🚩 સતી ડાલીબાઈ (મેઘવાળ) ની સમાધી અને પ્રમાણ 🚩
માસ રે ભાદરવો રામાપીર નો રે
એજી પરગટયા અજમલને દ્વાર રે
ચૌદસો એકસઠની સાલમા રે
એજી પોકરણગઢની મોજાર રે
સવંત ૧૪૬૧ ભાદરવા સુદી ૨ બીજ શનિવાર ના દિવસે ભગવાન રામદેવજી મહારાજ એ અજમલજી ના ધરે અવતાર લીધો.
રામદેવજી એ વિ.સ.૧૫૧૫ ભાદરવી સુદ ૯ નોમ ના દિવસે પોતે રામસરોવર ની પાળપર જીવિત સમાધી લેશે એવુ #ઐલાન કરેલુ. જેની જાણ ડાલીબાઇ ને થતા ખુબ જ દુખ થયુ અને રામદેવજી સાથે છેલ્લો મેળાપ કરવા દોટ મુકી.
ડાલીબાઇ બોલ્યા હે મારા દેવ તમે સમાધીનો #નિણૅય લીધો અને મને #અજાણ રાખી .
રામદેવજી ની સમાધી ગળાતા જોઇ ડાલીબાઈ એ દુખ વ્યકત કરયુ કે હે દેવ આ સમાધી પ્રભુ રામદેવ તમારી નથી મારી છે.
રામદેવજી બોલ્યા
કાલુધેલુ તુ ડાલી બોલ્તી રે હા
એ જી મારુ આ ઠામનુ નિમૉણ રે
તારી સમાધીની જો આ ભોમિકા રે
એ જી એના છે કોઇ પરમાણ રે હા..
ઉપર ની સાવળમા રામદેવજી બોલ્યા ડાલી તુ ગાડીધેલી ના થા આ ભૂમિતો મારી જ છે અને જો તારી હોય તો આપ છે કોઇ #પરમાણ.
ડાલીબાઈ બોલ્યા...
ચારે જુગથી રે તમને સેવતી રે હા
એજી જાણો છો કરુણાનિધાન રે હા
#આટી, #દોરો ને નીકળે #કાગંશી રે હા
એજી મારી ભૂમિના એ નિશાન રે હા...
ઉપર ની સાવળ ડાલીબાઈ બોલ્યા કે હે રામદેવજી હુ ચાર જગથી તમારી સેવા ભકતિ કરતી આવી છુ સમાધી ખોદતા જો અંદર આટી, દોરો અને કાગંશી નિકળે તો આ મારી સમાધી.
અને સમાધી ખોદતા તમામ વસ્તુ જોઇ રામદેવજી અતિ આનંદિત થય ગયા.ડાલીબાઇ ને કીધું ધન્ય છે તારી ભકિત...
એવી કઇ ભકિત હતી ડાલીબાઇ પાસે કે રામદેવજી એ એલાન કરેલી સમાધી ની તારીખ ફેરવી નાખી. અને રામદેવજી ને ડાલીબાઇએ એમની સમાધી ની જગ્યા પણ બતાવી.
જે દિવસે રામદેવજી સમાધી લેવાના હતા ઇ ઉત્તમ તિથી એ ડાલીબાઇ એ પરમાણ આપી જીવતા સમાધી લીધી હતી.
રામદેવજી મહારાજ એ નોમ ના દિવસે નેજા રોપીને.ગત ગંગા ને ધર્મ નો બોધ આપી, તિસરા દિવસે, વિ.સં ૧૫૧૫ ભાદરવી સુદ અગિયારસ ગુરુવાર નાં દિવસે, ડાલીબાઈ ની સમાધિ થી ૧૫ ડગલા દુર જીવતાં સમાધિ લીધી.
જય રામદેવજી
જય ડાલીબાઈ