વડીલ વંદના

વડીલ વંદના

Bipinladhava
*🌻🌻વડીલ વંદના🌻🌻*

 *🙏🏻વ્હાલા દીકરા- દીકરી🙏🏻*                                                             `                                                                                  - *પિતા* :- જે દિવસે તમને લાગે કે હું ઘરડો થઈ ગયો છું ત્યારે મારી સાથે ધીરજથી કામ લેજો અને મને સમજાવવા કોશિશ કરજો.

*માતા* :-  જમતી વખતે મારા કપડાં ખરાબ થાય કે હું અસ્તવ્યસ્ત કપડાં પહેરું તો ગુસ્સે ન થતા, બૂમાબૂમ કરવાને બદલે યાદ રાખજો કે મેં તમને આ બધું શીખવવામાં ઘણા દિવસો પસાર કર્યા હતા.

*પિતા*:-  ઉંમર ને કારણે યાદદાસ્ત ઓછી થવાને કારણે જો એક ની એક વાત બોલ્યા કરું, તો સાંભળી લેજો. તમે નાના હતા ત્યારે એક ની એક વાર્તા સાંભળવાની જીદ કરતા અને મોડી રાત સુધી જાગીને હું પ્રેમથી વાર્તા કહેતો હતો.

*માતા*  :-  કદાચ હું ન્હાવાનું ભૂલી જાઉં ત્યારે યાદ રાખજો કે તમે નાના હતા ત્યારે તમને નવડાવવા માટે મારે અનેક બહાના શોધવા પડતા હતા.

*પિતા* :-  નવા જમાનાની શોધ, આધુનિક ઉપકરણો વિશેના મારા અજ્ઞાન પર હસશો નહીં પરંતુ મને સમજાવવામાં મદદ કરજો.

*માતા પિતા* :-  ક્યારેક  યાદદાસ્ત ગુમાવી બેસીએ, ભૂલી જઈએ, વાતચીતમાં પૂરતું ધ્યાન ન આપી શકાય તો દુઃખી ન થશો, કેમકે અમારા માટે તો તમારી પાસે બેસવું એ જ મુખ્ય આનંદ હશે.અને
ક્યારેક ભોજન લેવાની ના પાડીએ તો આગ્રહ ના કરતા કારણ કે મોટી ઉમ્મરે ભૂખ ઓછી થાય છે.

અમે અશક્ત બની જઈએ, સરખી રીતે ચાલી ના શકીએ ત્યારે ત્યારે અમે તમને પા પા પગલી ભરતાં, ચલાવતા શીખવ્યું હતું તે યાદ કરીને અમને ટેકો આપી હાથ પકડીને ચલાવજો.

*અમારી લાચારી, મર્યાદાઓને સમજીને વર્તન કરશો, તો અમારું દુઃખ ઓછું થશે.*
*અમને સહાયરુપ થઈને, પ્રેમભાવથી વાત વર્તન કરીને અમારું બાકીનું જીવન પૂરું કરવામાં સહાય કરશો.*
                                                                    *જગતના સૌ દીકરા અને દીકરીઓને માતા પિતા તરફથી અર્પણ....*                                   `                                                                                                                         સમજાય તેવી *પંક્તિની* સુંદર રચના સાથે વહેલી સવારના...                                                                *🌷🙏🏻જય શ્રીકૃષ્ણ🙏🏻🌷13:3:2024 બુધવાર*
To Top