હીરો ઢોલી

હીરો ઢોલી

Bipinladhava
હીરો ઢોલી

મહેસાણા જિલ્લાના રણકાંઠાને અડીને આવેલા સમી તાલુકાના કોડધા ગામથી રણની શરુઆત થાય છે.આ મરુભૂમિમાં કોડધાથી આશરે ૧૪ કિં.મી. અને ઝીંઝુવાડાથી ૨૫ કિં.મી. ના અંતરે રણમાં વાછડાબેટ પર વાછડાદાદાની જગ્યા આવેલી છે.

કાલરી ગામના સોલંકી વીર વચ્છરાજ ( વાછરા દાદા)ના લગ્નના ચોથા ફેરે પોકાર પડ્યો કે દુશ્મનો ગાયોનું ધણ વાળી જાય છે.  ચોથો ફેરો અધૂરો મૂકી ગાયોનું ધણ વાળીને જતાં દુશ્મનોને રોળી ધણ પાછું વાળ્યું. પણ એમાં ચારણ આઈ દેવલબાની વેગડ નામની ગાય પાછી નહોતી આવી.

ધણ આવ્યું ધણેસર, આડું આવ્યું ખાખરે !
દૂધડીએ દીવા બળે,વેગડ ના'વી વાછરા.

તેથી એને લેવાં વચ્છરાજ પાછો વળ્યો અને દુશ્મનો સાથેની લડાઇમાં એનું મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું.આઈ દેવલબા અને સતી પૂનાબાએ પણ પ્રાણ ત્યાગ્યા.


કાલરી ગામથી પોતાનાં માનીતા રાજકુંવર વચ્છરાજની જાનમાં ઢોલ વગાડવા આવેલો હીરો ઢોલી પણ સમરાંગણમાં સિંધુડો- બૂંગિયો વગાડતા વીર વચ્છરાજની સાથે ધિંગાણામાં કામ આવી ગયો.

વાછરા દાદાના મંદિરની જમણી બાજુ હીરા ઢોલીની સમાધિ- પાળિયો આવેલો છે. એવી લોકવાયકા છે કે,હીરા ઢોલીના પાળિયા પર કાન માંડો તો ઢોલના ધબકાર આજે પણ સંભળાય છે.
To Top