ગૌધન ની વારે ચડેલા શૂરવીર ની કહાની

ગૌધન ની વારે ચડેલા શૂરવીર ની કહાની

Bipinladhava



🌸 ગૌધન ની વારે ચડેલા શૂરવીર ની કહાની🌸

 🙏દીકરાની શૂરવીરતા🙏 માતાજી નું સતીત્વ  🙏અને ઘોડી નું બલિદાન એવી ત્રીપલ કથા જય હો જય હો🙏

💥 કચ્છ જિલ્લાનું મુન્દ્રા તાલુકાનું નાનું એવું કુંદરોડી ગામ જ્યાં  કન્નડ દે જાડેજા મુરુભા બાપુ જેમના ઘરે સપૂત સુરવીર  શિવુભા નો જન્મ  થયો માતાજી પિતાજી નો એક જ લાડક વાયા  શિવુભા ની  ઉંમર વીસ વરસની થઇ  તેમના બાપુજી નો સ્વર્ગવાસ થઈ જતા તેમની માતાજીએ પાલન પોષણ કરી અને મોટો કરેલ આ રાજપુત વીરાંગના માતાજીએ પોતાનું સર્વ ત્યાગ કરી અને દીકરાને મોટો કરેલ.

💥 દીકરા ની ઉંમર વીસ વરસની થઈ એટલે માતાજી ના અરમાન દીકરાને પરણાવવાનો જે આજે ઘડી આવી લગ્ન ઉત્સવ ની તૈયારી થવા લાગી  ગીત રાસડા સાથે દીકરા નો ઉત્સવ તૈયારી થવા માંડી પડવાનો દિવસ હોવાથી બધા રામરામ કરવા ગયેલ પરંતુ શિવુભા ને વરમાળા પહેરેલી હોવાથી બહાર જવાઈ શકાયું નહીં ગામના ચોરે બેઠેલાં પીઠી શરીર  રંગાયેલું કનૈયા કાન જેવી મનોહર સુરત કેડે કટારી હાથમાં રૂપાની મૂઠવાળી તલવાર પગમાં જુનવાણી તોળા.કાંબી પહેરેલ લગ્નના ગ્રંથિ ના મણકા ફરી રહ્યા હતા

💥 એટલામાં એકાએક ગામમાં  ચીસો ચીસ થવા માંડી વાછરડા ભાંભરવા લાગ્યા ગામ ધણ બારવટીયા હાકી જાય છે ગામ ભયંકર વાતાવરણ થી ગુંજી ઉઠ્યો 

....રણ હાકલ પડે  ત્યારે ક્ષત્રિય આંખ આડા કાન ન કરે ..
 આવી રીતે  હાકલ પડી
રજપૂતારી ખોટ,  ગઢવી કે જાવે ગાવડી
દે .કનહડદે દોટ, મત લજાવે તારી માવડી.



💥 આવી રીતે લગ્ન ના  ઓરતા અધૂરા મૂકી શિવુભા બાપુ એ  ચોરે થી દોટ મૂકી નાનપણથી જ પોતાને પાડેલી તાજણ ઘોડી પર છલાંગ મારી લુટેરા ના પગ લેતા..લેતા તેઓ થોડી જ વારમાં ગાયું હંકારી જનાર ૪ જવાનો પર નજર પડી અને એમના શરીરમાં નવું જોશ આવ્યું અને  ધણ ની વચ્ચે પોતાની તાજણ ઘોડી ઉભી રાખી દીધી અને કાંઈ પણ બોલ્યા વગર ચાર જણ માંથી બે..જણ ને ભોંયભેગા કરી દીધા આવું જોઈને બે જણા બચેલા હેબતાઇ ગયા ઊભી પૂંછડીયે ભાગ્યા ચોર લોકો ભાગી જતાં શિવુભા ગાયોનું ધણ વારી લીધું થોડું રસ્તો કાપ્યા પછી એક નદી આવી ગાયો ભેંસો બધી ઓળંગી પણ એક પાડું  પાણીમાં રહી ગયું બે-ચાર હા કલ  કરતા પણ  તે પાણી બહાર નીકળ્યો નહીં શિવુભા ઘોડી ઉપર થી નીચે ઉતરી ને પાણી માં જઈશ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ બે જણા બચી ગયેલ ચોર લૂંટારા  બાપુ ને જોયા  એકલતાનો લાભ લઇ મનમાં વેરની ભાવના જાગી બદલો લેવાનો નિશ્ચય કર્યો ચોરીછૂપી થઈ તેમની નજીક જવા લાગ્યા પાણીમાં રહેલા બાપુ શીવુભા તરફ બંદૂક તાકી ઉભા રહ્યા અને સનનન કરતી ગોળી તાકી દીધી જે બાપુ ની આરપાર ખભામાં  થી પસાર થઇ આવા અણધાર્યા બનાવ  જોઈને બાપુએ તલવાર ખેંચી  દોટ મૂકી  એટલામાં તો બીજી ગોળી નો અવાજ  સાથે  બાપુ ની છાતી માં ધરબી દીધી આ જુવાન શીવુભા ધરતી પર ઢળી પડ્યા

💥 આ બાજુ શિવ ભવાની માતાજી રાહ જોઇને ઊભા રહ્યા ત્યારે તાજણ ઘોડી એકલી આવતી જોઈને રદય એમનું કંપી ઉઠ્યું અરે રે ભૂંડણ શિવુ ને એકલો મેલી ને તું ચાલી આવી.. આવો  ઠપકો સાંભળી તે પૃથ્વી પર ઢળી પડી અમે ઘોડી મૃત્યુ પામી.

🚩 આવું ભયાનક દ્રશ્યો જોઈને શીવુભા ની માતાજી ધ્રૂજી ઊઠયા અને કંપન થવા માંડ્યો આખું શરીર ધ્રુજવા માંડયુ અને સતીમાં ને  સતતય આવે એવું મુખમંડળ થઈ ગયું  આવા શૂરવીર દીકરાના માતાજી નું અંગેઅંગ થરથરવા માંડયું દીકરાના અવસાનથી તેમના અંદર માતાજીની છડી ઉઠી જય અંબે જય અંબે નારા થવા માંડ્યા ગગન ભેદી અવાજો સંભળાયા અને માતાજી અગ્નિ સાથે ચિત્તા પ્રવેશ કર્યો

🚩 આજે પણ સુરવીર કન્નડ દે શીવુભા બાપુ નો પાળીયો કુંદરોડી ગામથી ચાર ગાઉ ઊપર મખીઆણ ગામ પાસે છે.

🚩  અને એમના માતાજી નો પાળીયો કુંદરોડી ગામ ની પાદરે  અેમની યાદ અપાવે છે.

🚩 તાજણ ઘોડી પણ ત્યાં જીવન સમર્પણ કર્યું.


💥 આ વાતને 200 વર્ષ થયા  આજે પણ ઈતિહાસમાં નામ અમર રાખી ગયા એવા 🙏સતીમાં 🙏સુરવીર પુરુષ🙏 અને  તાજણ ઘોડી 🙏ને કોટી કોટી પ્રણામ🙏

  💥ધન્ય હો ધન્ય હો ઇતિહાસની આ અનમોલ ઘડી💥

નોધ:.. આવા તો અનેક ઇતિહાસ દબાયેલા પડ્યા છે પણ ઉજાગર કરવાની જરૂર છે  ભૂલચૂક  ક્ષમા પાત્ર

લેખન:-
જામ અબડા જાડેજા રતનસિંહજી પાંચુભા
જખૌ-કચ્છ વીરભૂમિ અબડાસા
To Top