બાજી પ્રભુ દેશંપાડે
૧૪ જુલાઈ ૧૬૬૦ અષાઢ વદ એકમની એ રાત્રે સતત દસ કલાકથી વરસતો વરસાદ પણ સાફ ન કરી શક્યો, એટલુ લોહી એ ખીંણમા વહી ચુક્યુ હતુ. ઈસ્લામીક આક્રમકોની બર્બરતા એના ચરમ પર હતી. અને સામે હિંદવી સ્વરાજ્યના સપનાને હકીકત બનવાને બહુ વાર હતી. અફઝલ વધ અને બીજાપુરની પછડાટ બાદ શીવાજી આદિલશાહીને ખરેખર ચુભી રહ્યો હતો. અને એવામા એના સરદાર, સીધ્ધી જૌહરને ગુપ્ત જાણ થઈ કે મહારાજ પન્હાલા ગઢમા છે. અને ના ભુતો ના ભવિષ્યતિ એવો મજબુત ધેરો પન્હાલા ગઢની આજુબાજુ ધેરવામા આવ્યો. મહરાજ ગઢ ઉપર જ હતા.
સફળ જીદ્દી માણસોમા મુત્સદીનો એક ધેરો રંગ હોય છે, જે રંગને લીધે જ જીદ્દીની આગળ 'સફળ' લાગી જાય છે, લાગી શકે છે અને આ કોઈ કબીલાના સરદારની વાત ચાલતી નથી. આદીલશાહી દરબારમા ઉમ્રના સોળમા વર્ષે, કુરનીશ બજાવવાનુ કહેવાતા, મ્યાનમાથી તલવાર કાઢી ઉભા રહી જનારા શીવ્બાની - શીવાજી મહારાજની વાત છે. સીધ્ધી જૌહરને સંદેશો મોકલવામા આવ્યો કે મહારાજ શરણે આવે છે અને બીજી સવારે, મહારાજ નીચે આવશે. સવારે મહારાજની પાલખી નીચે આવી. અને ખાસ આ મુદ્દત માટે સજાવામા આવેલા શમીયાણામા સીધ્ધી અને મહારાજ આમને સામને હતા. થોડી વાતો થઈ અને અચાનક સીધ્દ્દી ને ખ્યાલ આવ્યો. એ બરાડી ઉઠ્યો, 'તુ શીવાજી નથી,!!' ' તે નથી જ ને.! બે કૌડીના સરદાર સામે મારા મહારાજ હાજર થાય ?' 'આનો અંજામ જાણતા આવુ કર્યુ.?" "હાહાહા..એ અંજામથી હસીન કૌઈ મૌત નથી" અને બીજે જ પળ જૌહરના માણસની તલવાર એના ખભા ઉપર ફરી વળી. પણ શીવો કાસીદ (મહારાજનો વાંળદ) એનુ કામ કરી ચુક્યો હતો.
બીજી બાજુ ખબર આવી કે પેલી બાજુનો ઢીલો થયેલો ધેરો તોડી ૬૦૦ સવારો સાથે શિવાજી મહારાજ વિશાળગઢ તરફ રવાના થઈ ગયા છે અન સીધ્ધી રધવાયો થયો. વિશાળગઢ ઉપર પણ થોડોક ધેરો હતો અને ત્યાં પણ એ ઘેરા હારે લડી, ઉપર ગઢ પર પહોંચવાનુ હતુ. વિશાળગઢથી ત્રણેક કીલોમીટર તેઓ દુર હતા, હજુ ત્યાં આદીલસાહી સવારો પીછો કરતા ઘણા નઝદીક આવી ગયા હતા મસલત કરવા એક મહત્વના માણસે કાફલો ઠેરાવ્યો એનુ નામ બાજી પ્રભુ દેશપાંડે.
૫૦ વર્ષનો યોધ્ધા એનુ કેહવુ એમ કે અડધા સવારો સાથે મહારાજ આગળ વધે અને અડધા ત્યાં જ ગોડ ખીંડ નામની સાંકડી ખીણમા એની સાથે રહી પાછળ તેજીથી આવતા આદીલશાહી સૈન્યનો સામનો કરે. ટુંકમા શિવાજી મહારાજ ને ગઢ ઉપર પહોંચવામા થોડો વધુ સમય એ રીતે મળી રહે. એની રાજનીષ્ઠા એમ કે સ્વરાજ્યના સપના માટે શીવાજીનુ જીવવુ સૌથી વધુ જરુરી છે, મહારાજે 300 સવાર સાથે આગળ વધી વીશાલગઢ ઉપરનો ધેરો તોડી ગઢ ઉપર પહોચી જવુ. એવી રણનીતી બનાવામા આવી.
મહારાજ, પાછળ રેનારનો અંજામ જાણતા હોઈ કોઈ વાતે માને નહિં. પણ રાષ્ટ્રવાદના માટીમા રમેલા આખા ડાયરાની એ જ ઈચ્છા અને નક્કી થયુ કે મહારાજે આગળ વધવુ. વીશાળગઢ પહોંચી એમણે ત્રણ તોપ ફોડવી નીશાની તરીકે કે તેઓ ગઢ ઉપર પહોચી ગયા છે.
બાદમા જે થયુ એ ઈતીહાસ છે.
ચરમ ઉપરનુ એ સાહસ અદ્વીતીય હતુ. "દિન દિન" ના પડકારા કરી આવતા ૪૦૦૦ સવારોનો આ મરાઠા સરદારના ઝુનુનનો હદ્દથી સામનો કર્યો. બેફામ કાપાકાપી શરુ થઈ. બહુ ખરાબ રીતે ઘવાયા બાદ પણ એ કાયસ્થ બ્રાહ્મણ એના માણસોને ઈન્સપાયર કરતા કેમ અને કઈ રીતે લડ્યો ? એ તો રામ જાણે, પણ એવુ કેવાય છે કે એ બન્ને હાથે તલવાર સાથે લડ્યા હતા અને તોપનો એક વાર વાગ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા, બેશુધ્ધ - મરવાની સ્થીતીમા પણ થોડી વારે " હજુ તોપનો અવાજ આવ્યો નથી.
બાજી હજી મરી નહી શકે.!' ના બબડાટ સાથે ઉભા થઈ લડવા લાગ્યા, સાત કલાકથી લડાઈ ચાલુ હતી. એની ઢાલ તલવારોના વારથી ફાટી ગઈ હતી. વધેલા ૪૦-૫૦ માણસો અને એક મરવાની જીદ્દ સાથે એ મરાઠાઓ ખુવાર થઈને પણ ખુમારી સાથે લડી રહ્યા હતા. ગોલખીંડ તોપના ત્રણ ધડાકાઓ સાથે ગુંજી ઉઠી. મરણીયા થઈ હજુ લડી રેહેલા એ ૩૦-૪૦ યોધ્ધાઓ ને હાશકારાની રાહત આવી.
મહારાજ ગઢ ઉપર પહોચી ગયા હવે બાજી મરી શકે છે.!" ના નીશ્વાસ સાથે બાજી પ્રભુ દેશપાંડે, આદીલશાહી સૈનીકો ઉપર વાર કરતા કરતા છેવટે કપાઈ ગયા. પાછળથી જ્યારે શીવાજી મહારાજને આ અતુલ્ય બહાદુરીની વાત કરવામા આવી ત્યારે સાંભળતી વેળા તેઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા હતા.
કોટિ વંદન વંદે માતરમ્ જય ભવાની જય હિન્દ