અભિમન્યું જ્યારે યુધ્ધમાં ઉતરવાનો હતો, ત્યારે એ સૌના આશીર્વાદ જરૂર લેતો. અભિનન્યુ પગે લાગે અને બધા તરફથી આશીર્વાદ મળે કે, વિજયી ભવઃ, પણ આજે કૃષ્ણએ "યશસ્વી ભવઃ" ના આશીર્વાદ આપ્યા. અને દ્રૌપદી ચૌકી ઉઠી.
ભગવાને જવાબમાં કહ્યુ કે, યુધ્ધમાં મૃત્યુ નિશ્ચિત છે, પણ, કેવું લડે છે એ મહત્વનું છે! ક્યાં સુધી લડે છે એ મહત્વનું છે.
અભિમન્યું સાત યોધ્ધાઓ વચ્ચે ઘેરાઈ ગયો ત્યારે એને મૃત્યુના વિચાર આવી જ ગયા હશે, પણ - એ લડ્યો , શૌર્યથી ! યશસ્વી થયો.
outcomeની ચિંતા કર્યા વગર, હાલ જે કરો છો એ પુરેપૂરા દિલથી, પૂરેપૂરા શોર્યથી કરો - એ જ તમારો धर्म!
જીત અને હાર, ગૌણ વસ્તુ છે. મહત્વનું છે- કરવું - લડવું !
મહાભારતની એક એક વાત કર્મનો સિધ્ધાંત સમજાવે છે, ધ્યાનથી સમજો તો!