ભરવાડ (મુંધવા) ના દિકરી શ્રી રાજબાઈ માઁ નો ઈતિહાસ

ભરવાડ (મુંધવા) ના દિકરી શ્રી રાજબાઈ માઁ નો ઈતિહાસ

Bipinladhava
ભરવાડ (મુંધવા) ના દિકરી શ્રી રાજબાઈ માઁ નો ઈતિહાસ 

આજનુ વિરમગામ એ સમયે પણ વિરમગામ જ કહેવાતુ. મેરા ગામથી છુટા પડી વિરા બાપા વિરમગામ આવ્યા ને વિરમગામ વસાવ્યુ. ગામ વસાવ્યા પછી અન્ય સમાજ પણ વસવાટ કરવા આવ્યો એ સમયે વિરાબાપા ભરવાડ નુ ઘર પહેલે થી સુખી અને આશરા નુ અમીર. ભરવાડ ને દુઝાણુ હોય એટલે એને મન તો ઠાકર ઘરે આવ્યા. મહેમાનો ઘરે આવે એટલે એને અઠવાડીયુ અઠવાડીયુ રોકતા. આવો ઉજળો જેનો આશરો.

સમય જતા ગામ મોટુ થયુ. સમય ઉપર સમય જવા લાગ્યો. ભરવાડો ના ખોરડા વધ્યા અન્ય સમાજ ના ખોરડા પણ વધ્યા એવા સમયે મોલેસલામો એ અમદાવાદ પછી વિરમગામ ને ગઢ કર્યો. વિરમગામ મા સુબા નુ રાજ આવ્યુ. એ વખતે મુંધવા ભરવાડો ના બસો જેટલા ઘર જે વિરા બાપા નો જ વંશ વેલો નેહડા મા વસવાટ કરતો. નેહડા મા દુધે અને રોટલે બધા ખુબ સુખી હતા .


એક દીવસ ની વાત છે વિરા બાપા એ બંધાવેલ તળાવે થી ગોવાલણો પાણી ભરીને જતી હતી. અને સુબા નુ કટક સામુ મળ્યુ. ગોવાલણો મા રાજલ કરીને ગોપ કન્યા. રુપવાન એવી કે જાણે શક્તિ જગદંબા. આ જગદંબા જેવી દીકરી નુ રુપ જોઈ ને સુબાનુ મન પતળ્યુ તો સુબાએ નેહડા મા કહેણ મોકલ્યુ કે તમારી દીકરી ના નિકાહ કરાવો. નહીતર તમારે અમારી સેના સાથે યુદ્ધ કરવુ પડશે. આ કહેણ દીકરી રાજલ ના બાપુ ને મોકલેલ. એમણે પંચ ને વાત કરી. જુવાનીયા બધા ને ખબર મળી એટલે સજ્જ થયા. પણ વડીલો એ સંભાળ્યા સમજાવ્યા.

એમા દીકરી રાજલ ને કાને વાત પહોંચી તો રાજલે કીધુ. સુબા ને કહેણ મોકલો વાજતે ગાજતે આવે. ગોપકન્યા પરણવા તૈયાર છે. આ વાત સાંભળી બધા ની આંખો ફાટી રહી. દીકરી શું બોલે છે.

સુબા ને કહેણ મોકલ્યુ તમારી વાત માનવા તૈયાર છે. પણ સમિયાણો ગઢ ના દરવાજે પહોંચે એટલે હિન્દુ રીત રિવાજ મુજબ ઉભો રાખવો પડશે. સુબા એ હા ભરી.

આમ સમય આપતા સુબો જાન લઈ ને ગઢ ને દરવાજે આવ્યો. જેવો આવી ને ઉભો થયો કે તરત જ માં રાજલ ને અંગ અંગ મા જ્વાળાઓ લાગી જળકવા. સતી ને શક્તિ સ્વરૂપ મા જોઈ વિરમગામ ના દરવાજે સુબા ની આંખો ફાટી પડી રાજબાઈ નું અગ્નિ સ્વરૂપ જોઈ ને અને ત્યાં તો માંએ ઘોડા પરથી હેઠો પછાડ્યો પોતાની જ્વાળા શક્તિ થી. હેઠો પડતા જ સુબો મા ના પગ મા પડી માફી માંગવા લાગ્યો. મને માફ કરી દો માં મને માફ કરી દો માં. એમ કહી એ આજીજી કરવા લાગ્યો.

માં બોલ્યા તુ સતી સ્વરૂપ ને ઓળખી નથી શક્યો કાફર પણ તુ માં શબ્દ બોલી ગ્યો છો. એટલે તને માફ કરુ છુ . બાકી તને અહીં જ ભસ્મીભૂત કરવા નો હતો.
માં અગ્ની જ્વાળા સાથે મુંધવા ભરવાડો ને કહેતા જાય છે કે તમારો આજથી વિરમગામ નો અપૈયો. તમે વિરમગામ મા વસતા નહી વસ્યા તો મારો કોપ રહેશે. અને આ દરવાજો ભરવાડની દીકરી ના નામે ભરવાડી દરવાજો તરીકે ઓળખાશે.



આટલા વેણ બોલી દરવાજા ની બાજુ મા આવેલી વાવ મા માતા અગ્નિજ્વાળા સાથે સમાઈ ગયા. અને સુબાએ એ દરવાજા ને માં રાજલ ના વેણ પર ભરવાડી દરવાજો નામ આપેલ જે હાલ પણ આ ભરવાડી દરવાજો મોજુદ છે અને એ વાવ હાલ પણ જોવા મળે છે જેની ઊપર માતાજી ના થાપા હયાત છે. અને મુંધવા ભરવાડ બાધા આખડી રાખી માનતા પુરી કરે છે અને માતાજી મુંધવા તથા મુંધવા ની દીકરીઓ ના કાપડે પણ જાય છે અને કુળ મા પણ પુજાય છે.

મુંધવા ભરવાડ ના દીકરી માઁ રાજબાઈ ના વેણ થી આજ પણ મુંધવા ભરવાડ વિરમગામમા નથી રહી શકતા.

ગામ - વિરમગામ 
તાલુકો - વિરમગામ
જીલ્લો- અમદાવાદ 
                  
જય માઁ રાજબાઈ જય ઠાકર
To Top