માં ના મૃત્યુ બાદ બારમા તેરમાંની ક્રીયા પુર્ણ થતા બહેન નમ આંખે ભાઈ પાસે પોતાના ઘરે જવા માટે રજા માંગે છે.અને કહે છે." બધું કામ પૂરું થઈ ગયું છે ભાઈ..હવે હું ઘરે જવા માટે રજા લઈ શકું? "
આટલું તો માંડ બોલાયું.. ત્યાં આંખ ભરાઈ આવે છે.પણ ભાઈ તેને ત્યાંથી જ રોકતાં કહે છે." ના બહેન હજુ એક કામ બાકી છે "અને માં ની અલમારીની ચાવી આપતાં કહે છે." બહેન લે આ માંની અલમારીની ચાવી.તારી પસંદની દરેક વસ્તુ તું લઈ જા."પણ બહેને ચાવી લેવાની વાતનો અસ્વીકાર કરી ભાભીને અલમારી ની ચાવી આપતાં કહ્યું કે " ભાભી તમે જ અંત સુધી માંની સેવા કરી છે.મારા કરતાં પણ તમે એમની નજીક હતાં.ભાઈની અનુમતિથી ભાભી અલમારી ખોલે છે.જેમા કિંમતી ઘરેણાં, કપડાં વગેરે વસ્તુઓ છે.ભાઈ/ભાભી બહેનને કહે છે કે માંની બધી વસ્તુ સાથે લાગણી જોડાયેલી છે.આમાની તમને ગમતી કોઈ પણ વસ્તુ તમે લઈ જાવ.ત્યારે બહેન ભાભીને સંબોધિને કહે છે " ભાભી તમે અંતિમ સમય સુધી દીકરી બનીને માં ની સેવા કરી છે.તમે જ આ ચીજ વસ્તુઓ ભોગવવાના સાચાં હકદાર છો.. વધારે નહી બોલવાં જતાં આંખ ભરાઈ આવે છે.આમ છતાં માંડ માંડ એટલું બોલાયું.." જો તમે મને લેવાં માટે કહીં જ રહ્યા છો તો..આ તમામ ચિજ વસ્તુઓથી પણ કિંમતી વસ્તુ છે જે મારે જોઈએ છે આપો તો લઈ જાઉં." ભાઈને આશ્વર્ય થયું કે તારી સામે તો અલમારી ખોલી.!!!!હવે કઈ એવી વસ્તુ છે કે જે તને જાણ બહાર હોય..?જે છે તે તારી સામે જ છે.પરંતુ સમજદાર ભાભી તુરત જ પતિને રોકતાં કહે છે તમે નહીં સમજો..એમને શું જોઈએ છે હું સમજી શકું છું..એ જે કિંમતી ચીજ માંગે છે એ દુનિયાની દરેક દીકરી ચાહે છે.એટલુ કહેતાં ભાભી બહેનને ગળે લગાડીને રડી પડે છે.અને કહે છે " દીદી તમારી વેદનાં હું સમજી શકું છું.માના ગયા બાદ પણ તમારૂં પિયર સલામત રહેશે.એ ચિંતા ન કરો.ભાઈ/ભાભીના રૂપમાં અમે માતા/પિતા જ છીએ.છતા પણ તમે માંની નિશાની સ્વરૂપે કઈ તો લેતાં જાવ.બહેન..ભાભીને ગળે લગાડીને કહ્યું કે " ભાઈ/ભાભીના રૂપમાં માતા/પિતા મળે તો એનાથી કિંમતી બીજું શું હોય શકે? છતાં પણ તમે કોઈ નિશાની લય જવા માટે કહો છો તો હું મારા પિયરના હસતાં ખેલતા પરિવારની તસવીર લઈ જવા માગું છું.ભાઈ/ભાભીના રૂપમાં મારૂં પિયર સલામત છે તો મારે કોઈ કિંમતી વસ્તુની જરૂર નથી..જે મને માં ન હોવાનો અહેસાસ ક્યારે પણ નહીં થવા દે.. એટલું કહી પુરા પરિવારની તસવીર લઈ બહેન ત્યાંથી નમ આંખે વિદાય થાય છે.