મે કહ્યું આ મારો નંબર છે મોબાઈલ બગડે તો ફોન કરજો..

મે કહ્યું આ મારો નંબર છે મોબાઈલ બગડે તો ફોન કરજો..

Bipinladhava
આજે એક ગામડાના વિધવા માજી મોબાઈલ રીપેરીંગ કરાવવા આવ્યા હતા વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેંસ નાંખે છે, મારા દિકરાને મુંબઈ ફોન જ નથી લાગતો, 
બાજુમાં ઉભેલા એક ભાઈએ કહ્યું (ધીમા અવાજે) આ માજીને એકનો એક છોકરો છે ૪૦ વિધા જમીન છે. માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે..સરકારી નોકરી હતી પેંશન આવે છે..પણ દિકરો અને વહુ મુંબઈ લઈ જતા નથી વાડી સાંચવવા રાખ્યા છે .. મોટા બંગલા માં એકલું એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કર કરતા હશે..આધુનિક વહુ ને આ નથી ગમતુ કે એમનો હસબંડ (માજીનો દિકરો) દિવસ માં દસ વાર એની મંમી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંને એ બ્લોક કરેલો છે 

મેં એક મોટો નિસાસો નાંખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રીપેર કરી આપું….
માજી માટે ચા મંગાવી હુ મોબાઈલ રીપેરીંગ માટે બનાવેલી ચેમ્બરમાં ગયો માજી ના દિકરા ને મારા મોબાઈલ માંથી ફોન કર્યો ..

મારૂ નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફીસ પર આવ્યા છે ૧ લાખ નો વિઘો જમીન કહે છે તમને મંજૂર છે ને??
મૂંબઈગરો ઉછાળ્યો અરે ૧૦ લાખની વિઘો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાઈ ચાર કરોડ ની જમીન ચાલીસ લાખમાં મારી બા ગાંડા થઈ ગયા છે 
મે હંસીને કહ્યું મે પેપર ઓનલાઈન ચેક કર્યા માજીના નામે જ છે,
એ કહે રહો હું બા ને ફોન કરૂ 

મે માજીના મોબાઈલમાં બંનને ના નંબર બ્લોક કર્યા હતા.
હું ચેમ્બરમાં થી બહાર આવ્યો. માજીને કહ્યું બા આ મોબાઈલ ૨૪ કલાકમાં ચાલુ થઈ જશે. ત્યાં સુધી SwitchOff રાખવો પડશે..
માજી થોડા નીરાશ થયા મે કહ્યું “બા” હું તમારા ગામ બાજુ જાવ છું તમને ઘર સુધી ઉતારતો જાવ, સામે જોઈ માજી કહ્યું તમારા જેવો ભગવાન ય નહી
માજીને ઘરે ઉતારી દિધા.
હું ત્રીજા દિવસે માજી ના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશી એ કહ્યું  કે બે દિવસ પહેલા દિકરો અને વહુ આવ્યા હતા માજી ને મુંબઈ લઈ ગયા અને વાડી ગામ ના કણબી પટેલને ૩૩% ભાગે વાવેતર કરવા આપી દિધી

મિશન માજી મોબાઈલ સફળ થયું ..મારી પાસે ફોનનંબર હતો મે ફોન કર્યો માજીને મે કહ્યું બા મોબાઈલ ની દુકાને તમે આવ્યા હતા તે મોબાઈલ વાળો બોલું છુ મોબાઈલ ચાલુ થઈ ગયો??

માજીએ કહ્યું હવે મોબાઈલ ની શું જરૂર દિકરાના ઘરે મુંબઈ આવી ગઈ છું

એઈ બેય સામાને સામા જ હોય છે.

મે કહ્યું આ મારો નંબર છે મોબાઈલ બગડે તો ફોન કરજો....🙏

#સત્યઘટના

આ મેસેજ આપણા ગ્રુપમાં મુકવા વિનંતી આભાર🙏🏻
*વાંચ્યા પછી...પ્રતિક્રિયા પણ જરૂરી છે*
🙏
To Top