ભરવાડની દિકરીની લાજ બચાવી બલિદાન દેનાર પરોપકારી આહીર ગોરા આપા ખુંગલા અને તેના ભાણેજ નાગાજણ આપા સોઢીયા !

ભરવાડની દિકરીની લાજ બચાવી બલિદાન દેનાર પરોપકારી આહીર ગોરા આપા ખુંગલા અને તેના ભાણેજ નાગાજણ આપા સોઢીયા !

Bipinladhava
ભરવાડની દિકરીની લાજ બચાવી બલિદાન દેનાર પરોપકારી આહીર ગોરા આપા ખુંગલા અને તેના ભાણેજ નાગાજણ આપા સોઢીયા ! 

આશરે બસો વર્ષ પહેલાનો ઇતિહાસ છે વણપરી ગામના ગોરા આપા ખુંગલા અને તેના ભાણેજ નાગાજણ આપા સોઢીયા ઘોડે સવાર થઈ બહારગામ જતા હોય છે , ત્યાં પડધરી ના રુપાવટી ગામે પહોંચતા એક રુપા નામની ભરવાડની દિકરીની અમુક નરાધમો લાજ લુંટવાની કોશીશ કરતા નજરે પડે છે , આ દિકરી બચાવૉ બચાવોની બુમ પાડે છે , આ અવાજ કાને પડતા મામો ભાણેજ પોતાની તલવાર કાઢી સાબદા બને છે અને નરાધમોને આ દિકરીને છોડી દેવા હાકલ કરે છે!

નરાધમો માનતા નથી તેથી આ દિકરીને બચાવવા મામો ભાણેજ આ નરાધમો સાથે ખાન્ડાના ખેલ ખેલે છે , અને નરાધમોને મારી આ રુપા દિકરીનૅ બચાવે છે ,પરંતુ બંને મામો ભાણેજ ગમ્ભીર રીતે ઘાયલ થયેલ હોય આ દિકરીની આબરુ બચાવવા કામ આવે છે ! 

આ બનાવ બનતા દિકરી સાંસારીક જીવન તજીને આ વીર પુરુષોના પાળિયા પાસે જીવનનો ત્યાગ કરે છે , આ સતી માતા હમણા જાગૃત થયા છે અને પોતે આ વીર પુરુષો પાસે સતી તરીકે બેસવા માગે છે ,એટલે હવે આ ખુંગલા પરિવાર સતી માતાનો થાપા વાળા પાળીયાને થોડા સમયમા સ્થાપશે ! 

આ ઐતિહાસીક માહિતી રાજકોટના આહીર સમાજના આગેવાન રાજુભાઇ બોરીચાએ આપેલ છે !

જય હો પરોપકારી યદુવંશી આહીરો જય દ્વારકાધીશ
To Top