આહીર_બહારવટીયા_ઢીલા_વશરામઆપા__વાગડીયા
કચ્છ વાગડ ભચાઉ તાલુકાના આંબલીયા ગામમાં આહીર કારા વેરા ઢીલાના ઘેર વશરામ વાગડીયાનો જન્મ થયેલો હતો
જેણે યુવાનીમાં પગ માંડતા જ વાંઢીયા ગામના આહીરો ને રંજાડતા વ્યાજખોરો દેવીચંદ વાણીયાના જુલમમાથી છોડાવવા જતા બહારવટે ચડેલ વશરામ આહીર નિશાનબાજી અને સાંઢીયા સાથેની દોડમાં બેજોડ ગણાતા હતા વાગડના આ આહીરના કેટલાક દુહાઓ આજે પણ લોક જીભે સાંભળવા મળે છે જેમ કે,
વાગડમાં ગામ આંબલીયારા વશરામ એનું,
નામ કારા આહીરનો બેટડો અમર કીધો નામ.
ભચાવને વાંઢીયા ધ્રૂજે, મોડા ખળખળ થાય,
દહીંસરા લાગે ડોલવા વાગડીયો વશરામ જાય.
ગરીબોના બેલી એવા વશરામ આહીર સાથે વિશ્ર્વાસઘાત થતા નરબંકાની ખાંભી આજેય તેની વિરતાની યાદ આપતી ઊભી છે.
જય મુરલીધર જય યદુવંશી આહીર