આહીર મરંડ માણસુરઆપા ભગત
આહીર મરંડ સવાઆપા ભગત
આહીર મરંડ સુરવીર કલાઆપા
મરંડ માણસુરદાદા ભગત આહીરની ભક્તિ વોવા ગામે નકલંક ધામ વિક્રમ સંવત 1900ના અરસામાં વોવા ગામે મરંડ માણસુર રુપા રહેતા જે આજે પાટણ જિલ્લાના સાંતલપૂર તાલુકામાં આવેલ છે. માણસુરદાદા સુતા હતા ત્યારે તેમની ભક્તિથી ભગવાન નકલંક (દ્વારકાધીશ) તેમની ભક્તિથી પ્રશન થયા ને તેમના સપના માં આવી ને કીધું માણસુર હું તારી ભક્તિથી પ્રશન છું તું કાલે મારી વાત ગામજનો ને કહેજે હું પૂરચા પુરા પડી ને તારી વાત ની સાક્ષી પૂરીશ.
સવાર પડતાજ માણસુરદાદા પોતાના નિત્યકર્મ કરી ગામ જનો ને સંપૂર્ણ વાત કરે છે. ગામ જનો એમની વાતનું મજાક ઉડાવે છે. ત્યારે માણસુરદાદા નકલંક ભગવાન (દ્વારકાધીશ) આરાધના કરે છે અને નકલંક ભગવાન (દ્વારકાધીશ) તેમનું પરચું પુરુ પડતા અવકાશ માંથી નકલંક ભગવાન (દ્વારકાધીશ) ની મૂર્તિ માણસુરદાદા ના ખોરમાં ઉતરે છે. (જે આજે પણ મંદિર માં હયાત છે)
આમ અનેકો પરચા નકલંક ભગવાન (દ્વારકાધીશ) માણસુરદાદા ની ભક્તિ-ભાવ પુર્ણ થયા.
આમ ગામજનો માણસુરદાદાને અને નકલંક ભગવાન (દ્વારકાધીશ) ભક્તિને માને છે. એક વાર ગયોલય ને ગવારીયા સીમાડા માં નીકળે છે. ત્યાં તેમને પોતાના માટે અને ગૌધણ માટે ટપતા સુરજના તડકાં માં પાણી ને પ્યાસ જોરોથી લાગે છે અને તેઓ માણસુરદાદા પાસે પાણીની માગણી કરે છે. તયારે માણસુરદાદા નકલંક ભગવાન (દ્વારકાધીશ) ને આરાધના કરે છે. અને આમ ટપતા તડકાં ઉનાળામાં માણસુરદાદાની ભક્તિ થી વરસાદ વરસી પડે છે. આમ પાણી પીને ગૌધણ ની તરસ વરે છે ને એ વરસાદના કારણે જે તારાવડી ભરાઈ અને ઈશ્વરની તારાવડી તરીકે ઓરખવામાં આવે છે જે આજ પણ હયાત છે.
ચોમાસાના દિવસો માં માણસુરદાદા તેમના પુત્ર સવો ને લહી ને તેમના ખેતર માં વાવણી કરવા જતા હતા અને રસ્તા માં તેમને એક માંગણી મળી ત માણસુરદાદા એ વાવવા માટે લીધેલ તમામ અનાજ ઈ માંગણી ને આપીડે છે. આ વાતથી સવોજી તેમના પિતા માણસુર થી રિસાયને ગરે જતારે છે. અને માણસુરદાદા નકલંક ભગવાન (દ્વારકાધીશ) નું નામ લહીને તેમના ખેતરમાં માટીના ધાફળાની વાવણી કરીને ગરેઆવે છે. સમય આવતા માણસુરદાદા ના ખેતરમાં ઘઉનો ભંડાર ફાટી નીકળે છે અને શર્વ ગામ જનો જોવા આવે છે. આમ તે જોય ને સવોજી ને તેમના પિતાથી કરેલ સીસનું પશતાવું થયું ને તેમને નકલંક ભગવાન (દ્વારકાધીશ) પાસેથી નખ્ખોદ માંગી લીધું (નખ્ખોદ એટલે કે જેનું વંસના વધે) આ વાત સાંભળી માણસુરદાદા ને બહુદુઃખ લાગ્યું ને તેઓ ટૂંક સમયમાં આત્મા મૂકી પરલોક ભગવાન પાસે પોચી દેવ થહી ગયા.
આમ સમય જતા સવો પણ ભક્તિ-ભાવમાં આગળ વધ્યા અને પિતાની જેમ સવાભગત તરીકે જગમાં પ્રખ્યાત થયા. સવાભગતની એક દીકરી હતી તેનું નામ રુડી હતું તે એકવાર કૂવે પાણી ભરવા જાય છે ત્યારે એક છોકરી તેને મેણુ મારે છે કે તું ત નભઈ છો (નભઈ એટલે જેનું ભાઈ ન હોય) આ મેણા થી રુડી ને ખુમ દુઃખ લાગ્યું અને તમને તેમના પિતા પાસેથી ભાઈ ને જીદ કરે છે અને રાત-દિવસ રોવે છે. આ જોય ને તેમના પિતા સવાભગત ને ખુબજ દુઃખ લાગે છે અને તેઓ નકલંક ભગવાન (દ્વારકાધીશ)નું પાઠ માંડે છે. આમ તેમની ભક્તિથી નકલંક ભગવાન (દ્વારકાધીશ) કુમ પ્રસન થાય છે. અને કહે છે તે પહેલા નખ્ખોદ થાય એમ માગેલું એટલે તારું વંસ આગળ વધશે નહિ પણ તરી ભક્તિ અને દીકરી ના આશુ જોઈને તને એક દીકરો આપું છું પણ યાદ રાખજે તેનું આયુષ માત્ર 20 વર્ષ સુધીજ હશે.
આમ સવાભગતની ઘરે એક પુત્રનું જન્મ થાય છે આમ પુત્રનું નામ કલો રાખવા માં આવે છે અને રુડીને આપેલ મેણા ભગાય છે. સમય જાત વીર કલો એક દિવસ રહી ને 20 વર્ષના થવા ના છે અને સવાભગત ચિંતામાં આવીજાય છે એક કાલે મારું પુત્ર 20વર્ષનું થાશે અને કોઈ પણ કરણ સર મૃત્યુ પામશે. બીજા દિવસે જયારે કલો મરંડ બરાબર 20 વર્ષના થાય છેને ગામ માં મુંગીયો ઢોલ વાગે છે કે સંધિઓ ગામની ગાયું વારી જાય છે. આ વાત કલો મરંડના કાનમાં પોચતાજ આહીરના દીકરાની ખુમારી જોવા લાયક હોય આમ વીર કલો મરંડ હાથમાં તલવાર લહીને ગાયોને વારે ચડે છે ને તમામ સિન્ધીઓને મોતના ઘાટ ઉતારી ગાયો નો ધણ પોછોગામ માં વારવા માટે નીકળી જાય છે.
વોવા ગામનો ગૌ ધન લુટેરા સિન્ધી લૂંટી ગયા છે આ વાત બાજુના ગામનાં જુવાન વાઘજી દરબાર ના કાને પહુંચે છે અને તેઓ બંદુક લહી ગાયું વારવા નીકળે છે. દૂર થી ગાયું પછી લાવતા કલો મરંડ ને તેઓ સંધિલૂંટેરો સમજી બંદૂકના ભડાકે 2 ગોળી મારે છે અને આમ વીર કલો મરંડ 20 વર્ષની ઉંમરે દેવલોક પોંહચી અમરથઈ જાય છે .આમ ભક્તિ,ત્યાગ,વીરતા અને સમર્પણ થી ભરેલ ત્રણ-ત્રણ પેઢી ઇતિહાસના પાનામાં અમર થઈ જાય છે.