વીર આહીર દ્રુગપાલ રાય
1857 ની ક્રાંતિનો યોદ્ધા
1857 ના મહાન યુદ્ધમાં, બિહારના દાનાપુર છાવણીના સૈનિકોએ પણ બળવો કર્યો, તેમાંથી એક સારણ જિલ્લાના મધૌરા પોલીસ સ્ટેશન વિસ્તારના અસુઇયા ગામના રહેવાસી જુગલ આહિરનો પુત્ર દ્રુગપાલ રાય હતા. તે 10મી નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની 30મી કંપનીનો સૈનિક હતા.
વિદ્રોહને દબાવી દીધા પછી, અંગ્રેજોએ ક્રાંતિકારી બળવાખોર સૈનિકોને શોધીને તેમની સામે પગલાં લેવાનું શરૂ કર્યું અને આ ક્રમમાં 31 ડિસેમ્બર 1858ના રોજ જયારે વીર આહીર દ્રુગપાલ રાય અને તેમજ અન્ય ક્રાંતિકારિયો મિત્રો તેમના એક વિશ્વાસપાત્ર મિત્રને ત્યા આશરો લેછે. પરંતુ તે ગદાર મિત્ર અમુક રૂપિયાની લાલચમા અંગ્રેજોને તેમની સંપૂર્ણ જાણકારી આપીદે છે. ત્યારબાદ અંગ્રેજોએ દ્રિગપાલ રાયના ઠેકાણાને ઘેરી લીધું, ત્યારબાદ તેણે તેમના મિત્રોનું જીવ બચાવ વાં માટે મજબૂરીમાં આત્મસમર્પણ કર્યું. આમ અંગ્રેજો દ્વારા અનગનત અત્યાચાર અને વેદનાઓ દેવા બાદ વીર આહીર દ્રુગપાલ રાય ને ફાંસી આપવા મા આવે છે. અને તેમના જેવા સેંકડો સૈનિકોની બિહારના અલગ-અલગ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી હતી, બધા પર કાર્યવાહી કરવામાં આવી હતી, કેટલાકને ફાંસી આપવામાં આવી હતી અને કેટલાકને આજીવન કેદની સજા કરવામાં આવી હતી.