કહેવતમાં કહ્યું છે કે 'સમદરને સીમાડો ન હોય' એમ મર- દાઈનું માપ કાઢી શકાતું નથી. કોઈ કાઢવા મથે તો તેમાં સારાવાટ પણ નહિ. જેને છવ કરતાં જિંદગીનું ઝવેરાત વધુ વ્હાલું હોય છે, એવા ધફધફ વહેતા જુવાનીના ઝરા કેટલાય અજબ રંગે દુનિયાની ધરતીને રંગતા ગયા છે. આમાં ઝાલાવાડની ધરતીના ધુંટાએલા રંગો કંઈ ઓર ભાત્ય ઉપસાવે છે. એવી ભોમકાની આ વાત છે.

કહેવતમાં કહ્યું છે કે 'સમદરને સીમાડો ન હોય' એમ મર- દાઈનું માપ કાઢી શકાતું નથી. કોઈ કાઢવા મથે તો તેમાં સારાવાટ પણ નહિ. જેને છવ કરતાં જિંદગીનું ઝવેરાત વધુ વ્હાલું હોય છે, એવા ધફધફ વહેતા જુવાનીના ઝરા કેટલાય અજબ રંગે દુનિયાની ધરતીને રંગતા ગયા છે. આમાં ઝાલાવાડની ધરતીના ધુંટાએલા રંગો કંઈ ઓર ભાત્ય ઉપસાવે છે. એવી ભોમકાની આ વાત છે.

Bipinladhava

કહેવતમાં કહ્યું છે કે 'સમદરને સીમાડો ન હોય' એમ મર- દાઈનું માપ કાઢી શકાતું નથી. કોઈ કાઢવા મથે તો તેમાં સારાવાટ પણ નહિ. જેને છવ કરતાં જિંદગીનું ઝવેરાત વધુ વ્હાલું હોય છે, એવા ધફધફ વહેતા જુવાનીના ઝરા કેટલાય અજબ રંગે દુનિયાની ધરતીને રંગતા ગયા છે. આમાં ઝાલાવાડની ધરતીના ધુંટાએલા રંગો કંઈ ઓર ભાત્ય ઉપસાવે છે. એવી ભોમકાની આ વાત છે.

મલકના મુગટ જેવા વઢવાણની આથમણું કોર્ય લીંબલી નામે ઘોબા જેવડું ગામ આવેલું છે. ગામમાં કણબી, રજપૂત અને બીજી કોમનાં ઘર સાથે સુંદરજી ગોરનું ખોરડું પણ ઊભું છે.

જાડી ખેડ અને સુખી ઘરના રાયજી ગોરને ત્યાં સુંદર લાડમાં ઉછરેલ. ઘુડી નિશાળ પડતી મૂકી સુંદરે ખેતરને જ નિશાળ બનાવી. સવાર પડે પૂજાપાઠ પતાવી, ખેતરે જવું અને સૂરજના તાપમાં સખત મહેનત કરી વાળુ ટાણે પાછા વળવું ઈ જ સુંદરનું રોજનું જીવન,

એક તો સીમનાં નરવાં હવા-પાણી ને ગાયના ઘરેલું ઘી-દૂધ

ખાઈ, સૂરજના તાપે તપી તપીને જુવાન સુંદરની કાવ્યા ત્રાંબા જેમ તેજ કરવા લાગી. કપાળમાં ત્રિપૂંડ ને ખભે કોદાળી લઈ હાલ્યા જતા પરશુરામ રોખા સુંદરને જોઈને ગામ ગૌરવ અનુભવતું. સીમમાં સુંદર કોઈ વાર રામાયણનું વાંચન કરી લે તે કેઈ વાર સાંતી હાંકતાં હાંકતાં સંતોના ભજનની મીઠી સરવાણું રેલાવે.

‘મેરૂ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહિ.... મંડને ભાંગી પડે બ્રહ્માંડ જી વિપત પડે પણ વણસે નહિ....… સોઈ નર હરીજનના પરમાણુ....જી

આમ ગામઠી બ્રાહ્મણ કોઈ વાર અલખને આરાધવા માંડતો. વાપરે તેનું બળ અને મારે તેની તલવારનો જમાનો હતો એટલે અવારનવાર કોઈ ખેડૂતનો પાક લણાઈ જતો. કો'કને તૈયાર માલ ખળામાંથી રાતે ઉપડી જતો તો વળી કો'ક ભાલાની અણુયે કે તલવારની ધારે અંતરિયાળ લૂંટાઈ પણ જતા.

ઓણસાલ વરસ પાછતરું તેથી શિયાળુ મોસમનો માલ ખળામાં પડયો હતો. ખેડૂતોએ પોતપોતાની ખળીઓ બનાવી ભરેોટિયા ભરી. ભરીને માલના ઢગલા ખડક્યા હતા. ગામની ઓતરાદી કોર્ય જાણે નાની ટેકરીઓ ઊભી હોય તેવા પાકના ઢગલા પડયા છે. સુંદરજી પોતાનું ખળું ટોવા ખળાવાડમાં રાત દિ' ખાટલો નાખીને રહે છે.

અંધારી આઠમની તિથિ હોવાથી ચંદ્રમા હજુ આકાશમાં દેખાતો નથી. વાળુ ટાણું હોવાથી ખળાં રેઢાં પડયાં છે. સૌ ઘેર ગયા છે. સુંદરજી ૐ નમઃશિવાય-ૐ નમઃશિવાય રટે છે. એકાદ બે છોકરા ઢોર હાંકવા રોકાયેલ, ઈ ખળે આડાઅવળા આંટા મારતા રમતમાં દોડાદોડ કરે છે.પારખાં

એટલામાં ઉગમણી દસેથી ઘોડાની તબડાટી સંભળાણી. માથે કાળા મલીર, ઢાલ જેવડી છાતી, વેંતવેંતની દાઢી ને વિકરાળ વરૂ જેવી આંખ્યું કાઢતા છ બાબી ખળામાં પડેલા પાકને ઘોડાની ખરી તળે ખુંદાવતા ખળા માથે ખાબક્યા.

અણધાર્યા બિહામણા ચહેરા ભાળી છોકરાઓની રાય ફાટી ગઈ. ‘સુંદરભા દોડ જો... અમને મારી નાખશે' છોકરા બીકના માર્યા ધ્રુજવા લાગ્યા.

“કોણ છે અલ્યા-આ...આવ્યો' એમ કહેતાંકને માથે ફાળિયું વીંટાળી હાથમાં લાકડી લેતાંકને ધ્યાનમાં બેઠેલા ભૂદેવ સડસડાટ કરતા બેઠા થઈ ગયા. હડી કાઢી જેવા ખળા બહાર જવા જાય ત્યાં તો લગામ મરડી ઘોડાવાળાનો આગેવાન તેમની આડો આવી ઊભો રહ્યો. બીજા ઘોડા અંધારામાં છેટે ઊભા ઊભા હમચી ખૂંદવા લાગ્યા.

એકાએક સહ હથિયારે આવી પહોંચેલા લૂટારું ટોળાને જોઈને બ્રાહ્મણ વાત કળી ગયો. એટલામાં રાતાચોળ ડોળા કાઢી એક જણો ઘુરક્યો :

ખબરદાર...ક્યા જાય છે ? ઊભો રહે. કોણ છો ? ' બ્રાહ્મણે જરા પણ થરક્યા વગર ઉત્તર વાળ્યો :
ખેડૂત છું, બોલો શું કામ છે? તમે કોણ છો ?'

એવામાં ભાલાને હાથથી રમાડતો બીજો ધાડપાડુ પેલાની પડખે ચડીને તાડુક્યો :

'અમે તારા બાપ છીએ; તારે શું કામ છે ?'

આ સાંભળતાં જ બ્રાહ્મણના કાળજે તેલ રેડાયું. તેના રૂંવે- રૂંવે કથોરા વેણુની ઝાળ લાગી ગઈ, પણ મનને કાબૂમાં રાખીને ઉત્તર વાળ્યો : ભાઈ ! બાપ તો વહેલો ગયો વૈકુંઠે, તેને શિદને સંભારશ ?
પણ વરૂ જેવા ભૂખ્યા લૂંટારું પર આની અસર ન થઈ, તે સામેથી વધુ ઊકળીને બોલી ઊઠ્યો;

'એય...તીયાં જ ઊભો રે'જે નકર આ તલવારના એક ઝાટકે માથું નોખું કરી નાખીશ, સમજ્યો?' એમ કહેતાક તેણે પોતાના સાથીઓને ઈશારે કર્યો.


'લૂટી લો ખળાં, બાંધો આ કાયરને રાશથી અને કરે રણગોવાળિયો.'

લૂટારાનું છેલ્લું વેણ સાંભતાં જ બ્રાહ્મણનો ચહેરો ફરી ગયો. તેની નસમાં લોહી ધમસાણ મચાવતું ફરવા લાગ્યું. યજ્ઞનો કુંડ પ્રગટ્યો હોય તેમ આંખો સળગી ઊઠી, શૂરાતન છંછેડાઈ ગયું. હાથથી પછેડીની ભેટ બાંધીને.

‘એ નઈ બને, ખળામાંથી એક દાણો લેવાશે નઈ, એ લેતા પહેલાં ચોરટાઓ તમારાં માથાં ધૂળમાં રગદોળાઈ જશે.’

એમ પડકાર કરતાંકને બ્રાહ્મણ હાથમાં લાકડી મજબૂત પકડી, બે ડગલાં પાછો ખસી ગયો. આ સાંભળતાં જ લૂંટારાએ સડપ કરતાં બરછી ઉપાડીને સુંદરની છાતી વચ્ચે ઘા કર્યો...

ચંદોર સુંદરે જરા આઘા ખસી ઘા ચૂકવી દીધો, ને તુરત જ હડી કાઢી લૂટારાના કાંડા ઉપર ફડાક દઈને લાકડીનો વળતો ઘા કર્યો.

લૂટારાથી કાળી ચીસ નંખાઈ ગઈ, 'ઓય...મા...'

ત્યાં તે ધમસાણથી અચાનક તેનો ઘોડો ભડક્યો. પારખાં

બ્રાહ્મણના વિકરાળ રૂપ અને વીસ્તાથી ઓઝપાઈ ગયેલો આગેવાન જરા આધો ખસી ગયો. ને સાથીદારોને પડકાર કર્યો :

 કાપી નાખો સાળા નીચ... ને.'

પડકાર થતાં એક સામટા પાંચ તલવારધારી કાળમુખા ડાકુઓ એકલા બ્રાહ્મણ ઉપર તૂટી પડયા. સીને ફરતાં કુંડાળે નાખી લેઢાની કુંડલીયું જડેલી લાકડીથી બ્રાહ્મણે, તલવારો સામે રમત આદરી.

ગામમાં રીડિયા પડકારા થવા લાગ્યા, વાળું કરવા ગયેલ ખળાના ખેડુઓના એ પડકારા હતા.

ધાડીતોએ માન્યું કે મરણિયાને મદદ આવી પહોંચી છે પણ જતાં જતાં એક વાર પૂરો કરી નાખીએ, એટલે બમણા બળથી બ્રાહ્મણ પર ઘા ઝીંકાવા લાગ્યા.

સુંદરે ત્યાં તો કૂદીને એકના લમણામાં લાકડી ઝીંકી. નાળિ- ચેરની કાચલી ફાટે તેમ લૂટારાની ખોપરીનો અવાજ થયો,

*મરી ગ્યોરે...' કહેતાંકને તે પડયો.

ગાડાની ઓથ્ય લઈને ઝઝુમતા મરદ ઉપર હવે લૂટારુંઓ સિંહ જેમ ત્રાટક્યા. આગેવાને ઘોડો કુદાવી જનોઈવઢ ઘા કર્યો, બ્રાહ્મણના પડખામાં તરધાયો તલવારનો સરકો થયો. એનું પડખું ચીરાઈ ગયું તેમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી.

શૂરાએ હવે ગાડાની ઓથ્ય છોડી દીધી. ને સામી છાતીએ મેદાનમાં મરદાઈને રંગ વેરવા માંડયો.

મેવડી, સમોવડિયાનું રૂપ પારખી ગયો. તેણે ઘાયલ થયેલા ભેરુને લઈને સાથીદારોને ભાગવા હાકલ કરી.
એટલામાં મોવડીની છાતી પર ભડાક દઈને લોહી નીગળતા બ્રાહ્મણની લાકડી પડી.

કથેરે ઘા વાગતા... હો…ક કરતા ને તે ઘોડાની પીઠ પર બેવડ વળી ઢળી પડયો.


લૂટારા નાહિંમત થઈને ભાગવા માંડ્યા. બીજી કોઈ ગામમાં ગોકીરે વધ્યો. મરદની મદદે વાર આવી પહોંચી. અંધારામાં એકલા પંડે લાકડીભેર ઝઝુમતા જુવાન તરફ સૌએ દોટ મૂકી. ભાગતા લૂટારા ગામની આથમણી કોર્ય પહોંચતાં અંધારામાં ઓગળી ગયા. શૂરવીર સુંદરનો પંડય ત્યાં પડ્યો.

લૂટારુને પીછો પડતો મૂકી સૌ વેતરાઈ ગયેલ શરા ફરતા ફરી વળ્યાં જુએ તો શૂરાનું શરીર ઠેકઠેકાણેથી વેતરાઈ ગયું છે. પેટમાંથી આંતરડાનો લોચો કેડે બાંધેલ પછેડીની ભેટમાંથી આંખ મીચામણાં કરી રહ્યો છે. છતાં એકલે હાથે લૂટારાને હંફાવનારના મોઢા પર સંતોષનું તેજ ઝગારા મારે છે. ઘડી બે ઘડીના મહેમાન આગળ સૌ મનોમન નમી પડયાં.

ગામમાંથી દોડતાં'કને એક જણ ગંગાજળની ભંભલી લઈ આવ્યો. જેને જીવન દીવડો બુઝાવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેવા મોતના મારતલે ગંગાના જળનું પાન કર્યું. હસતાં હસતાં સૌને આશિષ આપી. છેલ્લી વારનું પુત્રના હાથનું ગંગાજળ પીને શરાએ સોડ તાણી. એ દિવસ હતો સંવત ૧૮૫૬ના ચૈતર વદી ૮ ને શુક્રવાર.

આજેય શૂરવીરની યાદ આપતો શૂરાપૂરા પાળિયો ઊભો છે. તેમના વંશજો હજુ પણ છાપા સિંદૂર ચઢાવે છે તથા વરઘોડિયા 'મોતના મારતલ' ને પગે લાગી પાઘડી બંધાવે છે. કોઈ રત્નાભા કે છે કોઈ સુંદરભા પણ છે દવે પરીવાર ના એ પાકુ એ સિવાય
આવાતો અનેક પાળીયાઓ વિરતા ની વાતો કહેતા લીંમલીને પાધર અડીખમ ઊભા છે જો કદાચ જાણ થઈ જાય 


To Top