અડીખમ આહીર ભોજો મકવાણો
મૃત્યુ : ચૈત્ર વદ અમાસ
૧૬ મી સદીમા મોરબીના દહીંસરા ગામનો ઈતિહાસ ભોજા મકવાણાના નામે સુવર્ણ અક્ષરે લખાયેલ છે. ભોજા મકવાણાએ જાગીરદાર રણમલજી દેદા (જાડેજા ) ના રાણી અને કુંવરને આશ્રય આપ્યો હતો. તેની બાતમી બાદશાહ મહમંદ બેગડાને મળતા તેણે દહીસરા આવી રાણી અને કુંવરને શોધવા તેમણે ભોજા મકવાણાના બન્ને ઘૂંટણમા શારડીથી હાડકાંમા વીંધ કરાવ્યા છતા પણ તેનુ મન ડગ્યુ નહી !
દિકરાની પીડા જોઈ નહી શકે એમ માની તેમની વૃદ્ધ માતાને બોલાવ્યા પણ માતા વિખેરાયેલા હાડકાંનો ટુકડો સુંઘે છે અને હસતા મોઢે ચાલવા લાગે છે.
બાદશાહે કારણ પૂછતા કહ્યુ:- "મારા દીકરાના હાડકાંમા હજુ મારા દૂધની સુગંધ આવે છે એટલે તમારુ કામ નથી કે તમે એનું મન ડગાવી લો."આમ તેમણે આશ્રયે આવેલાનું રક્ષણ કર્યુ !
"ધન્ય છે એ માતાને અને આહિર વીર ભોજા મકવાણાને "
જય માતાજી જય મુરલીધર