રબારી સમાજ શૂરવીર યોદ્ધાઓ નો ઈતિહાસખારાવાળા બાપા નો ઈતિહાસ (ખાંભલા પરિવાર)દુધઈ, સુરેન્દ્રનગર

રબારી સમાજ શૂરવીર યોદ્ધાઓ નો ઈતિહાસખારાવાળા બાપા નો ઈતિહાસ (ખાંભલા પરિવાર)દુધઈ, સુરેન્દ્રનગર

Bipinladhava
રબારી સમાજ શૂરવીર યોદ્ધાઓ નો ઈતિહાસ
ખારાવાળા બાપા નો ઈતિહાસ (ખાંભલા પરિવાર)
દુધઈ, સુરેન્દ્રનગર

કંકુ વરણી ભોમકા સરવો સાલેમાળ 
નર પટાધર નિપજે ભલો દેવકો પાંચળ 

આવી પ્રગટ પવિત્ર ભુમી પંચાળ જ્યા સિધ્ધો ના બેસણા જ્યા પંજાદાર પુરૂષો પાકે એવી ભુમીમાં એક એવી જગ્યાછે જ્યા ખાભીઓ ની હાર છે જ્યા ઢોલીને પણ પોતાની સાથે રાખી પોતાનો ગણયો ને પોતાના ખોળે સ્થાન આપ્યુ એવુ ઉત્તમ ઊદારણ એટલે દુધઈના ખારામા ઊભેલી જટ્ટાબાપા ખાંભલાની અડીખમ ખાંભીઓ  જે ખારાવાળા બાપા તરીકે ઓળખાય છે એ ખારામાં પણ એક વિરલ ઘટના બનેલી એથી અહી આ ખાંભીઓ ખોડાઇને ખારાવાળા તરીકે ઓળખાય અને પુજાઇ છે
  
વાત એમ હતી  કે રબારી ની એક શાખા ખાંભલા અને એમા એક અડાભીડ ને અટંકી બહાદુર બાહોશ બળવાન આબરૂદાર માણહ એટલે જટ્ટાભાઈ ખાંભલા પાંચ મા પુછાઈ એવો માણસ ગજાદાર માણસ અને આ માણહ માથે એક સમે દુખનો ડુંગર તુટયો તો પણ દખ તો રાજારામ માંથે પડયા તો માણસની શુ વિસાત વાત એમ બની જટ્ટાભાઈ ના ઘરેથી જોમદે નો સ્વર્ગવાસ થયો ને જટ્ટાભાઈ માથે દુખના વાદળ ઘેરાણા પણ કુદરત આગળ સૌ લાચાર છીએ પણ આતો અડધુ અંગ ચાલ્યુ ગયુ હવે જીવન ભરખાય ગયુ ઘરનુ માણહ ઈ ઘરનુ હવે તો ઓશીયાળો જ રોટલો કહેવાય પણ હશે જેવી ઠાકર ની મરજી જીવન તો જેમતેમ કરી પુરૂ કરવુ તો પડશે અને આ ઉતમ દેહ ફરીને આયો કે નહી કોને ખબર માટે જીવીતો જાણવુ છે આમ સખદખના દિવસો જટ્ટાભાઈ પસાર કરશે ને હરીને સમરે છે 


પણ  બધાય દિ હરખા નથી હોતા એમા એક દિવસ સવાર સવારમા જમવા મા થોડુ મોડુ થતા રોટલા ટાઢા થઈ ગયા ને જટ્ટાભાઈ થી બોલાઈ ગયુ બેટા થોડાક ગરમ હોતતો ખવાય પણ આતો મોટા દિકરાની વહુએ તરતજ સંભળાવી દિધુ ઉનુ ઉનુ ખાવુ હોયતો નવ માણહ કરો ને જાન જોડો બાકી જે છે એ ખાઈને રાજી રિયો હજુ આવી વાત હાલતી હતી ત્યા મોટા દિકરા વિણાએ ખડકીમાં પગ મુક્તા હેબતાઇ ગયો આશુ મારા બાપને મેંણુ ભ્રુકુટી ચડી ક્રૌધ ચડયો અરરર મારા બાપની આ હાલત ધિકકાર છે મારૂ જીવન પણ મારા બાપનુ આ મેણુ સાચુ સાબિત કરીશ તેને પરણાવ્યે જ છુટકો બાકી જંપુ નહી તરતજ સાંઢય ને શણગાર સજી ને ચડયો ને ચડયો સીધો વાંકાનેર ને માર્ગે ને સાંઢય પણ મોટી ડાફો ભરતી હાલી જાય છે અરેરે મારો બાપ કેટલાય દિવસથી આમ જીવતો હશે આ બાયડીઓ એ તો મારા બાપ માંથે માછલા ધુએ છે પણ આજ આ બધુંય મેંણુ ભાંગી નાખુ તો જ હુ વિણો બાકી નહી આમ વિચારતો હતો કે વિસાહરણ મારૂ વેણ તો નહી ઉથાપે ને મારૂ માનશેકે નહી ? પણ ત્યાતો સાંઢયે વાંકાનેર ના પાદરે પગ મુકી દિધા ને સીધો વિસાહરણના ઘરે સાંઢય જોકારી રામ રામ ભાઇ આવો વિણા ભાઇ આમ અચાનક હા ભાઇ આવવુ પડયુ પણ મને ખબર દિધા હોત તો હુ આવી પોગત ના ના એમ વાત નથી મારા અને તારા ગજાની વાત હતી એટલે મારે આવવુ પડયુ  આવો બેહો કહુબો કરીએ કરીએ કરીએ નિરાંત રાખ પેલા મારૂ વેણ રાખીશ 

બોલ તોજ કહુબો લેવી નહીતર નહી હોય કાંઇ તારૂ વેણ કાંઇ ઠાલુ કઢાઈ બોલ ભાઇ બોલ જો ભાઇ તારી દિકરી સન્નાદે નુ માંગુ નાખવા સીધો આયો છુ હા પણ કોણા હારૂ? મારો બાપ જટ્ટાભાઈ માંટે બોલ હવે શુ કહેવાનુ થાય છે અરે ભાઇ પુછવાનુ હોય હવે લે કહુબો ના પેલા કહે હા કે અરે ભાઈ હા જ હોય જા પાકુ તો સાભળ અબઘડી સગાઈ ને તરતજ ઘડીયા મૂહરત ને ઘડીયા લગ્ન જરા પણ મોંડુ નહી મારો બાપ ટાઢા રોટલા ખાઈ એ નો પોહાઈ લે કાઢ કંસુબો ........
આમ વિહાએ બાપનુ માંગુ નાખી તાબડતોબ સંવત ૧૮૮૩ ને શ્રાવણ સુદને સોમવાર ના રોજ જાન જોડી શરણાઈ ના શુર અને ઢોલની દાંડીઓ સંભળાય ને જાન કુંતલપુર જે આજનુ કાત્રૌડી કહેવાય છે ત્યાથી વાંકાનેર જવા રવાના થઈ દિકરા વિણાને હરખનો પાર નથી વાહ વિસા તે મારૂ વેણ રાખ્યુ ખરૂ મારો બાપ ઊનો રોટલો તો પામશે આમ મનમા હરખાતો હતો ત્યા  ધીરે ડગ દેતી જાન આજના દુધયના ખારામા પોહચી ન પોહચી ત્યા તો રીડીબાંગ ધ્રીજાંગ રીડીબાંગ ધ્રીજાંગ. ......  બુંગિયો ઢોલની થપાટોએ ઝીક બોલાવી ધોડજો વાર કરજો ધણી થાજો જતરડા એ ગાયો ને આંતરી છે ચડજો કોઈ ચડજો આબરૂ અને ગાય હાકનાર ને જવા ન દેતા એવો સાદ સંભાળયો સાંઢય તો ભડકી પણ  પાછી ખારામા લાયા ત્યા તો બુકાનીબંધ લુંટારૂ જતોએ ગાયોનો વાળો કર્યો ગાયો દોડીને ઢીમ થઈ ગયેલ મોંઢે ફીણ ના ફોહા ફોહા વળી ગયા વિણાએ વિચાર કર્યો આ વણજોયા મૂહરતે આ વિઘ્ન આયુ ખરૂ પણ હવે પોખાવુ ઈ સાચુ આય કા સ્વર્ગે બાકી જીવતર ઉજવળ કરીશ ત્યા જટ્ટાભાઈ પણ સાંઢય જોકારી દિકરા આ બધુંય શુ બાપુ જત ગાયો વાળી જાય છે તો હવે જોઇ શુ રહ્યો છે થઈ જા માટી પણ બાપુ આપની જાન જોડાઇ ગઇ છે સામે શુ થશે ?  એ જે થાય તે બાકી આવુ ટાણુ નહી મળે એટલે ખબરદાર થઈ જા આજ ભરી પીવા છે 

આ જતરડાને આમ ખારા ભણી સાંઢય ને હંકારી સામસામે ની લડાઈ લીધી ને ખારામા ગાયો માટે નિસ્વાર્થ માટે યુધ્ધ ખેલાઇ ગયુ જટ્ટાભાઈ ને જાણે જુવાની ફુટી હોય એમ જોશમા કંઈક ના ઢીમ ઢાળી દિધા પણ પોતે પણ જનોઈવાઢ વેતરાઇ ગયા પણ ગાયો સલામત રાખી પણ એ સમયે એમની સાથે વાલમિક બોઘાભાઇ ઢોલી પણ કામ આવી ગયા એ સમયે બન્ને સાથેસાથે પડેલા એ સમયે વહેતુ લોહી ભેળુ ન થાય એ માટે બોઘાભાઇ એ ધુડની પાળી કરી પણ જટ્ટાભાઈ એ ના કહી હવે મરતી વેળાએ આભડછેટ કેવી ને મારો પરીવાર તને સાથે જ પુજશે તને પણ નાતજાત ના ભેદ વિના સાથે જ પુજશે  આ ધરમના ધિગાણામાં એકસો વીસ શુરવીરો કામ આવી ગયા હતા દુધઈ થી ઉત્તર દિશામા હિપાભાઇ કરપડાના ખેતરને શેઢે બધાય ની ખાંભીઓ સંવત ૧૮૯૫ માં બેસાડેલી છે જેમા ઢોલીની ખાંભી પણ ખોળામા છે  

રંગ છે પંચાળ ભુમી ના ભડવીરોને રંગ
To Top