વાગડના વીર : ભીમાજી મકવાણા

વાગડના વીર : ભીમાજી મકવાણા

Bipinladhava

વાગડના વીર : ભીમાજી મકવાણા

    વાગડના વીર ભીમાજી મકવાણા નો ઈતિહાસ અનેરો છે જેમની સાથે ગામની સ્થાપના સાથે જોડાયેલો છે.આવો જાણીએ તેમનો પુર્વ ઈતિહાસ
 રાજસિંહજી વિક્રમ સવંત 1475 માં ઘાંટોડી હાલનું કાનપર ત્યાર પછી તેમના વંશજ વિક્રમ સવંત 1735 ભીમાજી મકવાણા એ ભીમાસર ગામનું તોરણ બાંધ્યું અને ભીમેશ્વર મહાદેવની સ્થાપના કરી અને તળાવ બંધાવ્યું અને ભીમાજી મકવાણાના નામ ઉપર થી ગામનું નામ ભીમાસર રાખવામાં આવ્યું અને ભીમાજી મકવાણા વિક્રમ સવંત 1795 માં ગામના રક્ષણ કાજે પોતાનું બલિદાન આપ્યું ભીમાજી મકવાણા નો પાળીયો અને ઘોડે અશ્વાર મુર્તિ વિક્રમ સવંત 2070 અને ઈસ 2014 તારીખ 10/05/2014 ના રોજ ભીમાસર ઉમૈયા ભૂટકિયા તમામ ભાયાતોના સહયોગ થી છતરડી બનાવી અને ભીમાજી દાદા ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી!
             વાગડના મકવાણા શાખના રાજપૂતો ઘાટોડીથી (હાલનું કાનપર) રાજપૂતો પોતાનો ગાડા જોડીને જઈ રહ્યા હતા અને હાલમાં જે ભીમાસર ગામ સે ત્યાં પડાવ નાખેલો તેમાં બપોરના ટાણે એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું.એક સસલું દોડતુ નીકળ્યું,તેની પાછળ નેહડાના કૂતરાઓ દોડ્યાં પરંતું થોડી વારમાં અદભૂત દ્રશ્ય જોવા મળ્યુ કે આગળ જઈને સસલું ઓચિતું પાછું વળ્યું અને કુતરાઓની પાછળ થયું અને સસલાં એ કૂતરાઓને પાછળ થઈ ને નેહડામાં ઘૂસાડી દીધા આ દ્રશ્ય જોઈને રાજપૂતોની સાથે રહેલા હરિદાસ બ્રાહ્મણે કહયુ કે આ જમીન પવિત્ર છે!અને જમીનથી પ્રભાવિત થઈને હરીદાસે રાજપૂતોને આ જગ્યાએ ગામ વસાવવા માટે કહયું અને ભીમાજી મકવાણાને ગામનું તોરણ બાંધવા માટે કહ્યું,
        ભીમાજી મકવાણા કહે કે "હે દેવ દેવસ્થાન વગર કઈ રીતે તોરણ બાંધવુ ત્યારે હરિદાસ કહે ગઢ માથે આઈ રાજલના બેસણાં છે અને જાઓ પેલી જાળીઓમાં જૂનું શિવજીનું શિવલિંગ હશે માણસો એ જાળીઓમાં જઈને તપાસ કરી તો શિવલિંગ જોવા મળ્યું પછી રાજબાઈ માતાજીનું નામ લઈ ને વિ.સં.1735 માં ભીમાજી મકવાણાએ ગામનું તોરણ બાંધ્યું અને જ્યાં શિવલિંગ નીકળ્યું ત્યાં ભીમેશ્વર મહાદેવની સ્થાપના કરી અને ગામનું નામ ભીમાજી પરથી ભીમાસર રાખવામાં આવ્યું.



        હરિદાસ મારાજે નાગની ફેણ વીંધી( એ સમયે એવી કોઈ વિદ્યાનો સમય હશે)અને આશીર્વાદ આપ્યાં કે આ ગામને કોઈ ભાંગી શકશે નહિ અને જેમ બધાજ નો પડાવ હતો એમજ બધાનો પડાવ રાખી દેવામા આવ્યો પરતું કોઈકને મજાક સુજી કે શું મારાજે સાચે જ નાગની ફેણ વીધી છે કે પછી એમજ કહે છે હાલો જોઈએ તો ખરાં !અને નાગની ફેણમાંથી જેવી ખીલી કાઢીને નાગ મડયો ભાગવા પણ જેવો નાગ ભાગ્યો કે એ ભાઈએ પાછળથી પૂછડામાં ખીલી મારી દીધી આ બધી હરિદાસને ખબર પડી કે નક્કી કોઈએ ના કરવાનું કામ કર્યું છે એ તરત ત્યાં પહોંચી ગયા અને જોયું તો નાગના પૂછડામાં ખીલી હતી  હરિદાસ ક્રોધે ભરાયાં અને કહ્યું તમને બીજું તો કઈ નથી કહેતો પણ હવેથી આ ગામ પાસ મોવાડું રેહશે એટલે કે (કોઈપણ કાર્ય જે લોકો પહેલા ઉપાડશે એ નહિ થાય અને પાછળથી બીજા લોકો ઉપાડશે ત્યારે થશે એ પરચા હાલમાં પણ મોજૂદ છે)ભીમાજી મકવાણાએ ગામનું તળાવ ખોદાવ્યુ.અને તેમના ભાણેજ કાંધાજી પરમારે કાધેલી ખોદાવી વિક્રમ સંવત 1795માં લૂંટારાઓ એ ગામની ગાયો વારી એમની સામે લડતા લડતા ભીમાજી મકવાણા કામ આવ્યા એમનો પાળીયો આજ પણ તળાવની પાળ ઉપર અડીખમ ઉભો છે
        ભીમાસર ગામ એ અજય ગામ છે ક્યારેય બહારવટિયાઓ કે કોઈ પણ લૂંટારાઓ ના હાથે ભગાણું નથી આમ દરેક રાજપૂતો ને પોતના ભાગ પ્રમાણે જમીન મળી અને પછી ભીમાસરમાં દરેક જ્ઞાતિઓ ધીરે ધીરે આવી ને વસી અને આજે રાપર તાલુકામાં એક મહત્વની ગામ ભીમાસર છે!


To Top