મંગળનાથ બાપુ
ભારત વર્ષમાં આહિર જ્ઞાતીમાં અનાદી કાળથી મહાન તપસ્વીઓ , સંતો , સતીઓ અને શુરવીરો થયા છે . દાતારી અને ત્યાગ , સમર્પણો અને બલીદાન , એ આહિરની સંસ્કૃતિ રહી છે . અને એ જ સંસ્કૃતિના આધારે આજે આહિર જ્ઞાતી અડીખમ ઉભી છે .
ગાથાઓ કે ઇતિહાસ ક્યારે લખાય છે કે જ્યારે સંસ્કૃતિ માટે , સમાજ માટે , ધર્મ માટે કે પછી કોઇ પારકા માટે કંઇ પણ સવાર્થ વગર બલીદાનો દેવાય છે , કંઇ પણ ન્યોછાવર કરાય છે ત્યારે ઇતિહાસ આલેખાય છે . અને એ ઇતિહાસ સદીઓ સુધી ગવાય છે .
આજે આવા જ એક ઐતિહાસીક સંત શ્રી મંગલનાથ બાપુ ની વાત કરવી છે .
જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના નાનકડા એવા સતાપર ગામે રણમલભાઈ ગોજીયા નામના ખેડુત રહેતા હતા . તેમને ત્યાં તેજસ્વી સીતારા રૂપ બાળકનુ અવતરણ થયુ ને નામ રાખવામાં આવ્યુ સોમાત . નાનપણથી જ એ તોફાની અને જીદ્દી , અને એ જ કારણે પોતાની એક આંખ ગુમાવી બેઠો . ભણતરમાં મન ન લાગતા પિતા રણમલભાઇએ પોતાના વ્યવસાયમાં કાર્યમાં વળગાડી દીધો .
સમય જતા સોમાત યુવાન થયો , આહિરાણી સાથે લગ્ન કરી દેવાયા , બંને નવ દંપતિ ઘરમાં સંપીને રહેવા લાગ્યા , સમય જતા સોમાતના ઘરે એક બાળક થયો . સંતાન પ્રાપ્તિ પછી બે વર્ષ સંસારનુ ગાડુ બરાબર ચાલ્યુ .
યુવાન વયે પહોંચેલ સોમાત અવતારી પુરૂષ હતો . ભક્તિ યોગની કામગીરી બાકી હોય સંસારના સુખ એને ખારા લાગ્યા . પતિ-પત્નિ વચ્ચે મતભેદ થયા સોમાતે સંસારને તિલાંજલી આપી . તેમના પત્નિ કેડો છોડતા નથી આવેશમાં આવી દાતરડા વડે પોતાની ગુપ્ત ઈન્દ્રિય કાપી આહિરાણી તરફ ફેંકી વિભુત યોગ સાધના પંથે ચાલી નીકળ્યા .બીલેશ્વર આવી યોગીરાજ હરીહરાના ચરણમાં પડ્યા . નાથ સંપ્રદાયની દીક્ષા આપી , મંગળનાથજી નામ આપવામાં આવ્યુ .
સોમાત માથી મંગળનાથ થયા , એને સંસાર સામે ભીળી બાથ .
આહિર તણી છે એમની જાત ,આજે ઈતિહાસ પાને વંચાય છે વાત .
બિલેશ્વરમાં રહી ભક્તિ તપ સાધનામાં મન પરોવ્યુ . સતત બાર વર્ષ ઉભી ટેક રાખી અન્નજળ ત્યાગ કરી માત્ર લીમડાના પાણીનું સેવન કરી આકરી તપસ્યા કરી બિલેશ્વર મહાદેવને પ્રસન્ન કર્યા .ભક્તિ માર્ગે મંગળનાથ લીન થયા . સંતો-મહંતોની હંમેશા કસોટી થતી જ હોય છે . સમય જતા જતા બિલનાથ મહાદેવના મુગટ કોઇ ચોરી ગયા .મંગળનાથ અડગ મન વિશ્વાસ સાથે પોઠિયા ઉપર હાથ રાખી બેસી રહ્યા વીસ દિવસ ખડી તપસ્યા કરી ચોરનારનુ હદય પલટાયુ મુગટ મુકી ગયા અને ગામ લોકોએ પારણા કરાવ્યા .
સંતની શક્તિ અનહદ હતી તેમની ભૃકુટીથી જ સૌ કોઇ કહેતા આ મંગળનાથ યોગી પુરૂષ છે . ઈ.સ 1955 માં મંગળનાથ બાપુ જુનાગઢ ગરવા ગિરનારની તળેટીએ આહિર જ્ઞાતીની વાડીમાં આવ્યા .શ્રી હિરાગર બાપુની નિવૃતિ બાદ મંગળનાથ બાપુ એ જગ્યાનુ સુકાન સંભાળ્યુ . જ્ઞાતીની વાડીના વિકાસ માટે ગામડે ગામડે જઇ ટહેલ કરી . વર્ષો સુધી જઇ ફરતા અને અનાજનો ફાળો એકઠો કરતા . સમય જતા નાનકડી ભાગવત સપ્તાહ કરાવી . અને જગ્યાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો . જગ્યામાં મંગલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી . રાધે કૃષ્ણ મંદીર બનાવ્યુ . એ સમયે તેમના ત્રણ શિષ્ય યોગી શિવનાથજી , યોગી ભીમનાથજી , યોગી નેમીનાથજી .તેમને નાથ સંપ્રદાયની દિક્ષા આપી હતી . જગ્યામાં આવ્યા ત્યારે જાંબલી કલરની ગાય સાથે નાની સરખી ઝુંપડી બાંધી રહેતા હતા . આજે એ વિશાળ યાત્રા ધામ બની ગયું છે .
સમય જતા એમની બીજી આંખ સતત દુઃખતી હોવાથી કાયમી નિવારણ માટે બાપુએ પોતાના હાથે બીજી આંખ પણ ફોડી નાખી . દિવસે દિવસે જગ્યાનો વિકાસ થતો રહ્યો .ગરીબ વિદ્યાર્થીને મફત શીક્ષણ આપવુ , દિન દુઃખીને ભોજન કરાવવુ , પાણીનુ પરબ જેવા જનસેવાના કાર્યો કરતા .બહોળી સંખ્યામાં યાત્રાળુઓને જમવા તથા રહેવાની સગવડ પુરી પાડતા . ઇ.સ. 1962 માં જગ્યામાં મહારૂદ્ર યજ્ઞ કર્યો . ઇ.સ. 1965 માં સુપ્રસિધ્ધ પૂજય ડોંગરજી મહારાજની ભાગવત સપ્તાહ યોજી .
1981 માં ભવનાથ ગ્રામ પંચાયતની સ્થાપના થઇ . સૌ પ્રથમ મંગળનાથ બાપુ સરપંચ બન્યા . ભારતના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ સરપંચ નુ બીરુદ પામ્યા . બાપુ નિરાધારના આધાર અને ગરીબના બેલી હતા .
કુદરતના નીયમ પ્રમાણે જન્મે એનુ મૃત્યુ નીશ્ચિત હોય છે . એ જ નીયમ પ્રમાણે બાપુ તા . 7-2-1983 ને સોમવારે પ્રભુને પ્યારા બની ગયા.