આહિર_સાદુરબાપા_મેઘાભાઈ_ભંમર
ઝાડ પાનને પથ્થર પુજાય, ઓલા પાણાં કરે પડકાર
ગામને પાદર હાંક મારો તો હોમાય ગયેલા હાડ,
હજુ દીયે હોંકારા
. ॥ આહિરની ખાંભી ॥
સૌરાષ્ટ્ર એ તો સંત, શૂરા અને સતિઓની ભૂમિ છે, જે ધરતી પર જન્મ લેનાર વ્યક્તિ કાં તો વીર બની ને જન્મ લે છે કાં દાતાર. વીરતા અને દાતારી તેને ગળથૂથી માં જ આપવા માં આવે છે. સૌરાષ્ટ્ર બલિદાન અને સમર્પણના ઇતિહાસનાં સાક્ષી એવા પાળિયા ગામે ગામ જોવા મળે છે, પાળિયા બોલતા નથી પણ ધર્મ રક્ષણ કાજે, બહેન દિકરીની લાજ બચાવવા કાજે, આપેલા વચન કાજે, કે પછી શરણે આવેલા શરણાગતની રક્ષા કાજે , યુધ્ધે ચડેલા શૂરવિરોનો ઈતિહાસ બોલે છે, સૌરાષ્ટ્રના એવા જ એક ગામમા આવેલા શૂરવિરના પાળિયાની વાત આજે કરવી છે,
અમરેલીનાં લાઠી તાલુકાની બાજુમાં કેરીયા નામનું ગામ આવેલ છે, આ કેરીયા ગામનાં સીમાડે 'ખારાનાં મેલડીમાં' નું મંદિર આવેલ છે, આ મંદીરથી થોડા આગળ વધો એટલે એક ખેતરનાં શેઢે પાળિયો છે, એનુ નામ છે, સાદુળભાઈ મેઘાભાઈ ભંમર (આહિર) સાહેબ! આ આયરની દાતારી, ખાનદાની વિરતા વાતો તમે સાંભળો તો નવાઈ પામી જાવ પણ, મને અફસોસ છે, અને હું દુખ વ્યક્ત કરુ છું કે આ વીર આહિરની વીરતાની વાતો કોઈએ લખવાની નોંધ લીધી નથી, અને જેની પાસે લખેલ છે એ જાહેર નથી કરતા,
આજે હું જે વાત કરવાં જઈ રહ્યો છુ તેનાં વિશે સંપૂર્ણ માહિતી મારી પાસે નથી ત્રુટક ત્રુટક છે જે અહિ રજુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છુ. જો કે આજે મે પ્રોફેસર શ્રી રામભાઈ વાઢેર સાથે આ અંગે વાતચિત પણ કરી, એટલે કદાચ આવનાર સમયમાં આ વીર, મર્દ વિશે વધારે છપાશે,
આ વિર સાદુળભાઈને હાલમાં લોકો અને સાદુળબાપુ તરીકે ઓળખે છે એટલે આપણે સાદુળબાપુ શબ્દ વાપરશું એ સાદુળબાપુને ન્યાય ન મળવાથી એ બહારવટીયે ચડેલા, પણ ભાઈ એ વખતમાં બારવટીયા એટલે એના કામો સંત જેવાં, મર્યાદા અને ખાનદાની તો એની. સાદુળબાપુને એક ઘોડી, ઘોડી પર જ અસવાર થઇ નીકળતા, ઘોડી પણ એટલી જ જાતવાન અને વફાદાર, એવામાં એક ખાતાનાં હાથે પકડાઈ ગયેલા અને ઉમરાળાની જેલમાં રાખેલ પણ સાહેબ આ મર્દ માણસ એ જેલ તોડી નીકળી ગયેલાં, ગમે એટલી ફોજ હોય પણ સામી છાતીએ સાદુળબાપુ પાસે જવાની કોઈની ત્રેવડ નહિ, પણ આખરે એ સમયનાં ખાતાને નક્કી થઇ ગયુ કે આ મર્દ જીવતો પકડાશે નહિ એટલે દગો કરી ગોળીબાર કરી દેવો, એ પણ મૂશ્કેલ થઈ ગયું, એ વખતનાં અપ્રમાણિક વેપારી, લુંટારાઓ, ડાકુઓ પણ મડ્યાં ધ્રુજવા, પણ ગરીબ માણસો અને બહેન દિકરીઓનાં દુખો સાંભળી એને રંજાડનારનાં તો ભૂક્કા બોલાવી દેતા, આખરે એ વખતનાં ખાતાએ યોજના કરી અને એ મુજબ સાદુળભાભાને ફસાવવા બીજી કોમનો ઉપયોગ કર્યો જેનું નામ હું નથી લખતો, આખરે ઉપર જણાવેલ જગ્યાએ બાપુ પર ગોળીબાર કરવામાં આવ્યો, બાપુ નીચે પડ્યા, માથાની ખોપરીમાં ગોળી વાગવાથી ખોપરી નીકળી ગઈ એ ખોપરી પોતે લઈ માથા પર મૂકી અને બેડા, આ દ્રષ્ય જોઈ ફોજ એબતાઈ કઈ, કોઈની ત્રેવડ ન હાલી કે પાસે જઈ શકે, દરમ્યાન ત્યાથી પસાર થતી ડોશીને લાલચ આપી ખાત્રી કરવા મોકલતાં ડોશીએ આવીએ જણાવ્યું કે, જીવીત નથી ત્યારે તો ખાતુ ત્યાં જઈ શક્યુ,
એવું કહેવાય છે, કે પછીતો એ વખતના શાસનકર્તાને પણ ખૂબ વસવસો થયેલો કે એક આપણે એક મર્દ ગુમાવ્યો, જે જગ્યાએ બાપુની ખાંભી છે તે વાડીવાળા ભાઈ જણાવે છે કે, આજે આખા ગામને બાપુ પ્રત્યે ખૂબ જ આસ્થા છે, ગામની સીમમાં ખેતીનાં સાધનો ગમે તેમ પડ્યા હોય પણ કોઈની તાકાત નહિ કે અડી શકે, જે ખેતરમાં ખાંભી છે ખેતરમાં જે કુવો છે ત્યાં ભર ઉનાળે પણ પાણી નથી ખુટતું, હજુ ગણી ગણીવાર ત્યાં નાગ સ્વરુપે બાપુ દર્શન દેય છે. સાહેબ.. આવા આપણાં આવા હજારો ઈતિહાસ પડ્યાં છે, આ ઈતિહાસને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરનાની શરુઆત કરનાર પ્રોફેસર શ્રી રામભાઈ વાઢેર તેમજ સાથેનાં બાબરીયા સાહેબને હું શુભકામના પાઠવુ છું,
જય મોરલીધર.