આલેગ બાપુ કરપડા : સરલા ગામ

આલેગ બાપુ કરપડા : સરલા ગામ

Bipinladhava
આલેગ બાપુ કરપડા : સરલા ગામ

ભારત વર્ષ માં નહી પણ આખી દુનીયામાં પેલ્લો એવો દાખલો છે કે જેને આટલા ઘા વાગ્યા બબ્બે દિવસ અને બબ્બે રાત સુધી જીવતો રહે અને હાલીને સમશાન
ભૂમિ માં જઈને પોતાની ચિતા ઉપર પોતે ચડે...

મોવડ ગોળી મારતો, ઘેલાને કરે નહી ઘા.
ઇ કઠણ કરપડા, તારી અણડગ ટેક જ આલગા.

રાણા કરપડા ના ચાર દીકરા એમાંથી સૌથી નાનો આલેગ કરપડા અને એમ કેવાય છે કે આલેગ હજી ઉગતી જવાની,
પણ આલેગ
નું જ્યાં નામ સાંભળે
ત્યાતો દુશ્મનો ફફડવા માંડી જતા હોય
એવી ધડબડાટી આલેગે તેદી બોલાવીતી ભાઈ,,,

એમાં ભાડલા ના લાખા ખાચર ની ડેલીએ એક દિવસ
ડાયરો જામ્યો છે કસુંબા ના રંગ દેવાય છે એ વક્તે
આપા લાખાના બે કાઠીઓ ખૂણા માં બેઠા બેઠા ધીરે
ધીરે વાતું કરે છે કે જશા ગીડા વિકો ગીડા એમ કે છે
કે જશા ગીડા આ ઉક્લું હમણાં બવ ફાટ્યું
છે,

ઉકા ની માથે એમ કેવાય છે કે લાખા ખાચર
ના ચારેય હાથ અને
ઉકા ની મર્દાનગી લાખા ખાચર માટે સમર્પણ
કરી દેવું લાખા ખાચર માટે પોતે ન્યોછાવર થઇ
જવું ,

આવી ઉકાની ખાન દાની,જશો ગીડા અને
વીકા ગીડા બે જાના વાતો કરે છે કે ઉકાના લાડ
આપને ઉતારી નાખવા છે એટલે લાખા ખાચર ને
એટલીજ વાત કરી છે કે લાખા ખાચર કે મેં સાંભળ્યું
છે કે સરલા ની પાડીયું ને મુચ્યું આવી છે,અને
તેદી લાખા ખાચર ના મોઢામાં થી શબ્દ નીક્લ્યતા કે
બા એવી કોની પાડીયું છે કે
સરલા ના રાણા કરપડા ની પાડીયું, પણ
તેદી રાણા કરપડા ના આંગળે એવી ભેશું બાંધેલી કે
ચોટીયો ભરો તો લોઈની શ્યાળું ફૂટે
એવી ભેશો બાંધેલી,

પછી તો લાખા ખાચરે
પ્રતીગ્ન્ય કરી કે રાત નું વારુ છે ને તે
રાણા કરપડા ની ભેશું ના દૂધ થી કરવું છે માંડો ઘોડે
પલાણ,લાખા ખાચર તૈયાર
થવા બેઠા ત્યાતો ઉકો એક બાજુમાં ઉભો છે અને
જશા ગીડા અને વીકા ગીડા ઉભા છે
એમાં જશા ગીડા બોલ્યા લાખા ખાચર આજ ઉકા ને
તૈયાર ની કર ઉકો અવ ફાટલ લુગડે જશે
ત્યાતો લાખા ખાચર જે પોતાનો પહેરવેશ છે તે
ઉકાને પહેરવી દીધો એટલે ઉકાને
લૂગડાં સારા લાગવા માંડ્યા એટલે લાખા ખાચર જે
માથે મેકર પેરતા તે ઉકાને
પેરવી દીધો ,

સોનાના મુય્ઠ વાલીજે તલવાર હતી તે
આપી દીધી અને બીજો લાખા ખાચર
લાગવા માંડ્યો ભાઈ,,,, 

જશા ગીડા ને વીકા ગીડા ને
એટલુજ જ્યોતુતું કે જો સરલા ગામ ની ભેશો ને
આપડે વાળીએ એટલે આલેગ વાર લઇ ચડે અને
જો આલેગ વાર લઈને ચડે એટલે આલેગ
નો પેએલો નિયમ છે કે મોવડી ને ઉપાડી લે,, એટલે
એને ખબર પડે કે આ લાખા ખાચર છે અને ઉકાનું
બીટ નીકળી જાય અને આપને ટાઢા પાણીએ ખહ
જાય બસ આજ વાત હતી બીજી કોય વાત
નૈ,,,,,,,

એટલે તૈયાર થયા સરલાની ભેશું
વાળી બૃન્ગીયો તરગાળો ઢોલ માંડ્યો વાગવા '''

સળગતા ગામડા ઢોર ઢળા ચડે જળ હળે નાયડ મોઢે
નગારા તેદી વાર કરજો ધણી કોય હોય તો પણ હાદ
જ્યાં સાંભળે દેશ દ્રોહી તની કેમ બેસી રહે ક્ષત્રીય
બેટો ''''''

 ધીન્ગાનાનો ઢોલ સાંભળ્યો આલેગ બાર
ગામ ગયો છે ત્યાતો ગામ
ના પાદરની માલીપા આવે ત્યારે સરલા ગામ
માં બૃન્ગીયો ઢોલ વાગે છે અને ભાઈ ઢોલ
નો અવાજ કને પડ્યો અને ઘોડીને
એડી મારી ભાઈ,,,,


પણ સરલા ગામ
માં આવ્યા તો જોયું કે જાપો દેવાય ગયો છે,,હાકલ
કરી બાપુ તમે જાપો ખોલો,,બાપ આલેગ હવે
જાપો ની ઉઘડે મારું જીવતર કડવું જેર થઇ ગયું તું
બેઠો હોય અને આપણી હથ્નીયું જેવું ભેશું
લાખા ખાચર જો સીમાડો છાંડી ને લઇ જાય
તો આલેગ હું એમ માનીશ કે મારે પેટ
પથરો પડ્યો તો'''' 

એટલીવાત જ્યાં સાંભળી એટલે
અલેગે કીધું કે સારું તો હું જાવ બાપુ રામ રામ ઉભોરે
બાપ બે વેણ ભણવા છે બોલો બાપુ આલ્ગા તને
ખબર છે ને બાપ ''વલ્યે વાદ ને નભે નોતરું હોય
હો ઘેશ ના હાંડલા ફોડીશ માં તારો વાલીયોત ગોત
જે''પણ બાપુ મારે આપા લાખા ને ઓળખવો કઈ રીતે
મેં કદી આપા લાખને જોયા નથી અરે મારા પેટ
લાખા ખાચર ને ઓળખવો પડે
દોઢસો ઘોડા માં સૌથી કાઠાળી જાંબુ
વરની ગોળી હોય ,

સોનાના મુય્થ વાળી તલવાર
હોય,અને માથે મેકર હોય ઈ
આપા લાખા ના ઇંધણ ,,,બસ બાપુ એમ કહીને
ઘોડીને કરી વેતી ,પણ
ભાગતા ભાગતા લાખા ખાચર ના ભેટ ભેગા થઇ
ગયા અને લાખા ખાચર ના વેશ માં જે
ઉકો ઉભોતો એને કીધું કે માટી થાજે એમ કીધું
એટલા માં તો એકજ ભાલે ઉકાને
વીંધી નાખ્યો જશા ગીડા ને વીકા ગીડા ને એટલુજ
જોયતું તું એમને કઈ આલેગ મારવો નતો અને
સરલા ની ભેશું ની લઇ જવી નતી એટલે
લાખા ખાચર ને સમજાવી પાછા લઇ ગયા અને
ઉકો યા ઠાર થઇ ગયો શું મર્દાનગી હશે આલેગ
ની ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

મોરબીના દરબાર ગઢ માં જીવોજી ઠાકોર અને ચારણ
ચોપાટ રમે છે,રમતા રમતા ચારણ છે તે
પોતાના પાસા ફેક્તી વક્તે એમ કે છે કે આવજે
''આલેગ સીષાણા આવજે આલેગ સીશાણા''એમ
બોલી ચારણ પાષા ગોઠનીયા ભેર થઇ નાખે છે પણ
આવજે આલેગ સીશાણા એમ કે એટલે ઠાકોર સાહેબ
ની સોગઠીયુ છે તે ધીબાતી જાય છે સીચાણો બાઝ
જેમ પંખી ઉપર જપટ કરે તેમ ઠાકોર ના દાવ માંડે
ઉંધા પડવા,અને ખીજાયને ઠાકોર બોલ્યા કવિરાજ
તારો એવો આલેગ સીશાણો વરી કોણ છે ? દરબાર
એ સીશાણો તો સરલા ગામ નો આલેગ
કરપડા રાણા કરપડા નો દીકરો '' આલેગ વાઘા ઉપડે
જાકો ન કર્ણો જાય મેન્ગળ મુઠી એ મેકે
ધખીયો રાણાઉં '' અરે રંગ છે
કવિ નાની એવી ગામડી બાપડો કાઠી તારો વરી આલેગ
અને દરબારે દાત કાયઢયા ખખડાઈને, તો બાપુ
પારખ્યું કરીજોવો પણ સરલાની માથે જેદી ફોજ લઈને
જાવ ને તે દિવસે ચેતીને જજો કારણ કે
આલેગનો પેલ્લો નિયમ એછે કે ઈ મોવડીને
ઉપાડી લે છે પારખું મોઘુનો પડે પછી તો ચારણ
સરલા ગામ
ની માલીપા આયા રાણા કરપડા ને વાત કરી,

આલેગ
કરપડા ને વાત કરી કે તારી માટે થઇ ને હું
મોરબીના ઠાકોરને આવજે આલેગ સીશાણા એમ કહીને
આવ્યો છુ એક ગામડીનો ધણી ભલે
નાની ગામડીનો ધણી છે પણ આલેગમાં જે
મર્દાનગી છે ''' આસોદર ના ઓઢા ખુમાણ ને કવીએ
દુહો કીધો છે કે ઘાટોડે ઘડીયો તુને લુણ
તણા તેદી માટીયાય પછી એકેય હતીજ નૈ ઓઢીયા''
હે આલેગ તને ઘડીએ અને વિધાતાએ
મર્દાનગીની માટી બીજીવાર બનાવીજ નથી હું
તો એવું કીને આવ્યું છુ અને કાલ ફોજ આવે
મોરબીના દરબાર ની તો હું તને ચેતવવા આવ્યો છુ
કવિરાજ,ભાણુંભા મોરબીના દરબારને કઈ દેજો કે ભલે
ઈ મોરબીનો ઠાકોર અને હું નાની ગામડીનો ધણી હવ
આખીય ફોજ લઇ આવે હું એકલો આલેગ છુ ઈ
સામૈયું કરવા પાણી નો કૈળ્શો લઇ ગામ ના જાપે
ઉભો રહીશ... 

મોરબીના ઠાકોરે ફોજ તૈયાર કરી છે
સરલા ના પાદર ની માલીપા આવે ત્યાતો એક વેલડું
વયું આવે છે
હજી સરલા ના સીમાડા માં મોરબીની ફોજ દાખલ
થાય વેલડું જોયું એટલે દરબારે હાકલ કરી આ કોનું
વેલડું વળાવિયા એ કીધું કે સરલા ગામ
ના રાણા કરપડા ના ઘરવાળા અને આલેગ
ના માં આમાં જાય છે બસ દરબાર ને તો એટલુજ
જોય્તુતું ફોજ ને કીધું વેલડા ને ઘેરી લ્યો પણ
જો જો આય ની સંપૂર્ણ ઈજ્જત સાચવવાની છે આય
ને કોઈ વસમાં કે કડવા વેણ બોલતા નૈ આય આ
વેલડા માં છે એનો દીકરો જો મર્દ નો દીકરો હોય
તો ફોજ ને ધમરોળી આય ને પાછા લઇ જાય તો હું
આલેગ ને માનું આપને તો પણ રાણા કરપડા આમ
જ્યાં પોતાની માંન્મેડીની માથે થી જોયું ફોજ
ની વચ્ચે સીમાડા માં વેલડું ઘેરાય ગયું છે આલેગ
ની આંખે ભરણ ભર્યા છે આલેગ સુતો છે
જગાડ્યો રાણા કરપડા એ આલેગ ને આલેગ બાપ
આમ આય માંડયમેડીની માથે હું તને દેખાડું બાપ
જોય લે '''બાપ આલ્ગા તારી માની જાન હાલી આવે
છે જો તો ખરી એનો ફૂલેકો ચડ્યો છે આવા ટાણે
આલેગ જેવો દીકરો સુતો ભ્યારે રૂડો દેખાતો હય્સે
આલેગ ને જણ્યો ઈ પરમાણ ભાઈ '''' એટલા વેણ
તો આલેગને '' અંગ રુવા અવળા થયા અને
વ્યાપી જાળાઓ '' આંખ દુખતીતી આંખે ભરણ
ભર્યાતા પણ આલ્ગો છે એને બાપે આવું વહામું વેણ
કીધું ,,,,,ઈ શબ્દ કોઈ મર્દ દીકરો સાંભળી ના શકે
અને દળી ભર ચડ્યો ધીન્ગાણે મોરબીના દરબાર
દળકટક લઇ ઉભા છે અને આલેગ છે તે ઘોળીને
રમાડતો રમાડતો વયા આવે અને ભાઈ
ઘોડીની પડ્ઘલી બોલતી આવે છે પણ ઈ આલેગ નું
તે દિવસે એક એક આંખ
ની માલીપા આડો દુબો આડો દુબો સસલા ના કાળજા નું
લોઈ રેડી દીધું હોય તેવી લાલ ઘૂમ આંખુ
થવા મંડાળી ભાઈ ,,,કાન ની બુટ છમ છમ લાલ
માંડી થવા ,,,,,, અને શરીર ના સાડાત્રણ કરોડ
રુવાડા ઠયડાઈને બેઠા થઇ ગયા છે,,,,,,

અને હાથ
ની માલીપા ખુલ્લી ભવાની લઈને હાકલા પડકાર
કરતો આલેગ વિયો આવે છે પણ એકલો આવે છે
આલેગ પણ હજાર આલેગ વિયાવતા હોય આવું
દ્રશ્ય મોરબીના દરબાર
જોયો ,,,,,

ઘોડી સીધી મોરબીના ઠાકોર માથે ગઈ
યા નાળ્યું
બંદુકો ના ચમ્ભા માંડ્યા છુટવા એકજ જ્ટકે
મોરબી ના દરબાર જીવાજી ઠાકોર નું માથું
ઉતારી લીધું '''જેમ કુંભાર ચાકડા માંથી માટલું ઉતારે
તેમ જીવાજી ઠાકોર નું માથું ઉતારી લીધું '''''પણ
હકીકત ઈ છે કે તે જીવાજી ઠાકોર
નોતા જીવાજી ઠાકોરે પોતાનો જે વેશ છે તે એક
ખવાસ ને પહેરાવી દીધો હતો ,અને
મારાનો તો ખવાસ આમતો આલેગ નું પર્ખ્યુજ
કરવાનું હતું વેલડાને હેમ ખેમ જવા દીધું અને
મોરબીનો દરબાર છે
ત્યાંથી પાછો નીકળી ગયો ,,,,,

પણ પાત્રીસ
ઘા વાગ્યા છે આલેગને જોળી આવી આલેગ
કરપડા એ કીધું કે
રાણા કરપડા નો દીકરો આલેગ કોઈ દી જોળીયે
નો હોય પોતાના માથે જે સાફો બાંધ્યો તો તે આલેગે
એમ કેવાય છે કે પેટ ની માથે ઘા લગ્યા છે
આતરડા લબડી પડવાની તૈયારી માં છે એટલે એ
સાફો પેટે બાંધી દીધો છે લોઈના ફુવારા છુટે છે અને
અસ્મેર ના ડગલા માંડ્યા ભાઈ અને
સમો રાણા કરપડા ઉભા ઉભા જોવે છે સાબાશ
દીકરા વાહ દીકરા ખમ્મા ટાણે બાપ ભ્યારે
રૂડો લાગતો હ્યાસે આજ એમ
કરી રાણા કરપડા ખામ્કારા દે છે ઘરે આવ્યો બાપુ
હવે મને રજા દયો બાપુ હવે મને વહમું લાગે છે હવે
મને રજા દયો આપ રજા દયો એટલે પેટે
થી સાફો છોડી નાખું મારા પ્રાણ નીકળી જાય

 ,,,,,તે
દિવસે બાપે એમ કીધું તું બેટા ઘર નો ડાયરો ઘરે
નથી આપના સગા વાલા નથી આવ્યા અને આલેગ
જેવો દીકરો આમ્નુંમ
મળ્યા વિનાનો વિયો જાય પોતાના સગા વાળાઓ ને
બોલાવવામાં આવ્યા સગા વાલા આવ્યા આલેગે
બધાને રામ રામ કર્યા અને કીધું બાપુ હવે મને
રજા આપો હવે તો પીડા બવ ઉપડી છે કાળી આગ
લાગી છે,

બાપુ હવે તમે રજા આપો અરે બાપ
આલ્ગા અરે મારા પેટ આપને કસુંબો કાઢીએ જો તને
બવ પીડા થતી હોય તો પણ આ ગામડે
થી બધા મેમાન આવ્યા છે કલ્માલ થી આવ્યા છે
ધોળિયું આવ્યું છે અપાળિયું આવ્યું છે વેળાવદર
આવ્યું છે આ બધા સગા વાલા મેમાન
બધા સ્નેહીઓ આવ્યા છે આલોકો ને મારો આલેગ
વાળું કર્યા વગર નો જવા દયે તો ગામ ના એમ કે
મેમાનો એમ કે કે આલેગ ને અમને વાળું વગર
ના રાખ્યા ભલે બાપુ
કાઢો કસુંબો કસુંબો તૈયાર થયો છે ત્રણેક
ધોબા કસુંબો બાપે પોતાના દીકરાને લેવડાવ્યો છે
મેમાન ડાયરો બધાએ વાળું પાણી કર્યા છે મેમાન
જમી લીધા પછી આલેગ કરપડા એ કીધું બાપુ હવે
તો બાપુ મારે ને જમ ને વાત થાય છે હો અને
તેડી બાપ બોલ્યા છે રાણા કરપડા બોલ્યા છે અરે
આલ્ગા મારો આલ્ગો કઈ અધરાતે જાય
ગા ના ગાળા છુટવાદે બાપ સુરજ નારાયણ
ની કિરણો કાઢવાદે તું
તો સૂરજનો દીકરો સુરજ નારાયણ ઉગ્ય
પેલા મારો દીકરો આમ અધરાતે જાય ,,,

બાપુ હવે
મારા શ્વાસ તૂટે છે હો ,,,

સવાર નો પોર થયો સુરજ
નારાયણે કોર કાઢી અને કીધું બાપુ હવે
રજા આપો અરે દીકરા તું તો કાઠીયાણી દીકરો તું
તો મારો દીકરો રાણા કરપડા નો દીકરો સવાર
ના ડાયરા ને કસુંબો પીધા વગર ના જવા દઈ ને
તો સમશાન માં ડાયરો બગાસા ખાય,, બાપુ હવે તમે
ગજબ કરો છો હો,,,

બેટા આલ્ગા મર્દ માણસ હોય ને
એને જીવે ગજબ અને મરે ગજબજ
હોય,,,મારો આલેગ છે ઈ
હજી સવારનો કસુંબો લેવરાવે મેમાન કઈ છાશું
પાણી કરે અને મારો આલેગ પછી જાય,, બધા ડાયરે
કસુંબો લીધો અને પછી આલેગે કીધું કે હવે મને
રજા આપો તો હું પેટે થી સાફો છોડી નાખું રંગ છે
બાપ પણ મારો આલેગ પાલકી માં નો હોય
ઈતો અસ્મેર ના ડગલા ભરે નવી મોજડિયું
માંગવામાં આવી નવો સાફો પેરવા માં અપ્વ્યો અને
હાલીને સ્મશાન ભૂમિ બાજુ ડગલા માંડ્યા ભાઈ
આને ભારત વર્ષ માં નૈ પણ ઓલ અવર
ઇન્ડિયા માં પેલ્લો એવો દાખલો છે કે જેને
આટલા ઘા વાગ્યા બબ્બે દિવસ અને બબ્બે રાત
સુધી જીવતો રયે છતય હાલીને સમશાન
ભૂમિ માં જઈને પોતાની ચિતા ઉપર પોતે ચડે
ભાઈ,,ધીરે ધીરે ઢોલ શરણાયું વાગતા જાય છે
ચારણો ને બીર્દાવ્રીઓ ગાતા જાય છે
હાલતા હાલતા માએ છેલ્લી વાર આલેગ ઉપર નજર
કરી ભાઈ વાહ દીકરા વાહ દીકરા મારું ધાવણ
ઉજાળ્યું,,,,,,સમશાન ભૂમિ આવે છે બાપ દીકરાને
ભેટે છે એક એક ડાયરો બધો બાવ પશાવ
કરી આલેગ ને રામ રામ કરે છે અને પોતે સુરજ
નારાયણ નો જાપ જપી, ઠાકર નો જાપ
જપી ,

ભગવતી જગદંબા ને યાદ કરી એય સુરજ
નારાયણ ''''સામ સામા ભડ સમ્બ્રે ભાંગે
કેતારા ભરમ એ ત્રણ તણા કશ્યપ તાણાસુરજ રાખજે
શરમ ''' અને આમ ચિતાની માથે
ડગલા માંડ્યાચંદન ના લાકડા લાવ્યા માં આવ્યા છે
માથે ઘી ના ઘડા ને ઠાલવવામાં આવ્યા છે અને પેટે
થી ફેટો છોડી નાખ્યો ને અટરાળા નો ગોટો બાર
નીકળી ગયો અને શંકર નો વીર ભદ્ર નામ નો ગણ
દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ માં પડ્યો હોય આજ
આલેગ આવો પડ્યો ભાઈ ,,, ફાગણ મહિનાનો કોઈ
ખાખરો ખીલ્યો હોય એવું આજ લાગે છે 'અને
છેલ્લી વખત બાપે એમ પૂછ્યું તું કે
બેટા આલ્ગા કઈ કેવું છે તારે કે હા બાપુ મારા વંશ
નો હશે એને કોઈ દી લોઈ ભાલશે ને તો તેને કોઈ
દી ઉન્નત નૈ આવે એને કોઈદી ઉલટી નૈ થાય અને
ગમે એટલા ઘા વાગ્યા હશે ને તે કોઈ
દી પછી પાની નૈ કરે આજે પણ કરપડા ના દીકરાને
અગ્યાર અગ્યાર ઘા વાગ્યા ચતાય
હલતા નથી ,,,,,,,,,,,,,,, 

અને પાછો ચારણ
મોરબી માં જીવાજી ઠાકોર જોડે ચોપાટ રમે છે અને
એમ કે છે કે આવજે આલેગ સીસાણા એમ કે એટલે
પાછા દરબાર બોલ્યા કે કવિ રાજ તમારો આલેગ
તો ઉપર ગયો ઉંચો ગયો,

 હા ઈ ઉપર ગયો છે પણ
સ્વર્ગ માં તમારા બાપ દાદા ના બોકાહુ સાંભળુ છુ
ત્યાં આલેગ સ્વર્ગ માં ધીંગાણૂ કરે છે .
To Top