શૂરવીર બારોટ શ્રી પરબતરાવ અને મેઘારાવ

શૂરવીર બારોટ શ્રી પરબતરાવ અને મેઘારાવ

Bipinladhava



શૂરવીર બારોટ શ્રી પરબતરાવ અને મેઘારાવ

શૂરવીરતામાં બારોટ સમાજ ના પણ નામી અનામી વિરલા ઓ નો ઈતિહાસ ભર્યો છે. અસંખ્ય કવિઓ અને મહાકવિઓ ની સાથે સાથે રણક્ષેત્ર માં પણ પોતાની વીરતા બતાવી છે. જેમ કે મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ ના પરમ મિત્ર મહાકવિ શ્રી ચંદ બરદાઈ બારોટ હોય કે મહા કવિ ગંગ હોય તેવા જ શુરવીર બારોટ  ભાઈઓ શ્રી પરબતરાવ અને મેઘારાવ ની છે. મહાકવિ ચંદ બરડાઈ થી તેમના ભાઈ ની 12 મી પેઢી માં વિજય નગર રાજ્ય નાં રાજ કવિ અને યદુ વંશી રાજાઓ ના બારોટજી શ્રી લગધિરરાવ નાં શુરવીર પુત્રો એટલે પરબતરાવ અને મેઘારાવ. 
 
લગધિર રાવ નું મૂળ જોધપુર પરંતુ જોધપુર થી તેમને ઇડર સ્ટેટ નું જોડવડ  ગામ નો ગરાસ અને તેમને ત્યાં ના રાવજી તરીકે આપવામાં આવ્યું હતું. 

આ ઘટના આશરે 500 વરસ પેહલા  ની આસપાસ ની છે  . સૂર્ય ઉદય થવા ને ચાર પહોર ની વાત હતી, ઓખા આરંભડા  વેરણવાળા મલક માં ઊંચા નીચા ટેકરાઓ ઢાળવાળા તેમજ ઉંડાણવાળા  મારગ માં પાયદળ અશ્વદળ સાથે શસ્ત્રો સરંજામ ની હારે ઓખા - આરંભડા ના ધણી સાંગણજી વાઢેર પોતાની પુત્રીનું મહમંદ બેગડા દ્વારા અપહરણ થયું  અને દેદા વંશના રણમલ દેદા જી યે તેમની પુત્રી ને બચાવી હતી અને તેમની સાથે વિવાહ કર્યા પણ ગુજરાત ના બાદશાહ ના અપરાધી ને કોઈ આશરો નહોતા આપતા ત્યારે યદુવંશી વીર ભોજા મકવાણા યે મોટા દહિંસરા માં તેમને આશરો આપી ને બચાવ્યા અને આહીર નો આશરા ધર્મ નિભાવ્યો હતો . તેથી તેણે મોટા દહિંસરા બહુ જ ખૂંચતું એટલે તેના ઉપર હુમલો કરવા મચ્છુ નદી ને કાંઠે મોરબી પરગણા ની બાજુ માં દહીસરા ગામ ના સીમાડે પડાવ નાખ્યો .
દહિસરા માં મુખ્યત્વે આહીરો ની વસ્તિ છે. આહીરો નો મૂખી ભોજો મકવાણો છે. આ રાજા ભગવાન દ્વારકાધીશ ના વંશજો છે . પારકા ને પોતાના કર્યા છે. ગાયો, બેનું, દિકરિયું, વતન માટે મરી ફીટે છે.આંગણે આવનાર ને રોટલો આપે છે એટલે તો કદાચ ' આહીર નો આવકારો જગત માં વખણાય છે.' 



ગામ ની જાહો જલાલી આબાદી જોઈ ને સાંગણજી એ ફરતો ઘેરો કર્યો છે અને દૂત મારફત ફરમાન કરે છે કે ગામ નો ખજાનો અને ભોજા મકવાણા ને આપી દયો નહિતર લડવા તૈયાર થાવ. આથી આહીર ડાયરો રાતો રાત ભેગો થયો તેમાં નગો બવો, અડાભીડ સુરો મયડ, ભારો મિયાત્રો અને નવસો ઘર ના આગેવાનો નાગારે ઘા પડતા જ હાજાર થયા છે. એટલે ભોજા મકવાણા સાંગણજી નો પત્ર વાંચી ને ગામ ના લોકો ને પૂછે છે કે હવે શું કરવું છે?  આથી ડાયરા માં અમુક ખમીરવંતા યુવાનો ઊભા થઈ ગયા કે આપણે જન્મ ' મરવા અને મારવા માટે લીધો છે ' વળી ગૌ, બ્રાહ્મણ, અબળા, વતન એ પ્રતિપાળ કેહવાય એટલે કે દુશ્મનો ને મારી હટાવિયે એ આપણો ક્ષત્રિય, આહીરો નો ધર્મ છે હજારો વર્ષ થી ધર્મ, નેક, ટેક ઉપર તો આ ભારત વર્ષ ની સંસ્કૃતિ ટકી રહી છે આજ પારોથ નાં પગલાં ભરવા એ તો આહીર કુળ લાજે. આમ બધાનો એકજ શુર છે. એટલે ભોજો મકવાણો કહે કે કણકોટ થી જામકરણજી તથા વીરભદ્રજી ને મદદ માટે બોલાવવા છે. આમ કહી આહીરો લડવા માટે તૈયાર થયા છે. ત્યાં  વાઢેરો અને વાઘેરોએ દહિંસરાને ફરતે ઘેરો કર્યો છે.
          આ બાજુ રાવ લગધીરજી અને તેના બે પુત્રો પરબતરાવ અને મેઘારાવ અને પુત્રી ખેતબાઈ સાથે સહ પરિવાર ઘોડા અને ગાડા લઈ ને પોતાના યદુવંશી યજમાન ને ચોપડે નામ કરણ કરવા ગામ માં આવ્યા છે . ગામ માં ઉતારા કર્યા છે. આહીરો પોતાના બારોટ દેવ નું  માન સન્માન જાળવતા તેમની રહેણી કહેણી માં કોઈ દિવસ પાછા ફરતા નહિ અને દિલ ની દાતારી થી બારોટ જી ને જે જોઈએ તે મુજબ દાન આપતા. 

બારોટ પરિવાર માં પરબતરાવ તેમજ મેઘારાવ ગામ ઉપર આવેલ સંકટ આવ્યું છે તેની ઇતિ થી અંત સુધીની વાત સાંભળી છે આથી બને ભાઈ કેડે નવ કટારી ધારણ કરી છે , માથે પાઘડી બાંધી છે ગળા માં માળા પહેરી છે, હાથ માં રુદ્રાક્ષ નો બેરખો છે, લાંબી દાઢી વધી ગઈ છે, મૂછો ફગ... ફગ... થાય છે. હાથ માં ભવાનીના શક્તિ ના પ્રતિક રૂપે તલવારો લઈ ને ગામ માં જ્યાં ડાયરો બેઠો છે ત્યાં આવે છે એટલે ભોજા મકવાણા  બારોટ બંધુ ને આવકારે છે ક્ષેમ કુશળના સમાચાર પુછી ને કયે છે કે આજ છ છ માસ થી સાંગણજી અમારા ગામ ને કરી ને બેઠો છે હજી કોઈ માણસ ને ઊંચી આવા દીધી નથી અને હજુ બાર માસ હાલે એટલો જુવાર બાજરીની કોઠીઓ ભરી છે ગામના કૂવા માં અખૂટ પાણી નો ભંડાર છે વળી નીરણ પૂળા ઘણા છે દૂધ બોળા છે એટલે ચિંતા ને કોઈ કારણ નથી ! પણ બારોટજી આ દુશ્મન નો અંત કેમ આણવો , તેનો કંઈક રસ્તો બતાવો??

આથી પરબતરાવ બારોટજી કહે છે કે સામી છાતીએ લડવું પડશે, તેમાં કેસરિયા વાધા પહેરીને  આ દેહ માં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મરી ફિટવા ની ત્રેવડ જોશે! વીર હાંક બોલાવવી પડશે!

 
જવામર્દ આહીરોને મોખરે લડવું પડશે આમાં તમારી સાથે હું તથા મારો નાનો ભાઈ મેઘારાવ આપના શુરવીર વડવાઓની બિરદાવલીની યશોગાથા ગાઈ ને આપ ને અમારા પ્રાણ છે ત્યાં સુધી તમારી સાથે રહીશું અને લડીશું. 
ત્યાં તો ડાયરા માં વીર હાંક બોલવા લાગી અને બંને બારોટ દેવો આહીરોની બિરદાવલી કરી ને બિરદાવે છે.થોડો સમય થયો ત્યાં તો યુધ્ધ ના વાજિંત્રો વાગવા લાગ્યા રણશિંગા ભેરી ત્રંબાળું ઢોલ, સાથે શરણાઈ ઓ ના નાદ થી સિંધુડો રાગ વાગવા લાગ્યો આથી વાઢેર ને વઘેરોના સૈન્યના નરબંકા વિરો યુધ્ધ માટે તૈયાર થયા આ બાજુ આહીરો તથા બીજું કાટિયાવરણ તેર. ત્રાંસળીવાળા યુવાનો હાથ માં શમશેર, ભાલા, સાંગ, બરછી, તીર કામઠા અને ઢાલ સાથે યુધ્ધ માં ધુબાકા મારવા આવ્યા ઘડીક થયું ત્યાં તો વીર હાંક પડવા થી સામ સામા માંડ્યા પ્રહારો કરવા, કંઇક ના મસ્તક,હાથ પગ, ઊડે છે લોહી ની નદીઓ વહેવા લાગી, કોઈ મલ્લ્યુદ્ધ હાથો હાથ કુશ્તી રૂપે એક બીજા ને પછાડે છે એ વખતે પરબતરાવજી અને  મેઘારાવ બારોટજી શૂરાતન ચડાવતા લડે છે. કંઇક ને કાપી નાખ્યા છે લાલ આંખો અને મૂછો થી ચહેરો કાળ જેવો લાગે છે દુશ્મનોને. આમ આહીરો અને  સાંગણજી વાઢેર નું સૈન્ય ત્રણ ત્રણ દિવસ સુધી લડે છે રણક્ષેત્ર લોહી થી લાલઘૂમ બની ગયું છે તેમાં વાઢેર અને વાઘેર સૈન્ય લગભગ માર્યું જાય છે આથી ગણ્યા ગાંઠ્યા સાથીદારો લઈ ને સાંગણજી ભાગી છૂટે છે. આમ સર્વ આહીરોની જીત થાય છે વાજિંત્રો ના સૂર વાગવા લાગે છે.

પણ..... આહીરો ના સૈન્ય ઉપર નજર કરતા ભોજો મકવાણો, સુરો મયડ, ભારો મીયાત્રો, નગા ડાંગર, નગો બવો, ભોજરાજજી, જામકરણજી અને સાથે સાથે પરબતરાવજી અને મેઘારાવજી બારોટ વિરબંકાઓ રણ મેદાન માં કામ આવ્યા અને શહીદ થયા . પાછળથી પરબતરાવજી બારોટ ના પત્ની શ્રી સતી થયા.

પછી લગધીરરાવજી મોટા દહિંસરા માં સ્થાયી થયા અને ત્યાં થી તેમના વંશજો ની શાખ રાવ માંથી લગધિર શાખ પડી. જેમાં સમય જતા ઘણા તેમના પૌત્ર ઈલા બાપા ના નામ થી ઈલાણી અને વાઘા બાપા ના નામ થી વાઘાણી તરીકે પણ ઓળખાય છે. હાલ માં લગધીર પરિવાર ના સુરાપુરા તરીકે બંને વિરો પૂજાય છે અને તેમના વર્ષો જૂના પાળિયા ને હાલ મોટા દહિસરા નાં તળાવ ના કિનારે મંદિર બનાવેલ છે. 

સાથે બારોટ સમાજ ના  લગધીર પરિવાર માં ઘણા કવિઓ થઈ ગયા જેમાં કવિ કાન, કવિ શ્રી ગીગાબાપુ બારોટ જેમના લખેલા છપખરા આજે ધૂમ મચાવે છે, રેડિયો કલાકાર કનુ બારોટ હંસ પણ થયા. 
 
આજે પણ લગધીર રાવજી, પરબત રાવજી અને મેઘા રાવજી નાં ગુણો અને અમૂલ્ય વારસા ને ચાલુ રાખી ને. તેમના પરીવાર ના વિરો પોલીસ , આર્મી,  નેવી અને એરફોર્સ માં ફરજ બજાવે છે સાથે સાથે દાતારી, દેશ સેવા અને સમાજ સેવા માં ઉત્તમ સેવાઓ પણ પૂરી પાડે છે.


આ શૌર્યવાન લગધીર પરિવાર ના વંશજો માં એક નાનું અંશ એટલે કે બારોટજી રાજેશભાઈ લગધીર(ઈલાણી) નાં જય માતાજી,

Reff : ૧. પુસ્તક , 'થાવા દયો દેવ વતાદિયું' લેખક શ્રી નટુદાન બારોટ 
૨. 'આશરો આહીર નો ' લેખક શ્રી જયંતીભાઈ આહીર .
To Top