( ભારત ચીન યુદ્ધ ૧૯૬૨ લદાખ ( રેજાંગલા ) ના શૂરવીરો નો રાહડો )
( ઢાળ : સૂની રે ડેલી ને સૂના ડાયરા )
રંગ રે રાખ્યો આહિરે રેજાંગમા
એકલે હાથે માર્યાતા અગિયાર રે
રેવાડના રાણા રંગ રે રાખ્યો આહિરે રેજાંગમા
સામે તેરસો આવ્યાતા ચીનિયા
કચડીને મોકલ્યા એ કરાર રે
રેવાડના રાણા રંગ રે રાખ્યો આહિરે રેજાંગમા
એકસો ચોવીસમા ભાટી ઓપતો
વીરને મુખે હાંકલા કરે વાર રે
રેવાડના રાણા રંગ રે રાખ્યો આહિરે રેજાંગમા
ભાંગલી રાતે એ ક્રોધે ભીડિયા
હાથે પછાડ્યા થયો હાહાકાર રે
રેવાડના રાણા રંગ રે રાખ્યો આહિરે રેજાંગમા
બાથમા ભરીને ઝાલી બોચીયુ
હાર્યા નહી વિના એ હથિયાર રે
રેવાડના રાણા રંગ રે રાખ્યો આહિરે રેજાંગમા
લાલ રે આથડ્યા ભારી લદાખમા
પાહલી રાતે કોણી કરે પ્રહાર રે
રેવાડના રાણા રંગ રે રાખ્યો આહિરે રેજાંગમા
વધવા નો દિધા કદમ વેરને
એક્સો આહિર ઉપરે અગિયાર રે
રેવાડના રાણા રંગ રે રાખ્યો આહિરે રેજાંગમા
દિવાળી ઉજવતા ભારત દેશમા
અડાભીડો ઝીલતા અંગાર રે
રેવાડના રંગ રે રાખ્યો આહિરે રેજાંગમા
જોઇને વિરતા ચીનિઓ જાગતા
શૂરા ભણી સીમાએ દિધો સાર રે