ગેબીનાથ

ગેબીનાથ

Bipinladhava
ગેબીનાથ  

સંત ગેબીનાથ નો જન્મ સંવત પંદરમી સદીમાં ગીરના કનરા ડુંગર માં પિતા ઓઢાજામ , માતા હોથલ પદમાણી ને ત્યાં ત્રીજા પુત્ર રૂપે થયો. તેમનું મૂળ નામ ગાંગોજી સાખે જાડેજા રાજપૂત હતા. ઓઢાજામ અને હોથલ પદમણી ને જેસલ , જખરો તથા ગાંગોજી નામે ત્રણ પુત્રો હતા. હોથલ પદમણી એ ત્રણેય પુત્રો ને અલગ-અલગ આશીર્વાદ આપ્યા. મોટો પુત્ર જેસલ બાદશાહ ઈલ્કાબ ધારણ કરશે , જખરો જબરો દાતાર થશે , જ્યારે ગંગોજી ગીરનો સંત થશે. જંગલના ભીલો તેનો પડ્યો બોલ ઉઠાવશે.
            ઓઢાજામ હોથલ પદમણી ની પ્રાણય કથા ખૂબ જાણીતી છે. દિલ્હીના તે વખતના બાદશાહ તાજ ખાન દ્વારા જેસલની અતિ સુંદર રાણી પરીયમદે જે હોથલ ની ભત્રીજી થતી હતી. તેમની માગણી કરતા કચ્છની કેર કકડાણે યુદ્ધ થયું. યુદ્ધમાં ગંગોજીના ભીલોએ દિલ્હીના લશ્કરને બાણોથી ત્રાહિમામ કરી મૂક્યા. પુરુષ ના વેશમાં લડતી પરિનદે એ કચ્છી સૈન્ય અને ઘોડા થી સંહાર થતો જોઈ પોતે જ પોતાના પેટમાં કટાર મારી. વીરગતિને પ્રાપ્ત થઈ. તાજ ખાનની પુત્રી આઝાદી રૂબિયા બાનુ એ લડાઈ બંધ રખાવી. જખરા તથા તેની પત્ની ની સુરવીરતા થી પ્રભાવિત થઈ જખરા સાથે પ્રેમ લગ્ન કર્યા. આ મુસ્લિમ રાણી ના સંતાનો સુમરા તરીકે ઓળખાયા. આ યુદ્ધમાં ઘાયલ થયેલા ગાંગોજી પ્રથમ ગીરનાર  ( જુનાગઢ ) તરફ આવ્યા.
             ગિરનારની અઘોર વનરાજીમાં અનાયાસે રામદેવપીર ના શિષ્ય જેસલમેર વાળા મલ્લિનાથ સાથે મેળાપ થયો. વીસ વર્ષની ઉંમરે જેસલમેર  ( રાજસ્થાન ) જઇ મલ્લિનાથ પાસે નાથ ધારાની દિક્ષા લીધી . ગુરુ મલીનાથ એ ગાંગોજી નામ બદલી ગેબીનાથ નામ આપ્યું. આવી કથા લેખકો દ્વારા કહેવામાં આવેલ પરંતુ ગેબીનાથ ની જગ્યા માં તપાસ કરવામાં આવતા તેઓ હોથલ પદમણી અને ઓઢાજામ ના પુત્ર હતા. તે કથા સાથે તેઓ સહમત થતાં નથી. ગુરુ આદેશ મુજબ ગેબીનાથ ગિરનારની તપોભૂમિ માં ધ્યાન યોગ સિદ્ધ કરી. પંચાલ ના થાનગઢ પાસે તરણેતરના રસ્તે બ્રહ્મગુફામાં રહેવા લાગ્યા.
           એકાંતવાસ દરમિયાન ગેબીનાથ કોઈને મળતા નહોતા. પ્રચલિત કથા મુજબ થાનગઢ ના રહીશ મેપા કુંભારના ભાગ્યનો ઉદય થતા જીણાનંદ તળાવમાં માટી લેવા ગયા ત્યારે સૌપ્રથમ મેપા કુંભારને ગેબીનાથ ના દર્શન થયા. મેપા કુંભારની સરળતા અને સત્યની પ્યાસ જોઈ ગેબીનાથ એ મેપા કુંભારને નાથધારા ની દીક્ષા આપી. નેપા કુંભાર માથી મેપા ભગત આપા મેપા થયા.
           ગેબીનાથ ની શિષ્ય પરંપરામાં આપામેપા , આપારતા , આપાજાદરા , આપાગોરખા , આપાદાના , આપા વિસામણ , આપાગીગા , મુળીબાઈ , ભોળી આઈ , અને લાખા ભગત જેવા સમર્થ સંતો પ્રગટ થયા. 
           ગેબીનાથ ની જગ્યા થાન થી બે કિલોમીટર દૂર તરણેતરના માર્ગે જતા જમણા હાથ ઉપર આવેલ છે જે ગેબીનાથ ના ભોયરા તરીકે ઓળખાય છે. સામસામા બે ડુંગર છે. જેમાં બીજા ડુંગર પર ગેબીનાથ ના બેસણા છે.



           ગેબીનાથ ની જગ્યા પાસે નવું સોનગઢ ગામ “ ૧૫૨ " વર્ષ પહેલા વસ્યુ હતું. બીજી બાજુ જુનું  સોનગઢ ગામ હતું. આ ગામમાં આપારતા ના ભાણેજ અને જમાઈ આપાજાદરા થયા. આપા જાદરા ના પુત્ર આપા ગોરખા સિદ્ધ થયા. મેપા કુંભારે આપા જાદરા ને લાકડીના માર દ્વારા દીક્ષા આપી. લાકડી ફેંકી મેપા ભગત એ આપા જાદરા ને અદભૂત વચન આપ્યું. જા. જાદરા તારી ત્રીજી પેઢીએ સંત થશે. ત્યારે મારા દીકરા ઠીકરા વેચી પેટ ભરશે.
          સૌથી લાંબુ જીવન ગેબીનાથ જીવ્યા કહેવાય છે કે અંદાજે પોણા ત્રણસો વર્ષનું આયુષ્ય તેઓએ ભોગવ્યું. બીજા ક્રમે લોહલંગરી અંદાજે 230 વર્ષ જીવ્યા. ત્રીજા ક્રમે ગુરુ રામાનંદ 176 વર્ષ જીવ્યા. જ્યારે ચોથા ક્રમે રોહીદાસ 151 વર્ષ જીવ્યા. ગેબીનાથ ની વાણી ભજન ૧ તથા ૨ નીચે મુજબ છે : 
( ૧ ) “ કરીલે આત્માની ઓળખાણ મેલી દેહનું અભિમાન કાયા તારી સાવ છે કાચી, 
લે ને લાલ માઈલો લાવ તારા બુરા થાશે હાલ જમડા ભાંગશે છાતી ,
ખોટા તારા પુત્રને પરિવાર ખોટા ખોટા તારા સગા ને સહોદર સર્વે ગરજના સાથી,
દેખો શુરા હુન્દા ખેલ ધડથી માથું અળગુ મેલ દેખો સુરો કી જાતી,
મળ્યા નહિ સત્સંગ રૂપી‌ સેલ વો તો બીગડ ગયા ખેલ બુજ ગય દિયે કી બતી,
બાવો બોલ્યા ગેબીનાથ હરિ પકડ લે મેરો હાથ સંગત સાધુ કી સાચી."
( ૨ ) “ ચેત મન હંસા કમર કસ ધીરજ ધર ફોજ કાલ  કી આઈ ,
ફોજ કાલ કી આઈ ઘટાતટ ત્રિવેણી છાઈ,
કાલિ પિલિ બેરખ ઉડતી લાલ ધજા ફરકાઈ ,
ઝંડા ઉસકા ચહુ દિૅશૅ ફિરતા ધીંગી ઢાલ ધરાઈ .”
સંત ગેબીનાથે ૧૮મી સદીમાં સમાધિ લીધાનું અનુમાન છે.  

આદેશ જય ગુરુદેવ જય ભોલેનાથ
To Top