આજે તા. 23મી માર્ચ એટલે કે શહિદ દિવસ.

આજે તા. 23મી માર્ચ એટલે કે શહિદ દિવસ.

Bipinladhava


આજે તા. 23મી માર્ચ એટલે કે શહિદ દિવસ. 

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને આજથી ૯૨ વર્ષ પહેલા આજના દિવસે જ ફાંસીની સજા કરવામાં આવી હતી.

અંગ્રેજ સરકારે ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુ માટે ફાંસીની સજા તા. 24-3-1931ના રોજ નક્કી કરી હતી. એ વખતે આ ત્રણે દેશભક્તોને લાહોર જેલમાં રાખવામાં આવ્યા હતા. ફાંસીના આગલા દિવસે જ આ ત્રણેના પરિવાર સહીત અનેક લોકો એને મળવા માટે લાહોર જેલ પહોંચ્યા. મળવાવાળાની સંખ્યા એટલી મોટી હતી કે અંગ્રેજ અમલદારો ગભરાઇ ગયા અને મંજૂરી મેળવી જેલની બહાર રાહ જોઇને બેઠેલા લોકોને  કોઇ જાણ કર્યા વગર જ એક દિવસ વહેલા તા.23-3-1931ના સાંજના સમયે આ તર્ણે નરબંકાઓને ફાંસીના માચડે લટકાવી દીધા. 

હદ તો ત્યારે થઇ કે જ્યારે ફાંસી અપાયા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવાના બદલે જેલમાં પાછલી દિવાલમાં બાકોરુ પાડી ત્યાંથી ટ્રક મારફત કોઇને ખબર ન પડે એ રીતે ત્રણેના મૃતદેહોને સતલુજ નદીના કાંઠે હુસેનીવાલા ગામ પાસે સળગાવી દીધા. પરિવારજનો જેલના દરવાજે રાહ જોતા રહી ગયા. આ બધી નાલાયકી *મોહમદખાન* નામના એક વોર્ડનની હતી.

1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયા, લાહોર જેલ ને તોડીને ત્યા શાદમાન નામની અતી ભવ્ય સોસાયટી બનાવવામાં આવી જ્યાં ત્રણે નરબંકાઓને ફાંસી અપાયેલી હતી તે ફાંસીનો માચડો યથાવત રાખ્યો હતો અને સર્કલમાં બરાબર વચ્ચે આવે એ રીતે જ રાખ્યો હતો. 1974માં પાકિસ્તાનના વડાપ્રધાન પોતાના સૌથી મોટા હરીફ અને દુશ્મન ગણતા એવા રઝા અહેમદ કાસુરીને પતાવી દેવા માંગતા હતા આ માટે પ્રોફેશનલ કીલરને રાખવામાં આવેલા. 

આ પ્રોફેશનલ કીલર રઝા અહેમદ કાસુરીની ગતિવિધીઓ પર નજર રાખતા હતા. તેઓએ જોયુ કે રઝા અહેમદ કાસુરી નિયમિત રીતે શાદમાન સોયાયટીના પેલા સર્કલ( જ્યાં ત્રણે શહિદોને ફાંસી આપી હતી) પાસેથી નિકળે છે અને કારમાં ડાબી બાજુ પર બેસે છે. કાસુરીને મારવા માટેનો દિવસ નક્કી થયો એ દિવસ હતો 23-3-1974 સવારના 9.30ની આસપાસ કાસુરીની કાર ત્યાથી પસાર થઇ અને પાછલી સીટ પર ડાબી બાજુ પેઠેલી વ્યકતિને નિશાન બનાવીને ફાયરિંગ થયું. 

ડાબી બાજુ પર બેઠેલી વ્યક્તિ વિંધાય ગઇ અને મૃત્યું પામી. પણ આજે એવું બન્યું કે કાસુરીએ કારમાં બેસવાની જગા બદલી હતી એટલે એ બચી ગયા અને કારમાં કાસુરીની જગાએ બેઠેલો કોઇ સાવ અજાણ્યો માણસ મરી ગયો
આ અજાણ્યો માણસ એટલ 1931માં જેની નાલાયકીના કારણે ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુને એના માતાપિતાને મળવા પણ ન દેવામાં આવ્યા અને એક દિવસ વહેલા ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા તે મોહમદખાનનો જ એક નો એક દિકરો..

તારીખ પણ એ જ હતી અને સ્થળ પણ એ જ હતું કર્મના હિસાબ-કિતાબનું  કામ થયું.
To Top