 17 લુટારાઓને વેતરી નાખ્યા બાદ પોતે વીરગતિ પામ્યા🙏

એમના  વંશજ કોઈ યુવાનને એના મિત્રએ મહેણું માર્યું કે તમારા ક્યાં પાળિયા છે? ત્યારે પરચો બતાવી દાદા જાગૃત થયા...

🙏🚩વીર તેજાજી દાદાની સાથે વીર રાજાજી પણ પૂજાય છે પરંતુ એમના પાળિયાને અહીં લાવવાની રજા ના મળતા પાળિયાનો ફોટો રાખેલ છે....



હાલ આ ભાલ વિસ્તારનું ભોળાદ ગામ સુરાપુરા ધામ તરીકે પ્રખ્યાત છે.... જ્યાં અઢારેય વર્ણના લોકો પૂર્ણ શ્રધ્ધા અને આસ્થાપૂર્વક દાદાના ચરણે શીશ નમાવવા આવે છે..... અને દાદાના આશીર્વાદ થી સૌની મનોકામનાઓ પૂર્ણ થાય છે....

જ્યારે જ્યારે ધર્મ ચુકી જતા દુરાત્માઓ ગામની બેન દીકરીઓ કે ગાય ગવતરીઓ પર ખરડી નજર કરે ત્યારે આવા અમર વીર શૂરવિરો પોતાના લીલા માથા હોમી દેતા  અને આજે પાળિયા રૂપે પૂજાય છે એમના માટે જ કહેવાય છે કે...⚔️🗡️

🚩સાદ નોધારો સાંભળી તેતો, વેગે ચળાઇવાં વેર,
તેથી જગત જુવારે પ્રસાદ, તને પાદર ઉભેલા પાળીયા.🚩

🚩હજી પણ હોંકારા દીયે છે જેના હોમાય ગયેલા હાડ,
એ'થી સૌ નમાવીને પાધ👑, તારી પૂજા કરે છે પાળીયા.🚩


To Top