કવિ દલપતરામ - જન્મ જયંતિ 21 જાન્યુઆરી 1820
કવિશ્વર દલપતરામ એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ પ્રખર કવિ.
દલપતરામ એટલે ગુજરાતના ખ્યાતનામ કવિઓમાં ઝળહળતો સિતારો.
દલપતરામ એટલે ગુજરાતી કવિતા-મહેલનો એક સુવર્ણ મઢ્યો સ્તંભ.
દલપતરામ એટલે ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવનાર પ્રથમ કવિ.
દલપતરામ એટલે ગુજરાતી ભાષાની પહેલી કરુણપ્રશસ્તિના રચનાકાર.
દલપતરામ એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ નાટ્ય લેખક,
દલપતરામ એટલે ગુજરાતી સાહિત્યમાં જીવરામ ભટ્ટનું ચિરંજીવ પાત્ર રચનાર સમર્થ નાટ્યકાર, દલપતરામ એટલે અસંખ્ય કવિતાઓ, ગરબીઓ, નાટકો, વાર્તાત્મક રચનાઓ, સંસ્મરણ લેખો, અંજલિ લેખો, સુધારાલક્ષી નિબંધો, છંદગ્રંથો, સંપાદનગ્રંથો અને અનુવાદ ગ્રંથો જેવું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય રચનાર વિદ્વાન લેખક.